ધાર્મિક લેખ

ભૂલથી પણ કોઈને દાન ન કરો આ 2 વસ્તુ, નહિંતર થઈ જશો એક ઝટકામાં કંગાળ

આપ શેર કરી શકો છો

હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીને પ્રથમ દેવી માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુના પત્ની છે, તેમજ ધન, સંપતિ, શાંતિ અને સમૃદ્ધિના દેવી પણ માનવામાં આવે છે. ખાસકરીને દિવાળીના દિવસ લક્ષ્મી, કુબેર અને ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગાયત્રીની કૃપાથી મળનારા વરદાનોમાં એક માતા લક્ષ્મી પણ છે. દેવી લક્ષ્મી જેના પર ખુશ થાય છે તે દરિદ્ર, દુર્બલ, અસંતોષ તેમજ ગરીબીથી અસરગ્રસ્ત નથી થતા. સ્વચ્છ તેમન સારા સ્વભાવને પણ ‘શ્રી’ કહેવામાં આવે છે. આ સદ્દગુણ જ્યાં હશે ત્યાં લક્ષ્મીનો નિવાસ અવશ્ય હશે.

વિશ્વમાં ઘણા લોકો સાફ-સફાઈના ચક્કરમાં ઘણી વસ્તુ દાન કરી દે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે જ્યોતિષ શાસ્ત્રના અનુસાર તે કઈ વસ્તુ જે ભૂલથી પણ દાન ન કરવી જોઈએ, જેથી તમે તુરંત કંગાળ થઈ શકશો.

આ 2 વસ્તુનુ ન કરો કયારેય દાન

1. સારવણી જો તમારા ઘરમાં સાફ-સફાઈના કામમાં સાવરણી ઉપયોગમાં લેવામાં આવે છે તો પંડિતો અનુસાર કયારેય દાન ન કરવી જોઈએ. આથી ઘરની સુખ-શાંતિ દૂર થાય છે. જો તમે ભૂલથી પણ સાવરણી દાન કરી દીધી હોય તો તમારા ઘરમાં ઝઘડા થવાની સંભાવના વધી શકે છે.

2. ફાટેલા-તૂટેલા કપડા ના કરો દાન કેટલાક લોકો ધર્મ અને પુણ્ય સમજી ફાટલા અને જૂના કપડા ગરીબોને દાન કરી દે છે, પરંતુ આપણું આમ ન કરવું જોઈએ. ફાટેલા અને જૂના કપડા દાન કરવાથી લક્ષ્મીજી ખૂબ નારાજ થઈ જાય છે. તમે ઈચ્છો તો નવા આપી શકો છો, પરંતુ જૂના અને ફાટેલા કપડા કયારેય પણ દાનમાં ન આપો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *