આંખોનો સોજો દૂધથી દૂર કરવાની 5 રીતો,જાણો એક ક્લિક માં…
નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ફૂલેલી થાકથી ભરેલી અને ચઢેલી આંખો કોઈ પણ વ્યક્તિની સુંદરતાને નકામી બનાવી શકે છે ઊંઘ પૂરી ન થઈ શકવી કોઈ બીમારી હોવી ચેપ થવો વગેરેનાં કારણે ઘણી વાર આંખો ફૂલી જાય છે કે જે ચહેરાને ભદ્દો બનાવી દે છે.
શું તમારી આંખોના કારણે તમે થાકેલા અને ઘરડા દેખાઓ છો જો આંખો થાકેલી હોય અને સૂજી ગઈ હોય તો ફ્રેશ દેખાવું અશક્ય છે તે સ્ટ્રેસ અને થાકની નિશાની છે કઈ રીતે આંખની નીચેના ડાર્ક સર્કલ્સ અને સોજાને દુર કરી શકાય છે ચાલો જાણીએ.જો સમયસર પોતાની આંખોની દ્રષ્ટિ અને એમાં પરેશાનીઓના કારણો પર ધ્યાન આપવામાં ન આવે તો તકલીફો વધી જાય છે. એવામાં ઘણા કિસ્સામાં આંખોનું ઓપરેશન કે દવાનો ઉપયોગ કરીને પણ આંખોની દ્રષ્ટિ પાછી યથાવત નથી થઇ શકતી. જો કે કેટલાક ઘરેલુ ઉપાય છે કે જેના દ્વારા આંખોની આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
આજે અમે આપને બતાવીશું કે ફૂલેલી આંખોને દૂધનો ઉપયોગ કરી કઈ રીતે સાજી કરી શકાય છે દૂધમાં અનેક ઔષધિય ગુણો હોય છે કે જે ત્વચાન સુંદર બનાવવાની સાથે-સાથે આંખોને પણ સારી બનાવી દે છે.દૂધને આંખોમાં નાંખવાની નહીં પણ ઉપરથી લગાવવની જરૂર હોય છે તેથી ગભરાવવાની જરૂર નથી આવો જાણીએ દૂધનો ઉપયોગ કરી કઈ રીતે સોજો ચઢેલી અને ફૂલેલી આંખોને સાજી કરી શકાય.
મિલ્ક આઈક્યૂબ.બરફ જમાવવાની ટ્રેમાં મિલ્ક નાંખી નાના-નાના ક્યૂબ્સમાં જમાવી લો અને તે ક્યૂબને કાઢી કોઇક કપડામાં લઈ આંખો પર સેક કરો. તેનાથી ખૂબ આરામ મળશે.કૉફી પાવડર સાથે મિલ્ક.એક ચમચી કૉફી પાવડર લો અને બે ચમચી કાચુ દૂધ લો. તેને મેળવી લો અને આંખો પર નીચેની તરફ લેપ કરો. 5થી 10 મિનિટ બાદ ધોઈ લો. આ રીતે આંખોનો સોજો જતો રહેશે.ઠંડુ દૂધ.એકદમ ચિલ્ડ ઠંડુ દૂધ લો અને તેને કૉટન બૉલમાં ડુબાડી આંખો પર સેક કરો.
સ્ટ્રૉબેરી સાથે મિલ્ક.સ્ટ્રૉબેરીના સ્લાઇસ કરી લો અને મિલ્ક સાથે પલાડી આંખો પર રાખી લો. આરામ મળી જશે.નારંગીની છાલનાં પાવડર સાથે મિલ્ક.નારંગીની છાલનું પાવડર લો અને દૂધ સાથે તેને મેળવી આંખો નીચે લગાવો. તેનાથી કાળા ડાઘા દૂર થઈ જશે અને આંખોમાં સોજો પણ નહીં રહે.
મિત્રો જાણીએ અન્ય ઉપાય વિશે.લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં મિશ્રણ કરી એક-એક કલાકના અંતરે આંખોમાં આંજવાથી અને હળવો શેક કરવાથી એક જ દિવસમાં આવેલી આંખોમાં રાહત થઇ જાય છે.એક ચપટી શુદ્ધ ફટકડીને બે ચમચા ગુલાબ જળમાં બરાબર ઘૂંટી એક-બે ટીપા થોડી થોડી વારે આંખમાં આંજતા રહેવાથી આંખ આવવાનો ચેપીરોગ ધીરે-ધીરે દૂર થવા લાગે છે.ગાયનું માખણ આંખો પર ચોપડવાથી બળતરા મટે છે.આંખો ખૂબ બળતી હોય લાલ રહેતી હોય તો ગુલાબજળનાં ટીપાં નાખવાથી લાભ થાય છે.20 ગ્રામ દ્રાક્ષ ને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, સાકર મેળવી પીવાથી આંખોની ગરમી અને બળતરા મટે છે.
થોડાક સમય માટે બટાકાને ફ્રીજમાં મુકો પછી તેને બે ભાગમાં કાપો. આંખો બંધ કરીને બંને ફાળિયા આંખ પર મૂકો. 15-20 મિનીટ મુકી રાખો. આંખ નીચે સોજા આવી ગયા હશે તો આમ કરવાથી તમને દેખીતો ફાયદો જોવા મળશે.જો તમારી આંખો હંમેશા સુજી જતી હોય તો આ ઉપચાર ચોક્કસ અપનાવવા જેવો છે. કોટનને ઠંડા દૂધમાં ડિપ કરો અને આંખની ભંવર પર 20-30 મિનીટ માટે મૂકી રાખો. આનાથી આંખને ઠંડક પણ મળશે.
એક વાડકામાં ઠંડુ પાણી લો અને તેમાં વિટામિન Eનાં તેલના થોડાક ટીપા નાખી મિક્ષ કરો. કોટન પેડને તે મિક્ષ્ચરમાં ડિપ કરીને 20 મિનીટ માટે આંખ પર મૂકો. તેનાથી આંખ નીચેનો સોજો ઓછો થઈ જશે.કાકડીએ આંખની નીચેના સોજાને દૂર કરવા માટેનો અદ્દભુત ઈલાજ છે. કાકડીની 2 સ્લાઈસને આંખ પર 25 મિનીટ માટે મુકી રાખો. અને રિલેક્સ થઈને થોડીક વાર સુઈ જાઓ. આનાથી તમારું મગજ અને આંખો બંનેને ઠંડક મળશે.બે ટી બેગ્સને ઠંડા પાણીમાં મુકીને ફ્રીજમાં મુકો. ત્યારબાદ બંનેને આંખો પર 25-30 મિનીટ માટે રાખો. રિલેક્સ કરો અને અંતે ઠંડા પાણી સાથે મોઢું અને આંખ ધોઈ નાખો.
એક ગ્લાસ આઈસ્ડ વોટર અને ચાર સ્ટેનલેસ સ્ટીલની ચમચીઓની મદદથી તમે આંખની નીચેના સોજા દૂર કરી શકો છો. ચમચીને પાણીમાં ઠંડી કરો અને આંખની નીચે મૂકો. ચમચીઓને બદલતાં રહો જેથી ચમચી ઠંડી થતી રહે. જ્યાં સુધી સોજા ઉતરી ના જાય ત્યાં સુધી આ કરો.બ્રશની મદદથી ઈંડાની સફેદીને આંખોની આજુબાજુ લગાવો. તેનાથી આંખની નીચેનો ભાગ ટાઈટ થશે અને સોજા પણ ઓછા થશે. 20 મિનીટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો શક્ય હોય તેટલું પાણી પીઓ. અને જ્યારે પણ તમને લાગે કે આંખ નીચે સોજા થઈ રહ્યા છે, ત્યારે ગ્લાસ ભરીને પાણી પી લો.
આંખોની નીચેના કાળા ભાગ પર સરસિયાના તેલનું માલિશ કરવાથી અને સૂકા આમળાં અને સાકરનું ચૂર્ણ સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દૂર થાય છે.કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દિવસમાં જ આંખો નીચેના કાળા કુંડાળા દૂર થાય છે.બટાટાના રસમાં બે ત્રણ ટીપાં, ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂના પૂમડા બોળી આંખ ઉપર મૂકવાથી આંખો નીચેના કાળા કુંડાળા દૂર થાય છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.