ગેસ, એસીડીટી, બળતરા અને પેટનું ઇન્ફેકશન મટાડવાનો જોરદાર દેશી ઈલાજ, બાળકોથી લઈ વૃદ્ધોનો પણ પેટનો દુખાવો કરશે દુર…

આપણને જ્યારે પણ પેટનો દુખાવો થાય ત્યારે આપણે પેઇનકિલર લઈ લઈએ છીએ અને પેટના દુખાવાને દૂર કરીએ છીએ, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આવી પરિસ્થિતિમાં પેટના દુખાવાને દૂર કરવા માટે આ દેશી ડ્રિંકનુ સેવન કરી શકીએ છીએ.

બાળકોમાં પેટનો દુખાવો થવો ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને મોટા ભાગના લોકોને પણ આ તકલીફ સહન કરવી પડે છે. પેટના દુખાવાના અમુક કારણોમાં એક નજર નાખીએ તો તેમાં સામેલ છે, ખરાબ મેટાબોલિઝમ, એસિડિટી, પેટમાં ઇન્ફેક્શન, પેટમાં સોજો અને ફૂડ પોઇઝનિંગ. પરંતુ અમુક ગંભીર કારણો છે જેમાં પેટનો દુખાવો થોડો સામાન્ય હોય છે. જેમાં આપણને દવા અને પેઇનકિલરની જરૂર પડતી નથી. મોટા હોય કે નાના દરેક વ્યક્તિ માટે પેટના દુખાવાનો અહીં દેશી ઉપચાર જણાવવામાં આવ્યો છે. આપણે જાણીશું તેને બનાવવાની રીત અને તેને પીવાના ફાયદા.

પેટના દુખાવાને દૂર કરતું દેશી ડ્રિંક : પેટના દુખાવાને દૂર કરતા આ દેશી ડ્રિંકને બનાવવા માટે તમારે વધુ કંઇ જોઈશે નહીં, પરંતુ તમારે તમારા રસોઈમાં વપરાતી અમુક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે.

આ ડ્રીંક બનાવવા માટે સૌપ્રથમ એક વાસણ લો અને તેમાં 2 કપ પાણી નાખો. હવે તેમાં એક ચમચી જીરૂં નાખો. એક ચમચી વરીયાળી નાખો. હવે તેમાં એક ચપટી અજમો નાખો. 4 લવિંગ નાખો અને 4 મરી નાખો. હવે આ બધાને પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દો. ઉકાળ્યા બાદ જ્યારે પાણી એક કપ જેટલું થઈ જાય ત્યારે તેને ગાળો. હવે તેને દિવસમાં લગભગ ત્રણ વખત પીવો.

આ ડ્રિંકના ફાયદા વિશે વાત કરીએ તો તે આપણા પેટને ખૂબ જ આરામ પહોંચાડે છે તેની સાથે જ તેને પીવાના ઘણા બધા ફાયદા પણ છે.
1) પેટના ઇન્ફેક્શનને ઓછું કરે છે : વરીયાળી, જીરૂ અને અજમો પેટના દુખાવાને ઓછા કરવામાં મદદ કરે છે અને તેમાં અમુક એવા ગુણ જોવા મળે છે જે પેટ માટે ખૂબ જ ગુણકારી અને સારા હોય છે. તે એન્ટી બેક્ટેરિયલ હોય છે. તેની સાથે અજમો એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે ઈન્ફેક્શનમાં થતા દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.

2) પેટની બળતરાને ઓછી કરે છે : પેટની બળતરાને ઓછી કરવા માટે એક ચપટી અજમો અને વરિયાળી ખુબ જ ફાયદાકારક હોય છે. અજમો તમારા પેટના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે અને એસીડીટી તથા બળતરાને ઓછી કરે છે. તેની સાથે જ આ ડ્રિંક પેટના અલ્સરને પણ શાંત કરે છે અને દુખાવામાં રાહત અપાવે છે.

3) ઉબકા ઓછા કરે છે : મહિલાઓને પેટ ફૂલી જાય ત્યારે અથવા પીએમએસના લક્ષણોને ઓછાં કરવા માટે આ ટ્રેઈન ખૂબ જ ફાયદાકારક છે તે મેટાબોલિઝમને યોગ્ય કરે છે અને બોવેલ મુવમેન્ટ યોગ્ય રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તેની સાથે જ તેનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ પેટના સોજાને ઓછો કરે છે અને ઉબકાની સમસ્યા દૂર કરે છે.

4) એસિડિટી ઓછી કરે છે : આ ડ્રિંકમાં જો તમે મીઠુ ઉમેરીને પીસો તો તે એસિડિટીને ઓછી કરી શકે છે અને તેની સાથે જ તમે આ ડ્રિંકમાં લીંબુ અને સંચળ પણ ઉમેરી શકો છો તે એસિડિટીને ઓછું કરવા માટે મદદરૂપ છે. તે જર્ડના લક્ષણોથી છુટકારો અપાવે છે અને તે પેટના પીએચ લેવલને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. આ રીતે તે એસિડિક બાઈલ જ્યુસને ન્યુ્ટ્રલ બનાવે છે અને એસિડિટીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

આ સિવાય આ ડ્રિંક વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને આપણી ચરબીને પચાવવામાં મદદ કરે છે. આ રીતે શરીરમાં જમા થયેલી ચરબીને ઓછી કરી વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે જો તમને કોઈપણ પેટનો દુખાવો હોય તો આ દેશી નુસખાને જરૂરથી અપનાવી શકો છો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *