આ ઉપાય છે ખુબજ ખાસ ઘરગથ્થુ રીતેજ ચામડી થઈ જશે સફેદ…
મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઘણી વખત યુવતીઓ તેમનાં ચહેરાની સુંદરતા પર વધુ ધ્યાન આપે છે જ્યારે તેમનાં હાથ અને પગની સુંદરતાને ભૂલી જાય છે. એવામાં કોણ અને ઘૂંટણ, પગની આંગળીઓ અને ઘુંટી વધુ પડતી કાળી પડી જાય છે આવા સમયે જો ક્યારેક શોર્ટ્સ કે સ્લિવલેસ પહેરવાનું આવે ત્યારે તેઓ શરમ અનુભવે છે. તેથી જ જો કેટલીક બાબતોની કેર કરવામાં આવે તો આ કાળી પડેલી ત્વચાને ફરી સુંદર બનાવી શકાય છે.
ટામેટું. જ્યારે પણ શરીરનો કોઇ ભાગ વધુ પડતો કાળો પડી ગયો હોય જેમ કે, કોણી ઘુંટણ કે પછી પગની આંગળીઓ કે ઘુંટી ત્યારે તેનાં પર જો નિયમિત 10 દિવસ સુધી દરરોજ ટામેટાને છીણીને તેનાં પલ્પથી માલિશ કરવામાં આવે તો કાળી પડેલી ત્વચા નીખરી ઉઠે છે.હળદર અને દૂધ- કોણી અને ઘુંટણની ત્વતા સુંદર બનાવવા માટે હળદર, દૂધ અને મધથી બનાવવામાં આવેલ પેક ખૂબ ફાયદાકારક છે. તેને બનાવવા માટે ત્રણ ચમચી હળદરમાં એક ચમચી મધ અને બે ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 20 મિનિટ તમારી કાળી ત્વચા પર લગાવ્યા બાદ પાણીથી સાફ કરી લો.એલોવેરા અને બેકિંગ સોડા. લાંબા સમયથી ધ્યાન ન આપવાના કારણે કોણી કાળી પડી જાય છે. તેને માંટે તમારે કોણી પર એલોવેરા જેલ લગાવી સૂકાવા દો. હવે એક ચમચી સોડામાં એક ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણ લગાવ્યા બાદ પેસ્ટથી કોણી પર મસાજ કરો. હવે કોણીને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામા 3-4 વખત આ ઉપાય કરવાથી કોણી પરની કાળાશ દૂર થઇ શકે છે.લીંબુ અને મધ.ઘુટણ કે કોણીની કાળી પડેલી ત્વચાને પહેલાં જેવી કરવા માટે લીંબુ અને મધનો ઉપાય અજમાવી શકો છો. લીંબુ ક્લીંઝરનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા કોણી પર લીંબુ અને મધનું મીશ્રણ લગાવો. અને તેનાંથી મસાજ કરો. તેને અડધો કલાક સુધી રાખ્યા બાદ તેને ચોખ્ખા પાણીથી ધોઇ નાંખો.
એલોવેરા તમારી ત્વચા માટે કેટલું ફાયદાકારક છે તે તમને કહેવાની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે ગળા, બગલ અને કોણીનો કાળાશ દૂર કરવા માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. એલોવેરા ત્વચાને નરમ પાડે છે અને હાઇડ્રેટ કરે છે, જે ત્વચાને શુદ્ધ કરે છે.એલોવેરાથી કાળાશ દૂર કરવા માટે, એક કપ ગરમ પાણીમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો, બંનેને મિક્ષ કર્યા પછી, તેને કોટનની મદદથી ગળા, બગલ, કોણી પર લગાવો. તેને 20 મિનિટ બેસવા દો, પછી તેને હળવા પાણીથી ધોઈ લો.હળદર.હળદર એ ભારતીય રસોઈઘરના મસાલાની મહારાણી કહેવાય છે. આપણે સૌ એ વાત સારી રીતે જાણીએ છીએ કે, તે સારા એવા એન્ટિસેપ્ટિક ગુણતત્વો ધરાવે છે તેમજ તે એક શ્રેષ્ઠ એન્ટિબેક્ટેરિયલ પણ છે. તે સ્કીનમાંથી વધારાનું તેલ બહાર નીકળતુ અટકાવે છે અને આ રીતે તે ત્વચા પરના દાગને પણ આછા કરવામા સહાયરૂપ સાબિત થાય છે.
લીંબુનો રસ.લીંબુ એ દરેક ઘરમા સરળતાથી મળી રહે છે, તેમા ભરપૂર પ્રમાણમા વિટામીન-સી સમાવિષ્ટ હોય છે, તે તમારી ત્વચાને હાનિકારક યુ.વી.એ. કીરણોથી રક્ષણ આપે છે અને તમારી ત્વચાને ઉજળી બનાવે છે. એક અભ્યાસ મુજબ તે તમારી ત્વચાને થતાં કેન્સરના જોખમને ઘટાડે છે.તમારી કોણી પર થોડી મિનિટો લીંબુ ઘસો જેનાથી કોણીનો કાળાશ દૂર થાય છે. આ સિવાય લીંબુની સાથે મધનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે, 1 ચમચી મધ સાથે 1 લીંબુ મિક્સ કરો અને તેને કોણી પર લગાવો, તે પછી તેને 20 મિનિટ સુધી સૂકવવા દો અને તેને સ્વચ્છ પાણીથી ધોવા દો.ચણાનો લોટ.ચણાનો લોટ તમારી મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. આ ઉપરાંત તે ત્વચા પર જામી ગયેલી ગંદકી અને ચીકાશ ને પણ દૂર કરે છે. આ સિવાય તે ત્વચામા સમાવિષ્ટ ઓઈલીનેસ ને પણ દૂર કરે છે, તે તમારા રોમછીદ્રોને બ્લોક કરી દે છે. આમ, તે તમારી ત્વચાના કોમ્પ્લેક્સ અને તેના ટેક્સ્ચરને સુધારવામા સહાયરૂપ બને છે.
સ્કીન પર હંમેશા કાચા એટલે કે ગરમ કર્યા વગરના દૂધનો ઉપયોગ કરવો જોઈએ. તેમા ઉચ્ચતર પ્રમાણમા લેક્ટિક એસિડ સમાવિષ્ટ હોય છે. તે તમારી સ્કીનના પ્રાકૃતિક ભેજને જાગૃત કરે છે. તેને એક સંતુલિત આહાર ગણવામા આવ્યુ છે. જે લોકોની સ્કીન ખૂબ જ ઓઈલી હોય તેમણે ફુલ ક્રીમવાળા અથવા ફેટવાળા મિલ્કનો ઉપયોગ ના કરવો જોઈએ.મુલતાની માટી એ તમારી સ્કીનના જડમા સમાવિષ્ટ ઓઈલને તમારા રોમછીદ્રોમાથી બહાર ખેંચી લાવે છે અને આ રીતે તે સનબર્નથી તમારી સ્કીનને રાહત આપે છે.મધમા જે એન્ઝાઇમ્સ સમાવિષ્ટ હોય છે, તે તમારી સ્કીનને સ્વચ્છ કરે છે. તે તમારી સ્કીનને રીપેર કરે છે અને તેની એક ઉંડી સંભાળ લે છે. તેનો ઉપયોગ ત્વચા પર સૌથી વધારે શ્રેષ્ઠ પરિણામ આપે છે.ગુલાબજળનો ઉપયોગ લગભગ આપણે બધા જ ફેસપેકમા કરતા હોઈએ છીએ. તે તમારી ત્વચાને એક અનેરી ઠંડક આપે છે, તે તમારી ત્વચાને ભેજ પહોંચાડે છે અને સાથે-સાથે તમારી ત્વચાને તાજી બનાવે છે, તેમા સમાવિષ્ટ ઇન્ફ્લેમેટરી ગુણો તમારી સ્કીનને સ્વચ્છ પણ બનાવે છે.
બટાટામા વિટામીન-બી૬ પુષ્કળ પ્રમાણમા સમાવિષ્ટ હોય છે, આ સિવાય તે એક બ્લિચિંગ પ્રોપર્ટી પણ છે, જે તમારી સ્કીનના રંગને ઉજળો બનાવવામા સહાયરૂપ બને છે.પપૈયાને ફક્ત એકવાર તમારી સ્કીન પર લગાવવાથી તમને અવિશ્વસનીય પરિણામ પ્રાપ્ત થાય છે. તે તમારી સ્કીનને આવશ્યક ભેજ પુરો પાડે છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન-એ અને પાપેઇન એન્ઝાઈમ સમાવિષ્ટ હોય છે. તે તમારી સ્કીન પરના ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે અને તમારી ત્વચા પરના મૃતપ્રાય થઈ ગયેલા પ્રોટીનને પુનઃજીવીત કરે છે.ઓટ્સ એ એક શ્રેષ્ઠ અને પ્રાકૃતિક સ્ક્રબ છે. તે તમારી સ્કીનમાંથી વધારાનુ ઓઈલ શોષી લે છે. તેમા એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ બન્ને ગુણો સમાવિષ્ટ છે અને તે સેન્સિટિવ સ્કીન માટે પણ યોગ્ય સાબિત થાય છે. આ સિવાય તે સનબર્ન તેમજ અન્ય કેટલીક સ્કીન સાથે સંકળાયેલ સમસ્યાઓને પણ દૂર કરે છે.દહી એ આપણા દેશના દરેક રસોઈઘરે ઉપલબ્ધ એવી ખાદ્યસામગ્રી છે. તેમા પ્રોબાયોટિક્સ અને લેક્ટિક એસિડ સમાવિષ્ટ છે. કોઈપણ ટેન રિમૂવલ પેકમા દહીને ઉમેરવાથી તેના પરિણામમા વૃદ્ધિ થશે અને તમારી ત્વચા તેજસ્વી બનશે. તેની સાથે સ્કીનની ઇલાસ્ટીસીટી વધશે અને સ્કીનમા મોઇશ્ચર પણ ઉમેરાશે.
આ રીતે રાખવી સ્કીનની કાળજી.તમારી પાસે હંમેશા સ્કીનને સાફ કરવા માટે મોઇશ્ચરાઇઝીંગ વાઇપ્સ હોવા જોઈએ. જ્યારે-જ્યારે તમે આકરા તડકામા બહાર નીકળો છો ત્યારે તમારા હાથ તેમજ તમારા ચહેરાને સાફ કરવા માટે તમારે મોઇશ્ચરાઇઝીંગ વાઇપ્સનો જ ઉપયોગ કરવો જોઈએ કારણકે, તમે તેને વારંવાર તો ધોઈ નથી શકતા. આમ કરવાથી તમારી સ્કીન પરની ગંદકીને તુરંત જ સાફ કરી શકશો અને એક અલગ જ તાજગી અનુભવશો.તડકામા બહાર નીકળતી વખતે હંમેશા તમારા પર્સમા સનસ્ક્રીન રાખો.જો તમે કલાકો ના કલાકો ઘરની બહાર રહેવાના હોવ તો તમારે દર બે કલાકે સ્કીન પર સનસ્ક્રીન લગાવવાની આવશ્યકતા પડશે માટે તમારો ચહેરો સાફ કર્યા બાદ તમારે તુરંત જ સનસ્ક્રીન લગાવી લેવું જોઈએ.આ ઉપરાંત બને ત્યાં સુધી તડકામા રહેવાનુ ટાળવુ જોઈએ.આ સિવાય સીધા જ સૂર્યપ્રકાશના સંપર્કમા આવવાનુ ટાળવુ જોઈએ.જ્યારે સૂર્ય સૌથી આકરો હોય ત્યારે બહાર જવાનું ટાળવુ જોઈએ.આ ઉપરાંત બહાર નીકળતી વખતે આખી બાંયના વસ્ત્રો પહેરવાનું રાખવુ જોઈએ, જેથી કરીને ત્વચા પર યુ.વી.એ. રેડીએશનની ઓછી અસર થાય.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર