ફેફસામાં જામેલ કફ અને કબજિયાતને તોડવા કરી લ્યો આ ઔષધિનો ઉપયોગ, જીવનભર દવાખાને ના જવું હોય તો માત્ર 20 દિવસ કરો આનું સેવન

અત્યંત સુગંધીદાર, પ્રાચિનકાળ થી વપરાતી એવી એલચી ના અનેક લાભો છે. તેનો ઉપયોગ પ્રાચીનકાળ થી મુખવાસ તરીકે થતો આવ્યો છે. મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈપણ વ્યંજન, મીઠાઈ માં સુગંધ લાવવા માટે એલચી નો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાન માં પણ નાખવામાં આવે છે.એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. એલચી લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારો કરે છે. તે એનિમિયાથી લડવામાં પણ મદદ કરે છે.

ઘણા વ્યક્તિ ને મોઢામાં લાળ વધારે ઉત્પન્ન થવાના કારણે ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હોય છે. તે ઉપરાંત પાન, મસાલા, બીડી, સ્મોકિંગ કરતા હોવાના કારણે વ્યક્તિના મોઢામાં ખૂબ જ વધારે દુર્ગંધ આવતી હોય છે. જો વ્યક્તિને મોઢામાં ખૂબ જ વધારે અને તીવ્ર દુર્ગંધ આવતી હોય તો તેમને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે મોઢામાં એલચી રાખવાથી તમામ પ્રકારની દુર્ગંધ દૂર થઈ જાય છે.હાઈપરટેન્શનથી પીડાતા લોકો માટે એલચીવાળું દૂધ ઉત્તમ છે. એલચી ખાવાથી હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. જો કોઈપણ વ્યક્તિને શ્વાસને લગતી બીમારી હોય કે અવસ્થામાં હોય તો નિયમિત રીતે એલચીનું સેવન કરવું તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. એલચીનું સેવન કરવાના કારણે રક્તનું ફેફસામાં યોગ્ય રીતે પરિભ્રમણ થાય છે.

એલચીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવાં ખનીજ તત્વો હોય છે. પોટેશિયમ શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. મોટાભાગના લોકોને બ્લડપ્રેશરની સમસ્યા હોય છે. જેથી નિયમિત રીતે ત્રણ કે ચાર એલચીનું સેવન કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે.આર્યુવેદમાં એલચીને એક ગરમ મસાલો ગણાવામાં આવ્યો છે. જે શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જમા થવા દેતી નથી.

એલચીનું સેવન કબજિયાત, ગેસ, એસિડિટી જેવી કોઇ પણ સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પેટને લગતી બીમારી હોય તો એલચીનું સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યામાં રાહત પ્રાપ્ત થાય છે. ઉપરાંત એલચીમાં પલાળેલું પાણી પીવાથી પણ સ્વાસ્થ્યની ઘણી રાહત થાય છે. તે ઉપરાંત વજન ઘટાડવા માટે પણ એલજી નું પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.કાળી એલચી હાઈ બ્લડ શુગર લેવલના ઘરગથ્થુ ઉપચારમાં મહત્ત્વપૂર્ણ છે. તેમાં રહેલું મેગેનિઝનું વધારે પ્રમાણ રક્તના બ્લડશુગર લેવલને નિયંત્રિત કરે છે.

દૂધ અથવા ગરમ પાણી સાથે એલચીનું સેવન કરવાથી સંધિવા અને માથાનો દુખાવો મટે છે. એક કપ એલચીનું દૂધ અથવા એલચીવાળી ચા પીવાથી રક્ત પ્રવાહમાં સુધારો થાય છે.રાત્રે સૂતા પહેલા પુરુષોએ ઓછામાં ઓછી 2 એલચી ખાવી જોઈએ. એલચી નિયમિત ખાવાથી પુરુષોમાં નપુંસકતા દૂર થાય છે. કારણ કે એલચી જાતીય સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તમે તેને પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો. ગરમ પાણી સાથે એલચી ખાઓ, તે નિંદ્રા લાવશે અને નસકોરાની સમસ્યા પણ દૂર થશે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *