વાયરલ વિડીઓ

કોરોના સામેની લડાઈમાં વિરાટ અને અનુષ્કાનુ બે કરોડનુ દાન, સાત કરોડ એકઠા કરવાનુ લક્ષ્ય

આપ શેર કરી શકો છો

ભારતમાં કોરોનાના કારણે મચેલી તબાહી વચ્ચે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ લોકોને મદદ કરવા માટે બે કરોડ રુપિયાનુ દાન કર્યુ છે.

કોરોનાની પહેલી લહેર વખતે પણ આ દંપતિએ ત્રણ કરોડ રુપિયાનુ ડોનેશન આપ્યુ હતુ.આમ બે વર્ષમાં વિરાટ અને અનુષ્કા પાંચ કરોડ રુપિયાની મદદ કરી ચુક્યા છે.વિરાટ કોહલીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.એટલુ જ નહીં તેમણે કોરોના સામેની લડાઈ સાત કરોડ રુપિયા બીજા એકઠા કરવાનુ લક્ષ્ય મુક્યુ છે

કોહલીએ કહ્યુ હતુ કે, આપણો દેશ આ સમયે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે.આપણા દેશે હાલમાં એક સાથે રહેવાની અને વધારેને વધારે લોકોના જીવ બચાવવાની જરુર છે.

અમે વધારને વધારે લોકોને મદદ મળે તે માટેકામ કરીર હ્યા છે.ભારતને અત્યારે સૌથી વધારે સહાયનીજ રુર છે.અમને વિશ્વાસ છે કે, દેશના લોકો મદદ કરવા માટે આગળ આવશે

તેઓ એક એનજીઓ થકી આ ભંડોળ એકઠુ કરી રહ્યા છે.વિરાટ અને અનુષ્કાએ આ અભિયાના ભાગરુપે બે કરોડ રુપિયા આપ્યા છે.બીજી રકમ  માટે તેમણે લોકોને અપીલ કરી છે.આ રકમનો ઉપયોગ ઓક્સિજન અને બીજી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *