ધાર્મિક લેખ

હજારો વર્ષો પહેલા કઈ આવી રીતે આ શિવલિંગ પહોંચી ગયું હતું આફ્રિકા,જાણો વિગતવાર…..

આપ શેર કરી શકો છો

શિવ નો અર્થ થાય છે કલ્યાણ કરનારા અને લિંગ નો અર્થ થાય છે બનાવનાર. તેથી શિવલિંગ પૂજામાં આપને આપના સંપૂર્ણ જગતના નિર્માતા સર્વ શક્તિમાન શિવની પૂજા કરે છે. શિવલિંગ ભગવાન શિવની નિરાકાર રૂપ ની મહિમા ને દર્શાવે છે. શિવ આદિ, અનાડી છે અને અંત પણ છે. સંપૂર્ણ જગતનો આધાર છે શિવ. સંપૂર્ણ બ્રહ્માંડ લિંગ રૂપમાં છે અને જલધારી પૃથ્વી છે. શબ્દોના ઘણા અર્થ છે.

કોટી નો અર્થ પ્રકાર પણ થાય અને કરોડ પણ થાય છે. એવી જ રીતે લિંગ શબ્દ ના અર્થ પણ ઘણા બધા થાય છે. તેને શિવલિંગ ના સબંધમાં જનનાંગ ના લેવો જોઈએ.શિવલિંગ સમસ્ત ઉર્જા નો પરિચાયક છે. સંપૂર્ણ બ્રહ્માંડની આકૃતિ શિવલિંગ સમાન છે સમગ્ર સંસારની ઉર્જા શિવલિંગમાં નિહિત છે.

દુનિયાને બચાવવા તેમણે ઝેર પીધું હતું અને તેથી જ તેમને નિલકંઠ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે, તેમનો વાસ કૈલાશ પર્વત છે. હવે વિચારો કે, હિન્દુઓના દેવ ગણાતા ભગવાન શંકર આફ્રિકામાં પહોંચી જાય તો? હા, તમને માન્યામાં નહીં આવે પણ ભગવાન શિવનું પ્રતિક શિવલિંગ 6 હજાર વર્ષથી આફ્રિકામાં સ્થાપિત છે.

સંશોધકો પણ અચરજમાંઆફ્રિકા એશિયા બાદ દુનિયાનો સૌથી મોટો ખંડ છે. દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે એક ગણરાજ્ય છે. યૂરોપિયન લોકોના આગમન દરમિયાન અહીં રહેનારા મોટાભાગના લોકો આદિવાસી હતા, જે આફ્રિકાના જુદા-જુદા વિસ્તારોમાંથી વર્ષો પહેલા આવ્યા હતા. આમ તો શિવજીના મંદિર વિશ્વના દરેક ખૂણે છે પણ આફ્રિકામાં હિન્દુ ધર્મ 6 હજાર વર્ષ પહેલા પણ પ્રચલિત હતો તે અચરજ પમાડે તેવી વાત છે.

સા.આફ્રિકામાં સૌથી ઊંચી શિવ પ્રતિમાનું અનાવરણસાંકેતિક તસવીર સાઉથ આફ્રિકાના સુદ્વારા નામની એક ગુફામાં પુરાતત્વવિદોને મહાદેવની 6 હજાર વર્ષ જૂનું શિવલિંગ મળ્યું, જે ગ્રેનાઈટ પત્થરમાંથી બનેલું છે. સંશોધકો પોતે એ વાતથી દંગ છે કે, આટલું જૂનું શિવલિંગ હજુ સુધી કેવી રીતે સચવાયેલું છે. હાલમાં જ દુનિયાની સૌથી ઊંચી શિવશક્તિ પ્રતિમાનું અનાવરણ પણ સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું છે. 10 કલાકારોએ 10 મહિનાની સખત મહેનત બાદ આ પ્રતિમા તૈયાર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *