વાયરલ વિડીઓ

મહિલાએ લોટરીમાં જીત્યા 190 કરોડ, પરંતુ માત્ર આ એક ભૂલના કારણે ફસાય ગયાં આખા પૈસા…

આપ શેર કરી શકો છો

લોટરીની રમત પણ અનોખી રમત છે, જો કિસ્મત સાથ આપી દે તો કોઈપણ રંકથી રાજા સુધી પહોચી જાય છે. એક મહિલા સાથે અત્યંત દુર્ભાગ્ય જેવી ઘટના ત્યારે બની જ્યાં તે લોટરી જીત ચૂકી હતી. તે 190 કરોડની લોટરી જીતી ચૂકી હતી પરંતુ એક ભૂલથી તેને એક પણ પૈસા ન મળ્યો.

વાસ્તવમાં આ મામલો અમેરિકાના કૈલિફોર્નિયાનો છે. અહીં એક મહિલાએ લોટરી ટિકીટ ખરીદી હતી. ગત નવેમ્બરમાં ખરીદેલી આ ટિકીટ પર 26 મિલિયન ડોલર (લગભગ 190 કરોડ રૂપિયા)નું ઈનામ ડ્રો હતો. અત્યારે હાલમાં પૈસા લેવાની અંતિમ તારીખ હતી, પરંતુ કોઈ આ લોટરી પર દાવો કરવા જ ન પહોચ્યું.

190 करोड़ रुपये की लॉटरी

સીબીએસ ન્યૂઝ પ્રમાણે, મહિલાને પહેલા ખબર નહતી પડી કે તે આ લોટરી જીતી ચૂકી છે. જ્યારે તેને ખબર પડી તો ઉતાવળમાં લોટરીના પૈસા લેવા પહોચી ગઈ. પરંતુ જે થયું તેનાથી ન ફક્ત લોટરી નીકાળનારી કંપની મુસીબતમાં ફસાઈ ગઈ પરંતુ ત્યાંના અધિકારી પણ હેરાન રહી ગયાં.

બન્યું એવું કે મહિલાએ જે ટિકીટ પર લોટરી જીતી હતી, તે ધોવાય ગઈ હતી મહિલાએ ભૂલથી ટિકીટને લોન્ડ્રીમાં નાંખી દીધી હતી. તે ટિકીટ ખરાબ થઈ ચૂકી હતી. તે ટિકીટ વગર જ કંપનીએ પૈસા લેવા પહોચી હતી, પરંતુ મહિલાએ એક વસ્તુ યોગ્ય કરી હતી, તેણે આ ટિકીટનો નંબર નોટ કરી લીધો હતો.

190 करोड़ रुपये की लॉटरी

રિપોર્ટ મુજબ, સ્ટોરના કર્મચારીએ જણાવ્યું કે મહિલનું કહેવું હતું કે તેની ટિકીટ ખરીદી અને તેનો નંબર નોંધી લીધો છે. ત્યાર પછી તે તેને પેન્ટના ખિસ્સામાં નાંખીને ભૂલી ગઈ. થોડા દિવસો પછી તેના પેન્ટને લોન્ડ્રીમાં ધોવા માટે આપી દીધુ, જેના કારણે તે ટિકીટ ખરાબ થઈ ગઈ.

ત્યારે આ મામલો કંપનીના મેનેજર સુધી પહોચી ગયો. મેનેજરે જ્યારે તેની તપાસ કરી તો ખબર પડી કે જે દિવસ ટિકીટ વેચવામાં આવી રહી હતી, સીસીટીવી ફુટેજમં તે મહિલા ટિકીટ ખરીદતી જોવા મળી રહી છે. રેકોર્ડ મુજબ, જૈકપોટ નંબર વાળા તે જ દિવસ વેચવામાં આવ્યો હતો. ઘણીવાર ત્યાં ટિકીટ ખરીદવાના કારણથી સ્ટોરના કર્મચારી પણ મહિલાને ઓળખતા હતાં.

મહિલાના દાવા પછી હવે લોટરી કંપની મુસીબતમાં ફસાય ગઈ છે. મામલામાં લોટરી કંપનીના પ્રવક્તા કૈથી જોનસને કહ્યું કે તે મહિલાના દાવાને ના તો સાચો માને છે અને ના જ તો તેને બરતરફ કરે છે, તેની તરફથી આખા મામલોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે પ્રવક્તાના જણાવ્યાં પ્રમાણે, દાવો કરનારા પાસે પૂરાવ હોવા જોઈએ, જેમ કે, લોટરી ટિકીટના ફોટા કાં તો સ્ટોરથી જોડાયેલા ફૂટેજ વગેરે હોવા જોઈએ. મહિલા પાસે અમુક પૂરાવા છે, એટલા માટે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેણે એ પણ જણાવ્યુ છે કે વિજેતાને 26 મિલિયન ડોલરની રમક ક્યારે કેમ આપવામાં આવશે.

જણાવવામાં આવે છે કે જો કોઈનો પણ દાવો લોટરીની રકમ પર સાચો ન પડ્યો તો પૈસા કૈલિફોર્નિયાની જ પબ્લિક સ્કૂલને દાનમાં આપવામાં આવશે, જે સ્ટોરે આ ટિકીટ વેચી હતી તેને પણ બોનસ મળ્યું છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે પહેલી વાર આવું બન્યું જ્યારે ટિકીટનો ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. હાલ આ મામલાની તપાસ કંપનીએ શરૂ કરી દીધી છે. આ કહી ન શકાય કે મહિલાને પૈસા મળશે કે નહીં કઈ પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *