ધાર્મિક લેખ

વિષ્ણુ પુરાણ મુજબ આ 4 મહિલાઓ સાથે ક્યારેય લગ્ન ન કરો, જીવન અને ઘર બંને બર્બાદ થઈ જશે

આપ શેર કરી શકો છો

મનુષ્યના જીવનમાં સોલ સંસ્કારમાંથી એક મહત્વપૂર્ણ સંસ્કાર લગ્ન છે. સુખી લગ્ન જીવન જીવવા માટે સાચા જીવન સાથીની જરૂર હોય છે. લગ્ન માટે એવી યુવતી પંસદ કરવી જોઈએ જે પોતાનો પતિ સાથે પરિવારને પ્રેમભાવથી સંભાળી શકે. વિષ્ણુ પુરાણમાં સ્ત્રીઓના સંબંધમાં અનેક વાતો જાણાવી છે. આ પુરાણમાં 4 એવી સ્ત્રી જણાવી છે, જેની સાથે લગ્ન કોઈ દિવસ ના કરવા જોઈએ, જાણો આ 4 સ્ત્રીઓ કોણ છે.

1. ખરાબ બોલનારી જો કોઈ સ્ત્રી મીઠી વાણી બોલનારી છે, તેમનાથી માતા સરસ્વતી હંમેશા પ્રકટ રહે છે. ખરાબ અને કરવા શબ્દો બોલનારી સ્ત્રીનો સ્વભાવ પણ તેની ભાષા જેમ ખરાબ જ હોય છે. એવી સ્ત્રીના કારણે ઘરમાં અશાંતિ રહે છે. એટલા માટે એવી સ્ત્રી સાથે લગ્ન કયારેય પણ ન કરવા જોઈએ.

2. મોડે સુધી સુવાવાળી મોડે સુધી ઉઘવું આળસુની નિશાની હોય છે. આળસુ સ્ત્રી ઘરને ચોખ્ખું નથી કરી શકતી. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં સાફ-સફાઈ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ઘરમાં ગંદકી હોવાને લીધે ગરીબી વધે છે. સાથે મોડે સુધી નિંદર કરવી અનેક બીમારીનું કારણ બની શકે છે. એટલા માટે આવી સ્ત્રી સાથે પણ લગ્ન ના કરવા જોઈએ.

3. માતા અથવા પિતા પક્ષની તરફ કોઈ સગપણ હોય કોઈ પણ વ્યક્તિને એ સ્ત્રી સાથે કયારેય ના લગ્ન કરવા જોઈએ, જેનો આપણાં માતા અથવા પિતાની તરફથી કોઈ સંબંધ હોય. શાસ્ત્રોમાં પરસ્પર સગા અથવા એક જ ગોત્રમાં લગ્ન કરવા મનાય છે. આથી જેનેટિર બિમારી થવાની સંભાવના રહે છે. જે સ્ત્રીથી માતા પક્ષથી પાંચમી પેઢી સુધી અને પિતા પક્ષથી સાતમી પેઢી સુધી સગું હોય, તેની સાથે લગ્ન ના કરવા જોઈએ.

4. દુષ્ટ પુરૂષથી સંબંધ રાખનારી દુષ્ટ પુરૂષ સાથે સ્ત્રીએ સંબંધ ના વધારવો જોઈએ. આમ કરવાથી તે ગમે ત્યારે કોઈ પણ મુસીબતમાં ફસાઈ શકે છે. દુષ્ટ પુરૂષ તે સ્ત્રીનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરી શકે છે. તેની સંગતમાં રહેનારી સ્ત્રીનો સ્વભાવ પણ આવો જ હોય છે. આવા સ્વભાવના કારણ તેના ચરિત્રમાં પણ દોષ આવે છે. તેથી આવી યુવતી સાથે લગ્ન કોઈ દિવસ ના કરવા જોઈએ, જે દુષ્ટ પુરૂષ સાથે સંબંધ રાખતી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *