ધાર્મિક લેખ

જાણો, સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનાં ફાયદાઓ અને નિયમો…

આપ શેર કરી શકો છો

અગ્નિ પુરાણ અનુસાર, જે વ્યક્તિ એક વર્ષ સુધી કોઈ મંદિર અથવા બ્રાહ્મણના ઘરે દીવો કરે છે, તેને બધું જ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે, જે વ્યક્તિ ચતુર્માસ, અધિકમાસ અથવા અધિકમાસની પૂર્ણિમાના દિવસે મંદિર અથવા પવિત્ર નદીના કિનારે દીવો કરે છે તેને વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જ્યાં સુધી દીવો બળતો હોય ત્યાં સુધી ભગવાન પોતે ત્યાં હાજર હોય છે, તેથી ત્યાં માંગેલી ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે.

દીવાથી આપણને જીવનમાં ઉર્ધ્વગામી રહેવાની, ઉંચાઈએ ચઢવાની અને અંધકારને દૂર કરવાની પ્રેરણા મળે છે. આ સિવાય, દીપકથી બધા પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય અને સુખમાં વધારો થાય છે. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જંતુઓથી શુદ્ધ થઈ જાય છે. પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાનો હેતુ એ છે કે, ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનતાના અંધકારને દૂર કરે અને જ્ઞાનરૂપી પ્રકાશ આપે.

ધ્યાનમાં રાખો કે, જો માટીના કોડીયામાં દીવો પ્રગટાવો છો, તો કોડિયું સ્વચ્છ હોવો જોઈએ. તૂટેલા કોડિયામાં દીવો કરવો એ પૂજા માટે અશુભ અને પ્રતિબંધિત માનવામાં આવે છે.

દીવો પ્રગટાવવા વિશે એવું કહેવામાં આવે છે કે, સમાન (બેકી) સંખ્યામાં દિવા પ્રગટાવવાથી ઉર્જાનો સંચાર નિષ્ક્રિય થઈ જાય છે, જ્યારે વિષમ (એકી) સંખ્યામાં દીવા પ્રગટાવવાથી વાતાવરણમાં હકારાત્મક ઉર્જા ઉત્પ્ન્ન થાય છે આજ કારણથી ધાર્મિક કાર્યો હંમેશા વિષમ (એકી) સંખ્યામાં દીવા પ્રગટાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *