વાયરલ વિડીઓ

હાથ ગુમાવવા પડ્યાં તો પણ હિંમત ન હારી આ યુવતી, એક દુર્ઘટનાએ બદલી નાંખ્યું જીવન તો પણ આજે લોકો માટે બની પ્રેરણા

આપ શેર કરી શકો છો

સૌ કોઈ લોકોના જીવનમાં એવી દુર્ઘટના સર્જાતી હોય છે કે જે તેને આજીવન યાદ રહેતી હોય છે. અમુક દુર્ઘટનાથી લોકો ડરી જાય છે તો કેટલાક લોકો હિંમતથી તેનો પણ સામનો કરી લે છે અને અંતે જીત તેની જ થાય છે જે હાર નથી માનતા. આજે અમે તમને આવી જ એક નિડર યુવતીની કહાની જણાવીશું, જેણે એક દુર્ઘટનામાં પોતાના બંને હાથ ગુમાવ્યાં પણ હિંમત ન હારી.

કરંટ લાગવાના કારણ ગુમાવવા પડ્યાં બંને હાથ
વાસ્તવમાં અમે જે જાબાંજ યુવતીની વાત કરી રહ્યાં છે તેનું નામ પ્રગતિ છે. પ્રગતિનું નામ જ પ્રગતિ છે તો પછી તેની પ્રગતિ ના જ અટકે. મોરાબાદની નિવાસી પ્રગતિએ વર્ષ 2010માં પોતાના બંને હાથ ખોઈ દીધાં. વીજ વાયરથી કરંટ લાગવાના કારણ પ્રગિત સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ તેના બંને જ હાથ કાપવા પડ્યાં.

હાથ કાપ્યાં છતાં હિંમત અડગ રહી
પ્રગતિને પોતાના બંને હાથ તો ગુમાવવા પડ્યાં પરંતુ તે થંભી નહી અને ન જ તેણે પોતાની હિંમત ગુમાવી. પ્રગતિના જણાવ્યાં પ્રમાણે, તે આજે અન્ય લોકોની જેમ લખી પણ શકે છે. મોબાઈલ પણ ચલાવી શકે છે સાથે જ કમ્પ્યુટર પણ ચલાવી લે છે. હકીકતમાં જોવામાં આવે તો પ્રગતિ જેવા એવા ઘણાં લોકો છે જેના હાથ તથા પગ નથી, તે આગળ વધવાની જગ્યાએ સ્વયંને નબળા સમજવા લાગે છે. ત્યારે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે તમે કોઈથી કમ નથી. પોતાને ક્યારે પણ આવા તે વિચારોમાં ન નાંખો.

બાળકોને ભણાવે છે પ્રગતિ
પ્રગતિ ન ફક્ત લોકો માટે મિસાલ છે, પરંતુ તે તેની સાથે સાથે અન્ય બાળકોને પણ ભણાવે છે. તેનાથી જ તે પોતાનો ખર્ચ નીકાળે છે. તેની સાથે જ તે પોતે બેંકની એન્ટ્રેન્સ માટે પણ તૈયારી કરી રહી છે. તે તેની સાથે અન્ય તમામ કામ કરી રહી છે. ખરેખર આજે પ્રગતિ ઘણાં ખરા લોકો માટે મિસાલ બનીને સામે ઉભરી આવી છે. ખાસ કરીને તે લોકો માટે જે આ પ્રકારની ભયંકર દુર્ઘટના પછી સ્વયંને ખતમ કરી દે છે અને વિચારે છે કે હવે તેમના જીવનનો અંત છે. અંતે એક વાત હંમેશા રાખો કે જો તમારી પાસે હિંમત, તાકત, ધૈર્ય, છે તો તમારી પાસે બધું જ છે અને આ હિંમતથી તમે જીત અવશ્ય પ્રાપ્ત કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *