ધાર્મિક લેખ

જાણો રામદેવજી આ ભવ્ય મંદિર વિશે જે 20 કરોડના ખર્ચે કર્યું હતું નિર્માણ, જુઓ અંદરનો આ ભવ્ય નજારો…

આપ શેર કરી શકો છો

અલખના ધણી, પશ્ચિમી ધરાના પાદશાહ તરીકે પ્રસિદ્ધ રામાપીર પશ્ચિમ ભારતના રાજસ્થાન, ગુજરાત, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે પ્રદેશોમાં અલખના આરાધક અને નિજારધર્મ મહાન ધર્મોના મહાન પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ છે.મિત્રો આજે આ લેખમાં અમે તમને રામદેવજી મહારાજના મંદિર એવા રામદેવરા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં દર્શન માત્રથી દરેક લોકોની માનતાઓ પૂર્ણ થાય છે.

આ ઉપરાંત બાડમેર જીલ્લામાં 110 ફુટ ઉંચાઇ અને 35 ફુટ ઊંડાઈ ધરાવતું પ્રથમ મંદિર બન્યું છે.ગુજરાત સહિતના દાતાઓએ સહયોગ આપ્ય, બાબા રામદેવપીર ના જન્મ સ્થળ ઉપર નવનિર્માણ પામેલ મંદિર નું કામ સતત 10 વર્ષની મહેનત બાદ અને રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર થયું છે.

જેમાં રાજસ્થાન સહિત ગુજરાત, હરિયાણા અને પંજાબના દાતાઓએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે સહયોગ આપ્યો છે તેમ બાબા રામદેવપીર અવતાર ધામ મંદિર વિકાસ સમિતિ રામદેરીયા (ઉંડુ કાશ્મીર) આજીવન સભ્ય જીતેન્દ્ર ટાંકે જણાવ્યું હતું.

ઇ.સ.ની ૧૪-૧૫ સદી દરમિયાન વહેતાં થયેલ મઘ્યયુગીન ભકિતઆંદોલન વખતે સંત કબીર, ગુરુનાનક, સંત રૈદાસ તેમજ દાદુભગત વગેરેએ સંતની આરાધના દ્વારા હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેના જાતિગત ભેદભાવો ઉલ્મુલન કરીને સમાજ સુધારણા ક્ષેત્રે અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.

લગભગ એ જ અરસામાં ભગવાન રામદેવજી મહારાજે પણ પિશ્ચમ ભારતમાં સમગ્રપણે હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવા તેમજ સ્પર્શા-સ્પર્શના ભેદભાવ દૂર કરી સમાજમાં સમરસતા સ્થાપવામહત્ત્વની કામગીરી બજાવી હતી અને આને જ પોતે નિજ કેનિજિયા ધર્મ કહેતા હતા. ભગવાન રામદેવજી ગરીબોના તેમજ તેમના ભકતોના બેલી હતા.

બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા.

ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહપીરનુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *