સ્વાસ્થ્ય

ગરમીમાં મસાલાવાળું ભોજન ખાતા જ જો પેટમાં થવા લાગે છે બળતરા તો અપનાવો આ ઉપાય, નહીં થવું પડે પરેશાન

આપ શેર કરી શકો છો

 

મસાલાવાળુ ભોજન ખાવું ભલો કોને ન ગમે, પણ કહેવાય છે ને કે ઠંડી હેલ્થની મોસમ હોય છે. આ મોસમમાં ભોજન સરળતાથી પચી જાય છે, આહાર પણ વધી જાય છે જ્યારે ઉનાળો સાવ ઉલટો છે. ગરમીમાં ભારે અથવા મસાલાવાળું ખાવાનું ખાતા જ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ એવા ઘણાં મોકા આવે છે કે તમારે ભર ગરમીમાં પણ મસાલેદાળ ભોજન ખાવું પડે છે. એવામાં જો તમે ગભરાય રહ્યાં છે કે ભોજન લેતા જ તમને પેટને લગતી સમસ્યા થવા લાગે છે તો આ વખતે ભારતી ક્લિનિક, સૂરતના ગેસ્ટ્રોલોજિસ્ટ ડો હિમાંશુ જોશીથી જાણીએ એવા ઉપાય વિશે જેને અપનાવવાથી તમારી પેટની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

છાશનું સેવન અવશ્ય કરો : ગરમીની ઋતુમાં જ્યારે પણ તમે મસાલાવાળું ભોજન લો છો તો જમ્યા પછી છાશનું સેવન જરૂર કરો. છાશ પીતા જ તમને રાહત મળશે. છાશ મસાલાવાળું ભોજન પચાવવામાં મદદ કરશે આ માટે જમ્યા પહેલા જ તમારી છાશની વ્યવસ્થા કરી લો. પેટને લગતી કોઈ સમસ્યા નહીં રહે.

મીઠી વસ્તું પણ ખાઓ : ભોજન ખૂબ મસાલેદાર છે તો સાથોસાથ મીઠી વસ્તુ પણ ખાતા જાઓ. મીઠી વસ્તુ ખાવાથી એસિડિટી નથી થતી અને મસાલાવાળું ભોજનથી એસિડીટીની સંભાવનાઓ વધી જાય છે એટલા માટે જો તમે મીઠી વસ્તુ સાથે ખાશો તો સંતુલન બની રહેશે અને પેટમાં બળતરાની સમસ્યા તમને નહી થાય. મીઠું ન પસંદ હોય તો ભલે થોડું ખાઓ પર અવશ્ય ખાઓ અને ધ્યાન રાખો કે જમ્યા પછી કે પહેલા મીઠી વસ્તુ નથી ખાવી, ખાવાનું ખાતા સમય જ મીઠી વસ્તુ પણ ખાવાની છે.

ઉંઘની પાંચ કલાક પહેલા ખાઓ : જો તમે મસાલાવાળુ ભોજન ખાઓ છો તો નિંદરના લગભગ 5 કલાક પહેલા ખાઈ લો જેથી ખાવાનું પચી શકે. જો ખાવાનું ખાતા જ તમે સુઈ ગયા તો નક્કી વાત છે કે તમને એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે અને સવારે ઉઠતા જ તમને પેટ અને માથામાં બળતરા, ખાટા ઓડકાર આવવા લાગશે. આ માટે જો તમે ખાવાનું ટૂંક સમયમાં ખાઈ લેશો તો સુતા પહેલા ઘણીવાર પાણી પીવા જશો અને આ સમસ્યા નહી રહે.

દૂધ- પાણીનું સેવન કરો : જમ્યાના થોડા સમય પછી જો તમને એવું લાગે છે કે પેટમાં બળતરા થઈ રહી છે, ભારીપણું લાગી રહ્યું છે, તો અડધો ગ્લાસ ઠંડુ દૂધ લો, તેમાં અડધો ગ્લાસ ઠંડુ પાણી મિક્સ કરીને થોડું હલાવી પી લો. આમ કરવાથી તમને તાત્કાલિક આરામ મળશે. આમ પણ સામાન્ય મસાલાવાળું ભોજન લીધા પછી જો રાત્રે તમે દૂધ- પાણી પીને ઉંઘો છો તો સવારે ઉઠવા પર તમને પેટને લગતી કોઈ સમસ્યા નહી રહે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *