શું તમે પણ સફેદ ઇંડા ખાવ છો તો થઈ જાવ સાવધાન તમારા શરીરમાં આવી શકે છે આ બીમારીઓ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઈંડા એક એવી વસ્તુ છે જેને દુનિયામાં દરેક લોકો ઓળખે છે, પૂરી દુનિયામાં રોજ એ કરોડો ઈંડાની વપરાશ થતી હોય છે. ભારતમાં પણ ક્યારે લોકોને ઈંડા ખાવા એ માટે વિજ્ઞાપન પણ આવે છે. દુનિયાભરમાં તેને સ્વાસ્થ્ય ને સારુ બનાવવા નો સ્ત્રોત માનવામાં આવે છે.વધી જતી ઉંમર, નાના બાળકોથી લઈને એથલીટ અને બોડી બિલ્ડર સુધી દરેક લોકો ઇંડાનું સેવન કરતા હોય છે. એક શોધ અનુસાર ઈંડા ને પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઇંડા ઘણા ટેસ્ટી પણ હોય છે. લોકો તેને પેટ ભરીને ખાતા હોય છે. પરંતુ આજે અમે તમને ઈંડા અને કેટલીક એવી હકીકત જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમારા હોશ ઉડી જશે.

ત્યારબાદ તમે લગભગ ક્યારે પણ ઈંડા નહીં ખાઓ અને તેને ખાવાનું છોડી દેશો. શરીરના વિકાસ માટે ઈંડા ને સૌથી વધારે ફાયદા કારક માનવામાં આવે છે. આવા નુકસાનો તમને કદાચ કોઈએ નહીં પણ જણાવ્યા હોય. ઈંડા ની અંદર ઘણા અધિક માત્રામાં કેલરી મોજુદ હોય છે. જે ન ઇચ્છવા છતાં પણ તમને ઘણું નુકસાન પહોંચાડે છે.એક શોધને અનુસાર જણાવવામાં આવ્યું છે કે ત્રણ અઠવાડિયા સુધી ત્રણ ઈંડાથી લગભગ એક પાઉન્ડ સુધીનું વજન વધી શકે છે. ઓબેસિટી ની બીમારી નું નામ તો દરેક લોકોએ સાંભળ્યું હશે, પરંતુ જો તમારું વજન વધારે છે તો તેમાં તમારે ઇંડાનું સેવન ન કરવું જોઈએ.

ઈંડા તમારા શરીરમાં હાય કોલેસ્ટ્રોલનો ખતરો પણ વધારે છે. જો તમને અથવા તમારા ઘરમાં કોઈને પણ હાઈ બ્લડ-પ્રેશર અથવા હાલે સંબંધી કોઈ પણ પરેશાની હોય તો તમારે ઈંડાના પીળા ભાગને થી દૂર રહેવું જોઈએ. તમે તેનું સેવન ન કરો એ જ તમારા માટે સારું છે. આ પીળા ભાગમાં ઘણી માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે.હૃદય સાથે જોડાયેલી બીમારીનો સામનો કરી રહેલા લોકોને પણ આનાથી દૂર રહેવું જોઈએ. તેની સાથે જ્યારે પણ તમે ઈંડા ખાઓ છો અથવા તેને બાફો છો તો તે વાતનો જરૂરથી ધ્યાન રાખવું જોઈએ કે ઈંડા બરાબર બફાઈ ગયા છે કે નહીં.

કારણ કે કાચા ઈંડા માંથી સાલ્મોનેલા નો ખતરો રહે છે.જેનાથી તમને ફૂડ પોઇઝનિંગ જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. તેનાથી તમને ઉલટી, ઝાડા તેમજ પેટ દર્દ ની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે ઈંડા નું વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ. ઈંડા શરીરમાં ગરમી વધારે છે. ગરમીના દિવસોમાં ઈંડા થી દૂર રહેવું તમારા માટે સારું રહેશે.ઈંડા ના કારણે તમારા ચહેરા પર પીમ્પલ પણ આવી જાય છે. જીમ જવાવાળા માં હાફ ફ્રાય ખાવાનો ખૂબ ક્રેઝ છે. પરંતુ આ હાફ ફ્રાય તમને ખબર નહી ક્યારે હાફ ફ્રાય કરી દેશે અને તમને ખબર પણ નહીં પડે. એટલા માટે તેનું સેવન સીમિત માત્રામાં કરો અને જો તમને આ સૂટ નહીં થાય તો બિલકુલ પણ ન ખાઓ.ઘણા લોકો તો ઈંડાને શાકાહારી પણ માનતા હોય છે.

ત્યારે હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઇ શકી કે ઈંડા સ્વાસ્થ્ય માટે લાભકારક છે કે નુકશાન કારક. ઘણા લોકો અને રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે ઈંડા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ હાલમાં થેયલી એક શોધ પ્રમાણે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે.હાલમાં થયેલી એક શોધ પ્રમાણે PLOS Medicine નામના જર્નલમાં પ્રકાશિત થયેલી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે જો કોઈ વ્યક્તિ રોજ આખા જ ઈંડાનું સેવન કરે છે જેમાં કોલેસ્ટ્રોલથી ભરપૂર યોક એટલે કે ઈંડાની જર્દી જે પીળા ભાગમાં હોય છે. તો તે વ્યક્તિના અન્ય ઘણા કારણો ના લીધે મોતની શક્યતાનો ખતરો વધી જાય છે. આ કારણોમાં કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ પણ સામેલ છે.

ઈંડા ખાવાને લઈને આમ તો ઘણા જ સંશોધનો થયેલા છે. થોડા સમય પહેલા ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશન અને બ્રિટિશ મેડિકલ જર્નલમાં 2 અભ્યાસ પ્રકાશિત થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે રોજ 1 ઈંડુ ખાવાના કારણે કાર્ડિયોવસ્કુલર ડીઝીઝ એટલે કે હૃદયથી સંબધિત બીમારીઓનો ખતરો નથી વધતો.પરંતુ હાલમાં થયેલા આ નવા સંશોધનની અંદર 5 લાખ કરતા પણ વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમાં એ વાત સામે આવી કે રોજ અડધું ઈંડુ ખાવાના કારણે મોતનો ખતરો 7 ટકા જેટલી વધી શકે છે.આ સંશોધનના પરિણામ જણાવે છે કે સંશોધનમાં સામેલ જે પ્રતિભાગિયોએ ફક્ત ઈંડાના સફેદ ભાગને જ ખાધો હતો તે લોકોમાં કેન્સર, સ્ટ્રોક અને હૃદય રોગ જેવી બીમારીઓથી મોતનો ખતરો ઓછો હતો.

ઈંડાને બ્રેક ફાસ્ટમાં નિયમિત સેવન કરે છે. ઘણા સંશોધનોથી સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ઈંડાના સેવનથી શરીરને એનર્જી આપવાની સાથે વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. પરંતુ શું તમને ખબર છે કે ઈંડાનો સફેદ ભાગ શરીરને ઘણા પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. ઈંડાના સફેદ ભાગમાં એલર્જી થઇ શકે છે. જોકે ઈંડાનો આ ભાગ ફેટ ફ્રી અને લો કેલેરીવાળો હોય છે. આગળ વાંચો ઈંડાના સફેદના ભાગના નુકસાન.કિડની માટે નુકસાનકારક.ઈંડાના સફેદ ભાગમાં પ્રોટીનની વધુ માત્રા હોય છે, જેના લીધે કિડનીની સમસ્યાથી પીડાતા લોકો માટે હાનિકારક હોય છે. કારણ કે કિડનીની સમસ્યાના કારણે લોકોમાં ગ્લોમેરૂલર ફિલ્ટરેશન રેટ (જીએફઆર)ની માત્રા હોય છે. જીએફઆર એક પ્રકારનો તરલ પદાર્થ પ્રવાહી દર હોય છે જે કિડનીને ફિલ્ટર કરે છે. પરંતુ ઈંડાના સફેદ ભાગમાં હાજર પ્રોટીન જીએફઆરની માત્રા ઓછી કરી દે છે.

માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા.ઈંડાનો સફેદ ભાગ ખાવાથી બાયોટિનની ઉણપ થાય છે. બાયોટિનની ઉણપને વિટામીન B7 અને વિટામીન H કહે છે. ઈંડાના સફેદ ભાગમાં હાજર એબ્યૂમિનના સેવનથી શરીરને બાયોટિન અવશોષિત કરવામાં પરેશાની થાય છે. આ કારને ત્વચા સંબંધિત સમસ્યાઓ થાય છે. તેને ખાવાથી માંસપેશીઓમાં દુખાવો, વાળ ખરવા જેવી પરેશાનીઓ પણ થઇ શકે છે. ઈંડાના સફેદ ભાગમાં હાજર એબ્યૂમિનનું વધુ પડતું સેવન કરવાથી શરીરને બાયોટિન અવશોષિત કરવામાં પરેશાની થાય છે.

એલર્જીનો ખતરો.કેટલાક લોકોને ઈંડાના સફેદ ભાગથી એલર્જી થાય છે. પરંતુ તેની જલદી ખરબ પડતી નથી. તેના લક્ષણ શરીર પર ચાંદા પડવા, ત્વચામાં સોજો અને લાલ હોઠ, ઉબકા, ઝાડા, ખંજવાળ અને આંખોમાં પાણી ભરાવવું વગેરે છે, જેથી ઈંડાથી થયેલી એલર્જીનો ખતરા વિશે જાણી શકાય છે. ઈંડાની સફેદીથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.બ્લડપ્રેશરમાં ઘટાડો થઇ જાય છે અને બેભાની જેવું અનુભવાય છે.સાલ્મોનેલા બેક્ટેરિયાથી દૂષિ.ઈંડાનો સફેદ ભાગ સાલ્મોનેલાથી દૂષિત પણ હોય શકે છે. સાલ્મોનેલા એક બેક્ટેરિયા છે જે મુરઘીઓના આંતરડામાં મળી આવે છે. આ ઈંડાના બહારી આવરન અને તેની અંદર જોવા મળે છે. સાલ્મોનેલાને ખતમ કરવા માટે તેને વધુ સમય સુધી ઉંચા તાપમાને રાંધો. ઈંડાના ઉપરી ભાગ અને ઓછા ઉકાળેલા ઈંડામાં પણ બેક્ટેરિયા હોય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *