વાયરલ વિડીઓ

વિરાફ અને સલોનીએ લગ્ન માટે સેવિંગ કરેલી રકમ ડોનેટ કરી

આપ શેર કરી શકો છો

વિરાફ પટેલ અને તેની મંગેતરે ભવ્ય લગ્નનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ કોરોનાની સ્થિતિને જોતે સમગ્ર પ્લાન કેન્સલ કર્યો અને ૬ મેના રોજ સાધારણ રીતે કોર્ટ મેરેજ કરી લીધા. વિરાફે કહ્યું કે, અમે મે મહિનામાં લગ્નની તૈયારી કરી હતી પરંતુ ત્યાં સુધી સેકન્ડ વેવથી અમે દંગ રહી ગયા. જેમ જેમ તે પ્રચંડ સ્વરુપ લેતી ગઇ તેમ તેમ અમે બધા જ પ્લાન કેન્સલ કરી દીધા.

દેશમાં કોરોનાની બીજી લહેરે મોટું નુકસાન પહોંચાડયું છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાનાથી બનતી મદદ કરવાની કોશીશ કરી રહ્યું છે. એક્ટર વિરાફ પટેલ અને સલોની ખન્નાએ લગ્નનું સેલિબ્રેશન કેન્સલ કરી દઇ કોર્ટ મેરેજ કર્યા છે

સ્થિતિ ત્યાં સુધી આવી ગઇ કે અમે પેરેન્ટ્સને કહ્યું કે તેઓ અમારા લગ્નમાં હાજરી ન આપે તેઓએ વેક્સિનની બીજી ડોઝ લીધી નથી. ફેમિલીએ લગ્ન પણ વીડિયો કોલ પર દેખ્યા.

વિરાફના લગ્નમાં તેના મિત્ર આરતી અને નીતિન મિરાની સામેલ હતા. આ સિવાય સાકેત સેઠી આવ્યા હતા જેમને વેક્સિન લઇ લીધી છે. તેઓએ જણાવ્યું કે બન્ને પરિવાર દુઃખી હતા પરંતુ હસતાં ચહેરા પાછળ બધું છૂપાઇ જતું હતું.

વિરાફે આગળ જણાવ્યું કે, સલોની અને મેં ખૂબ ઇચ્છા તો નહોતી રાખી પરંતુ જે પૈસા જમા કર્યા હતા તે તમામ કોવિડ સપોર્ટમાં ડોનેટ કરી દધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *