વાયરલ વિડીઓ

આ અભિનેત્રીઓ ફિલ્મો મા તો હીટ છે પણ તેઓ ભણવામા હતી ફ્લોપ, એકે તો માત્ર ૫ ધોરણ સુધી કર્યો છે અભ્યાસ

આપ શેર કરી શકો છો

બોલિવૂડ મા ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેમની સુંદરતા તેમજ અભિનય થી લાખો લોકો તેમના ચાહક બની ગયા છે. ફિલ્મ જગતમા સફળ થવા માટે સૌંદર્ય ની સાથોસાથ શિક્ષણ પણ ખૂબ જ અગત્ય નુ છે, પરંતુ શુ તમે જાણો છો કે બોલિવૂડમા ઘણી એવી અભિનેત્રીઓ પણ છે કે જેમનો અભ્યાસ ખુબ ઓછો છે. પરંતુ તેમની સફળતા જોતા, તે અનુમાન કરી શકાતુ નથી

સોનમ કપૂર

સોનમ કપૂર બોલિવૂડ ની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.  પરંતુ શું તમે જાણો છો કે સોનમ કપૂરે માત્ર ૧૨મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેણે અભ્યાસ છોડી દીધું અને અભિનય ની દુનિયામા પોતાની કારકિર્દી ઘડવાની શરૂઆત કરી.

આલિયા ભટ્ટ

જગવિખ્યાત નિર્દેશક મહેશ ભટ્ટ ની દીકરી આલિયા ભટ્ટ ને તો બધાં જ ઓળખે છે. તેણે પોતાની સુંદરતા અને ખૂબ જ નાની ઉંમરે અભિનય દ્વારા લોકો ના હૃદય મા એક વિશેષ સ્થાન બનાવ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે સુંદર અને નિર્દોષ દેખાતી આ આલિયા ભણવામા ખૂબ નબળી હતીફક્ત ૧૨મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ ઓછા ભણેલા હોવા છતા પણ તેણે તેની કારકિર્દી મા ઘણું હાંસલ કર્યું છે.

કંગના રાણાવત

બોલીવુડ ની સુંદર તેમજ બોલ્ડ અભિનેત્રી કંગના પણ તેની અભિનય કારકીર્દિમા ઘણી મોટી સફળતા મેળવી છે, પરંતુ શું તમે જાણો છો કે કંગનાએ ૧૨મુ ઘોરણ પણ પાસ કર્યું નથી. જ્યારે કંગના ૧૨મા ધોરણમા ફેલ થઇ ત્યારે તેણે શાળા છોડી દેવાનો નિર્ણય કર્યો અને પોતાનો અભિનય નો શોખ પૂરો કરવા માટે બોલિવૂડમા પગ મૂક્યો. કંગનાએ હાલ બોલીવુડમા ઘણી પ્રસિદ્ધિ મેળવી અને આજે તે ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *