સ્વાસ્થ્ય

આ બે પીણું અને ખાવ આ ખાસ ફળ ચોક્કસ વધશે તમારી રોગપ્રતિકારક ક્ષમતા

આપ શેર કરી શકો છો

બીમાર પડવાના પાછળ હંમેશા નબળી રોગપ્રતિકારક ક્ષમતા એક ખૂબ મોટું કારણ હોય છે. ગરમીની ઋતુમાં મોટાભાગના લોકો બીમારી પડતા હોય છે. તેમજ ફરીવાર વધતા કોરોનાના કેસ પણ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યાં છે. એવામાં લોકો એકવાર ફરી પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા વિચારી રહ્યાં હશે. ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે. ઈમ્યૂનિટી નબળી પડવી કોઈ બીમારી નથી, પરંતુ એક સમસ્યા છે, જે અનેક બીમારીઓનું કારણ બની શકે છે.

રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ફળનું ખૂબ સેવન કરવું જોઈએ. ફક્ત એટલું જ નહીં શરીરને નિરોગી રાખવા માટે ખૂબ વધું પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી હોય છે. આ ઉપરાંત ખાસ ડ્રિંક્સ પણ તમારી ઈમ્યૂનિટી વધારી શકે છે. તમારા ઘરમાં રાખેલી વસ્તુનો ઉપયોગ કરીને તમે સરળતાથી આ સ્પેશિયલ ડ્રિંક્સ અને અથાણુ બનાવી શકો છો અને તમારી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરી શકો છો.

આદુ, હળદર અને ગાજરનું ડ્રિંક
તેને બનાવવા માટે બધી શાકભાજીને સૌથી પહેલા ધોઈ લો. અજમો, ગાજર, લીંબુ, આદુ અને હળદરને પીસી લો. હવે તેમાં એક ચપટી કાળા મરી નાંખો. બધાંને યોગ્ય રીતે મિક્સ કરી અને પીસી લો. હળદર એક હાઈ એન્ટીઓક્સિડેન્ટ મસાલો છે કારણ કે તેમાં કર્ફ્યૂમિન હોય છે. તેમજ કાળા મરીમાં પેપરિન હોય છે, જે કર્ફ્યૂમિના અવશોષણને વધારે છે. આ ઉપરાંત આદુ સૂકી ખાંસીને રોકવામાં મદદ કરે છે અને તેનો રસ ભોજનને પચાવવામાં પણ મદદ કરે છે. લીંબુ વિટામીન સીનો એક સમૃદ્ધ સ્ત્રોત છે, જે એક એન્ટીઓક્સિડેન્ટ અને ઈમ્યૂનિટી બૂસ્ટર પણ છે. આ વેજીટેબલ જ્યૂસને અવશ્ય પીઓ.

ગાજર અને બીટથી બનાવો પીણું
ગાજર, બીટ, પીસેલું સરસવનો પાઉડર, કશ્મીરી મરી પાઉડર અને પાણી લો. આ બધાંને એક મોટી જારમાં નાંખી અને યોગ્ય રીતે મિક્સ કરી લો. આ જારનું ઢાંકણું ટાઈટથી બંધ કરી દો અને કોઈ ગરમ જગ્યા પર ઓછામાં ઓછા 3 દિવસ માટે છોડી દો. આ ઉપરાંત તમે તેને પૂરા દિવસ માટે પણ તડકામાં છોડી શકો છો. તેનો સ્વાદ ખાટ્ટો હોય છે અને આ 4 થી 5 દિવસ સુધી પી શકાય છે.

તાજી હળદરનું અથાણુ
આમને બનાવવા માટે તાજી હળદર, આદુ, મીઠું, લીંબુ, સરસવનું તેલ, સરસવના દાણાં અને કાળા મરી લો. હળદર અને આદુને યોગ્ય રીતે ધોઈ લો અને લાંબા-લાંબા કટ કરી લો. એક પેનમાં સરસવનુ તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેને એક બાજુ રાખી દો. હવે એક બાઉલમાં લીંબુનો રસ નીકાળો. પેનમાં સરસવના બીજ નાંખો. જ્યારે આ પાકી જાય તો તેને અલગ રાખી દો. સરસવનું તેલ થોડું ઠંડુ પડી જવા પર તેમાં સરસવ અને આદુના મિશ્રણમાં લીંબુનો રસ, મીઠું અને કાળા મરી મિક્સ કરી દો. તેને એવા ડબ્બામાં રાખી દો, જેમાં હવા પણ ન જઈ શકે. હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ જુદા જુદા પ્રકારનો રોગોથી બચાવે છે અને ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *