ધાર્મિક લેખ

આ 5 દિવસ હોય છે હનુમાનજીની પૂજા માટે સૌથી શુભ ભક્તોની દરેક ઈચ્છાઓ થાય છે પૂર્ણ…

આપ શેર કરી શકો છો

નિત્ય નિયમના સમય પર આ નામ લેનાર વ્યક્તિ પરિવારીક સુખોથી તૃપ્ત હોય છે. રાતે સુતા પહેલાબજરંગીબલીનું નામ લેનાર વ્યક્તિ શત્રુજિત હોય છે. આ બાર નામોનું નિરંતર જાપ કરવાથી વ્યક્તિની હનુમાનજી દશે દિશાઓ અને આકાશ-પાતાળથી રક્ષા કરે છે. મંગળવારના દિવસે લાલ સાહીથી ભોજપત્ર પર આ બાર નામ લખીને તાવીજમાં બાંધવાથી ક્યારેય માથાનો દુખાવો નહીં થાય. ગળા કે હાથની બાહુમાં તાંબાનું તાવીજ વધારે ઉત્તમ છે.આપડે સૌ જાણીએ છીએ કે પરમ ભક્ત હનુમાન ચાલીસા અને બજરંબાણ ના પાઠ કરવાવાળા ભક્તો ને સુખ અને ધન ની પ્રાપ્તિ થાય છે.

મંગળવાર.આ દિવસે હનુમાનજીની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઇએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ તમામ સંકટથી મુક્તિ મળશે. દેવાથી છુટકારો મળશે, કાર્ય સિદ્ધિ અને મંગળ દોષથી મુક્તિ મળશે મંગળવાર નો દિવસ બજરંગબલીનો દિવસ હોય છે. હિન્દૂ ધર્મમાં હનુમાનજીનું ઘણુ મહત્ત્વ છે.

હનુમાન જ્યંતિ.ભગવાન હનુમાનની ઉપાસના માટે હનુમાન જયંતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષમાં બે વાર હનુમાન જયંતિની ઉજવણી થાય છે હનુમાન જયંતિ ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને કારતક કૃષ્ણ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. ચૈત્ર શુક્લ પૂર્ણિમા પર હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અને કારતક કૃષ્ણ ચતુર્દશીએ જ્યારે તેઓએ ફળ સમજીને સૂર્યને ગળી ગયા.આ બંને તિથિએ હનુમાન જીની પૂજા કરવાથી વ્યક્તિને ભય અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે અને વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.

ત્રયોદશી તિથિ.માગશર માસની શુક્લ પક્ષની ત્રયોદિશી તિથિએ હનુમાનજીની પૂજા કરવી જોઇએ.પૂર્ણિમા અને અમાસ.હનુમાનજીની પૂજા માટે પૂર્ણિમા અને અમાસને ખાસ માનવામાં આવે છે. આ તિથિ પર ચંદ્રદોષ, દેવદોષ, માનસિક અશાંતિ, ભૂત-પિશાચ અને દુર્ઘટનાથી બચવા કરેલી પૂજા ફળ આપે છે. મિત્રો જો તમે પણ આ દિવસે હનુમાનજીની પૂજા કરો છો તો તમારે અમુક ખાસ વસ્તુનું ધ્યાન રાખવુ જોઇએ જેમ કે મીઠું વર્જિત.જે લોકો હનુમાનજી ની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેને આ દિવસે મીઠુંનો સેવન નહી કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળ્યુંનો સેવન ન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *