માત્ર 3 જ મિનિટમાં ગાયબ થઈ જાશે પેટનો દુખાવો, જાણો તેનો ઘરેલું ઉપચાર…

આજની જીવનશૈલી અનિયમિત બની ગઈ છે, જેની સીધી અસર પાચનતંત્ર પર પડે છે. લાંબા સમય સુધી બેસીને કામ કરવું, સમયના અભાવે જંકફૂડ વધારે ખાવું, પર્યાપ્ત માત્રામાં ઊંઘ ન લેવી જેવી સમસ્યાઓના કારણે અપચાન અને પેટ સંબંધી સમસ્યાઓ થાય છે, જેના કારણે પેટમાં દર્દ થવા લાગે છે. પેટમાં દુઃખવું અને પેટનો દુખાવો ખુબ જ સામાન્ય સમસ્યા અને ખુબ ગંભીર સમસ્યા છે. પેટનો દુખાવો ઘણી વખત લોકોને અચાનક થવા લાગે છે. પેટમાં અચાનક દુખાવો ઉપડે છે ત્યારે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થાય છે અને તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચવું પડે છે. પેટનો દુખાવો આમ તો ખુબ જ સામાન્ય સમસ્યા છે અને તેનું કારણ પણ ખુબ સામાન્ય હોય છે અને ઘણી વખત પેટનો દુખાવો ખુબ જ ગંભીર બની જાય છે અને તેનું કારણ પણ ખુબ જ ગંભીર હોય છે.

ખાસ કરીને લોકો પેટમાં દર્દ માટે સૌથી પહેલા ઘરેલું અને આયુર્વેદિક નુસખા જ અપનાવતા હોય છે. આ પેટના દુખાવાને આયુર્વેદિક ઉપચાર કરીને મટાડી શકાય છે. તમારા કુટુંબમાં કે આજુબાજુમાં રહેતા કોઈને પણ ઈમરજન્સીમાં તાત્કાલિક પેટનો દુખાવો થતો હોય તો અને દવાખાને ન પહોંચી શકો અને દવાખાને પહોંચવામાં વાર લાગે એવું હોય કે અચાનક પેટમાં દુખાવો ઉપડે અને તમે દવાખાને જવા માંગતા ન હો અને ઘરે જ આ દુખાવો મટાડવા માંગતા હો તો આ અમે જે ઉપાય બતાવીએ છીએ તે કરવાથી તાત્કાલિક દુખાવો મટી જશે.

ઉપાય: આ રીતે જો પેટમાં દુખાવો થાય તો તાત્કાલિક ઉપાય તરીકે અજમો લેવો. આ માટે એક ચમચી અજમો તમારે હથેળીમાં લઈ લેવો. આ અજમો લઈને આ અજમાની અંદર એક ચપટી સંચળ નાખવું. અજમો હથેળીમાં જ રાખવો અને એક ચપટી સંચળ નાખીને હાથની મદદથી જ મસળી લેવો. જે રીતે તમાકુ ચોળતા હોય એ રીતે બરાબર મસળીને આ અજમામાં બરાબર સંચળ મિક્સ થઈ જાય એટલે તરત જ તેને મોઢાની અંદર નાખી દેવો. તેને મોઢામાં નાખીને તરત જ તેની ઉપર હુંફાળું પાણી પી જવું. આવી રીતે કરવામાં આવે એટલે તો પાંચ મોનીટમાં પેટનો દુખાવો બંધ થઈ જશે.

આ સિવાય જો તમારી પાસે સંચળ પણ ન હોય તો માત્ર એક ચમચી અજમો મોઢામાં નાખી તરત ઉપર એક ગ્લાસ હુંફાળું પાણી પી જવું એટલે તરત પેટનો દુખાવો બંધ થઈ જશે. આ એક ખુબ જ તાત્કાલિક દુખાવો બંધ કરતો ઉપાય છે. આ ખુબ જ અસરકારક અને ઝડપથી દુખાવો બંધ કરતો ઉપાય છે. આ ઉપાય કરવાથી ઘણા જ લોકોને પેટમાં થતો દુખાવો મટી જાય છે.

પેટમાં દુખાવો થતો હોય તો જલાન્મ રોકાઈ રોકાઈને પેટમાં દર્દ થવું, પેટમાં ગુડગુડાહટ, વધારે ખાટા ઓડકાર, તાવ, વધારે ગેસ બનવો, ઉલટી થવી, પેટમાં સોઈ ખુંચાડવા જેવું દર્દ થવું, પેટ ફુલાવું અને ખુબ જ ભારે મહેસુસ કરવું. ક્યારેક ક્યારેક પેશાબ કરતી વખતે પણ દુખાવો થાય.

આ પેટમાં દુખાવો થતો હોય તે સમસ્યા ખુબ જ સામાન્ય છે, પરંતુ આ દુખાવો થવાનું કારણ ખરાબ ભોજન અને અસ્તવ્યસ્ત જીવનશૈલી છે. આ સિવાય ઘણી વખત તમે કોઈ એવો ખોરાક ખાઈ લીધો હોય જેમાં ધારો કે કોઈ વાસી ખોરાક, દુષિત ખોરાક ખાઈ લીધો હોય છે તો એના લીધે પણ પેટમાં દુખાવો થઈ શકે છે.

આયુર્વેદ અનુસાર શરીરમાં ઉપસ્થિત વાત દોષ અસંતુલિત થઈને પાચનક્રિયાને કમજોર કરી મુકે છે અને પેટમાં સોઈ કે કાંટો ખૂતાડી દીધો હોય એવું દર્દ થવા લાગે છે. પેટમાં દર્દ મુખ્યત્વે વાત દોષ અસંતુલિત થવાનાં કારણે થાય છે.

વાત દોષની ઉપસ્થિતિ અન્ય બે દોષો પિત્ત અને કફને દુષિત કરે છે. જેના કારણે પેટમાં જલન, કિડનીમાં દર્દ થવું, વધારે તરસ લાગવી, જીવ મુંજાવો, પેટમાં રોકાઈ રોકાઈને દર્દ થવું. આ બધુ પિત્ત અને કફ દોષના અસંતુલિત થવાના કારણથી થાય છે.

આ સિવાય વધારે પ્રમાણમાં ખોરાક ખાઈ લીધો હોય અને તેને લીધે ખોરાકન પાચન ન થવાથી પેટમાં અપચો થાય છે. તેના લીધે પેટમાં દુખાવો અચાનક ચાલુ થઈ શકે છે. આ સિવાય પેટમાં ગેસ થયો હોય તો ગેસના લીધે પણ પેટમાં દુખે છે. આ સિવાય કબજીયાતની સમસ્યા રહેતી હોય, કે કબજીયાત ન હોવા છતાં એક જ દિવસ કબજીયાત થઈ હોય તો પણ પેટનો દુખાવો થઈ શકે છે.

ક્યારેક આપણે કોઈ દુષિત ખોરાક હોય તે ખાઈએ છીએ અથવા તો કોઈ ખુલ્લો પડેલો ખોરાક હોય, જેની અંદર જેની અંદર જીવાણુઓ છે તે ભળી ગયા હોય કે દુષિત પાણી પી લીધું હોય કે ખુલ્લું રાખેલું પાણી પી લીધું હોય તો આ જીવાણું પેટમાં જાય તો જેના લીધે પેટમાં દુખાવો થાય છે. આ સિવાય બીજા ઘણા ગંભીર કારણો પણ હોય શકે તેના લીધે પેટમાં દુખાવો થઈ શકે છે.

જેવા કે શરીરના કોઈ અંગો કે અવયવોને હાની પહોંચવી જેવી ઘણી બધી સમસ્યાઓ હોય શકે છે. જેમાં ખાસ કરીને લીવરની સમસ્યા હોય, કીડનીને લગતી સમસ્યા હોય, પથરીને લગતી સમસ્યા હોય, પથરીને લીધે સાઈડમાં દુખાવો થતો હોય છે કે જેને આપણે પડખામાં થતો દુખાવો કહીએ છીએ.

જે લોકોને પણ તમારી આજુ બાજુમાં અથવા તમારા કુટુંબમાં કોઈને પણ ગમે ત્યારે પેટનો દુખાવો શરૂ થાય તો તરત આ ઉપાય કરી લેવો. આ ઉપાય કરવાથી તરત જ પાંચ મીનીટમાં પેટમાં દુખાવો મટી જશે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *