ધાર્મિક લેખ

દવાઓ લેતા સમય કે પ્રવાસ પર જતા સમય ભગવાન વિષ્ણુન કયા નામથી યાદ કરવા જોઈએ, જાણો અહી…

આપ શેર કરી શકો છો

ધર્મ ગ્રંથોમાં ભગવાન વિષ્ણુણ અસંખ્ય નામ જણાવવામાં આવ્યાં છે. એક સ્તુતિમાં જણાવવામાં આવે છે કે મનુષ્યને કઈ અવસ્થાઓમાં ભગવાન વિષ્ણુનું કયાં નામથી સ્મરણ કરવું જોઈએ, તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઔષધે ચિંતયતે વિષ્ણું, ભોજન ચ જનાર્દનમ
શયને પદ્મનાભં ચ વિવાહે ચ પ્રજપતિં
યુદ્ધે ચક્રધરં દેવં પ્રવાસે ચ ત્રિવિક્રમં
નારાયણં તનુ ત્યાગે શ્રીધરં પ્રિય સંગમે
દુ:સ્વપ્ને સ્મર ગોવિન્દં સંકટે મધુસૂદનમ્
જલ મધ્યે વરાહં ચ પર્વતે રધુનન્દનમ્
ગમને વામનં ચૈવ સર્વ કાર્યેષુ માધવમ્
ષોડશ એતાનિ નામાનિ પ્રાતરૂત્થાય ય : પઠેત
સર્વ પાન વિનિમુક્તે, વિષ્ણુલોક મહિયતે

અર્થાત- દવા લેતા સમય- વિષ્ણુ
ભોજન સમય- જનાર્દન
સૂતા કરતા સમય-પદ્મનાભ
લગ્ન સમય- પ્રજાપતિ
યુદ્ધ સમય-ચક્રધર
પ્રવાસ સમય- ત્રિવિક્રમ
શરીર છોડતા સમય- નાયારણ
પત્ની સાથે- શ્રીધર
નિંદરમાં ખરાબ સ્વપ્ન આવતા સમય- ગોવિંદા
સંકટ સમય- મધુસૂદન
જંગલમાં સંકટ સમય- નૃસિંહ
અગ્નિના સંકટ સમય-જલાશયી
જળમાં સંકટ સમય- વારાહ
પર્વત પર સંકટ સમય- ધુનંદન
મુસાફરી કરતા સમય-વામન

અન્ય તમામ કામ કરતા સમય- માધવ નામથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *