વાયરલ વિડીઓ

શું આપ જાણો છો કે હિન્દુ ધર્મમાં કુમકુમ અને હળદરનું મહત્વ શું છે ?

આપ શેર કરી શકો છો

કુમકુમ કે કંકુ કે સિંદૂર એવો પદાર્થ છે કે જેને હિન્દુ પરિણીત સ્ત્રીથી જુદો નથી કરી શકાતો. પ્રાચીનકાળથી જ પરિણીત સ્ત્રી પોતાનાં માથે બિંદી કે કુમકુમ લગાવી રહી છે અને કુમકુમને બનાવવામાટે મુખ્યત્વે હળદર તથા પ્રાકૃતિક કપૂરની આવશ્યકતા હોય છે.

જ્યારે હળદરની વાત આવે છે, તો હિન્દુ ધર્મમાં આ એક અન્ય મહત્વનો પદાર્થ છે કે જેની જરૂરિયાત હિન્દુ ધર્મની ધાર્મિક રસમો સમયે હોય છે. અહીં સુધી કે હળદરનો ઉપયોગ ગણએશ પૂજન માટે ભગવાન ગણેશની મૂર્તિ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

હળદરનાં અન્ય ઘણા મહત્વો પણ છે; જેમ કે આરોગ્ય માટે તે ખૂબ લાભકારક છે. એક પ્રાકૃતિક એંટીસૅપ્ટિક હોવાનાં કારણે તેનો ઉપયોગ કટ્સ કે બર્ન્સની સારવારમાં તથા અનેક આંતરિક આરોગ્ય સમસ્યાઓની સારવારમાં કરવામાં આવે છે. કુમકુમ અને હળદરનાં અન્ય મહત્વો જાણવા માટે આગળ વાંચો.

આપે સામાન્યતઃ જોયું હશે કે હિન્દુ લગ્નોમાં હળદરની રસમ હોય છે. તેમાં દુલ્હનને હળદરની પેસ્ટ લગાવવામાં આવે છે. આ રસમનો ઉદ્દેશ દુલ્હનને તમામ પાપોમાંથી મુક્ત કરવો તથા લગ્નની તમામ રસમો માટે તૈયાર કરવો હોયછે.

સામાન્ય ધારણા મુજબ સૂર્ય હળદર સૂર્ય, સારા ભાગ્ય અને પ્રજનન ક્ષમતાનું પ્રતીક છે. વ્યક્તિનાં આત્મ ગૌરવ તથા સમ્પૂર્ણ સમૃદ્ધિનું પણ પ્રતીક છે. એ જ કારણ છે કે દરેક પવિત્ર પ્રસંગે કાયમ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *