100 ટકા રિજલ્ટ માટે અપનાવો આ રીત, ચહેરા અને સ્કીન ને લગતા તમામ પ્રશ્નો ના જવાબ મળી જશે એક જ સાથે

ઘણીવાર તમારો ચહેરો સુંદર હોવા છતાં, તમારી સ્કીન પણ મુલાયમ – ગુલાબી હોવા છતાં તમારી આંખની આસપાસના કાલા કુંડાળા તમારા સૌંદર્યને નીખરવા જ નથી દેતાં. બટટામાં બ્લિચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા પરની કાળાશને દૂર કરે છે અને તેના ડાઘ પણ આછા કરે છે. આ ઉપરાંત તે ત્વચાને એક્સફોલિએટ પણ કરે છે. તેના આ ગુણના કારણે જ તમે તેનો ઉપયોગ ડાર્ક સર્કલ દૂર કરવામાં કરી શકો છો.બટાટામાંથી રસ કાઢી લેવો અને તેને થોડીવાર ફ્રીઝમાં મુકીને ઠંડો કરી લેવો. ત્યાર બાદ તે રસમાં કોટન પલાળીને તેને તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર લગાવવો. આ રીતે તમે અસરકારક રીતે કાળા કુંડાળા દૂર કરી શકો છો.

બદામના તેલમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ઇ હોય છે. અને વિટામીન ઇ તમારી ત્વચા તેમજ તમારી આંખો તેમજ તમારા વાળ માટે અત્યંત લાભપ્રદ વિટામીન છે. બદામનું તેલ તમારી ત્વચાને સાફ કરે છે.ડાર્ક સર્કલ દૂર કરવા માટે પણ તમે બદામના તેલથી સૂતા પહેલાં માલિશ કરશો તો થોડા જ દિવસોમા ડાર્ક સર્કલ દૂર થઈ જશે. જો કે તમારે હળવા હાથે આંગળીઓના ટેરવાથી ડાર્ક સર્કલ પર માલિશ કરવું. ટામેટાનો રસ તમારી ત્વચાને કોમળ બનાવે છે તેમાં કાંતિ લાવે છે. પણ ત્વચાને સુંદર બનાવવાની સાથે સાથે તે તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પણ દૂર કરવામાં ઉપયોગી છે.તેના માટે તમારે બે સામગ્રીની જરૂર પડશે ટામેટાનો રસ અને લીંબુનો રસ. આંખના કુંડાળા દૂર કરવા માટે તમારે એક ચમચી ટામેટાનો રસ લેવો તેમાં બે નાની ચમચી લીંબુનો રસ ઉમેરી તેને બરાબર મિક્સ કરીને તેને રૂ દ્વારા કે પછી હળવા હાથે આંખની આસપાસના કાળા કુંડાળા પર લગાવવું.

સંતરાનો જ્યૂસ ત્વચા માટે અત્યંત લાભપ્રદ છે. તે ત્વચાને સુંદર તો બનાવે જ છે પણ તેમાં રહેલું વિટામીન સી ત્વચાને સ્વચ્છ અને ચમકતી બનાવે છે અને સાથે સાથે તમારી ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર કરે છે.તેના માટે તમારે એક મોટી ચમચી નારંગીના રસમાં થોડાં ટીપાં ગ્લિસરનના ઉમેરવા. તેને બરાબર મિક્સ કરીને તેને ડાર્ક સર્કલ પર લગાવવું. ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થશે અને તમારી ત્વચા એકસમાન લાગશે. બટાટાની જેમ તમે કાકેડીના રસ તેમજ તેની સ્લાઇસને પણ તમારી આંખ આસપાસના ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. કાકડીનો રસ પીવાથી તેમજ તેને ત્વચા પર લગાવવાથી પણ તમારી ત્વચા ખીલી ઉઠે છે. કાકડી તમારી ત્વચાને જરૂરી ભેજ પૂરો પાડે છે અને સાથે સાથે તેને એક્સફોલિએટ પણ કરે છે.સૂર્યના હાનિકારક કિરણોને કારણે ત્વચા પર ઘણી પ્રકારની અસરો જોવા મળે છે. એવામાં જો તમે ડાર્ક સર્કલથી રાહત મેળવવા માંગતા હોય તો તડકામાં બહાર જતા પહેલા આંખોની આજુબાજુ સનસ્ક્રીન લોશન લગાવો. દરરોજ એક મિનિટ માટે મસાજ કરવું બરાબર રહેશે. મસાજ કર્યા પછી વધારાનું તેલ હોય તેને કપાસની મદદથી સાફ કરો. બદામની ક્રીમ અને બદામનું તેલ ડાર્ક વર્તુળોને હળવા કરે છે અને આંખોની નીચેની ત્વચાને પોષણ પણ આપે છે.

થાકને કારણે પણ આંખોની નીચે કાળા ડાઘ પડી જાય છે. એવામાં તમે આંખોનો થાક દૂર કરવા માટે સ્નાન કરી શકો છો. પ્રયત્ન કરો કે એકવાર આંખોને સારી રીતે સાફ કરો, આમ કરવાથી પણ થાક દૂર થઇ જાય છે. આ માટે તમે ગરમ પાણી અથવા ઠંડા પાણી બંનેનો ઉપયોગ કરી શકો છે. પણ ધ્યાન રાખો કે આંખોની અંદર ગરમ પાણીનો છંટકાવ કરવાનું ટાળો. તે આંખોમાં રક્ત પરિભ્રમણને સુધારે છે અને તેને શાંત કરે છે.આંખોની નીચે પડેલા ડાર્ક સર્કલથી રાહત મેળવવા માટે પૂરતી ઊંઘ અને આરામ બંને ખૂબ જ જરૂરી છે. જો તમે ઇચ્છતા હોય તો આઈપેડનો ઉપયોગ કરી શકો છો. આ માટે કપાસનું રૂ લો અને તેને ગોળ આકારમાં કાપી, હવે તેના પર ગુલાબ જળ અથવા કાકડીનો રસ નાખીને તેને આંખો ઉપર રાખો.તેને લગાવ્યા પછી 15 મિનિટ માટે તમારી આંખો બંધ કરીને રિલેક્સ કરો. આ સિવાય તમે બાકી રહેલી ટીબેગનો પણ ઉપયોગ કરી શકાય છે. તમારી જીવનશૈલીમાં ચોક્કસપણે શ્વાસ લેવાની કસરતો અને પ્રાણાયામનો સમાવેશ કરો જેથી તણાવથી દૂર રહી શકાય, જેનાથી ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *