માત્ર 7 દિવસ આની 1 ચમચીથી પેટ સાફ કરી આંતરડાને કરી દેશે કાચ જેવા, ગેસ- અપચો, કબજિયાત, એસિડિટીથી 100% છુટકારો

એરંડિયાનો પાક વર્ષાઋતુમા લેવામા આવે છે. તેના મૂળ , છાલ, પાંદડા અને બી તેમજ તેનુ તેલ એટલે કે દિવેલ પણ ઉપયોગી સાબિત થાય છે. આ બધી જ વસ્તુઓ વિવિધ પ્રકારની ઔષધિ બનાવવામા ઉપયોગી સાબિત થાય છે. અનેકવિધ બીમારીઓને ઘરગથ્થુ રીતે મટાડવા માટે આ વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ એરંડાની ખેતી સમગ્ર ભારત દેશમા થાય છે.

દિવેલમાં એન્ટિઈમફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મ રહેલા છે. વર્ષોથી આપણાં ઘરોમાં દિવેલનો ઉપયોગ અનેક સમસ્યાઓમાં કરવામાં આવે છે. તે સ્વાસ્થયવર્ધક પણ છે, ત્વચા માટે પણ હોય અને વાળ માટે પણ હોય છે. દિવેલ સ્વાદમાં મીઠું, તાસીરે ગરમ, પચવામાં ભારે, ચીકણું, રોચક, વાત-પિત્તનાશક અને કફકર છે. હવે અમે તમને જણાવીશું દિવેલથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.

સૂકી ઉધરસ આવતી હોય તો દિવેલમા સંચળ નાખી નિયમિત રાત્રે લેવુ. આઇબ્રોને કાળા ભમ્મર કરવા માટે જો નિયમિત તમે આઈબ્રો પર દિવેલ લગાવશો તો તે ખૂબ જ સરસ લાગશે અને કોઈપણ આડઅસર થશે નહી. તમારી ત્વચાને એકદમ મુલાયમ રાખવામા દિવેલ તમને ખૂબ જ સહાયરૂપ થશે.વાળ માટેનુ તેલ ઘરે બનાવતા હોવ તો આ તેલ બનાવવા માટે દિવેલ પણ ઉમેરવુ જેથી, વાળ લાંબા, કાળા થશે અને મગજને તાકાત મળશે.

હરસ બહાર નીકળી ગયા હોય તો નિયમિત દિવેલ લગાડવાથી સૂકાઈ જાય છે. ઉપરાંત દુખાવામાં પણ રાહત થાય છે. ઘઉં અને ચોખા જેવા ધાન્યોને લાંબા સમય સુધી સારા રાખવા માટે દિવેલ દઈને તેની જાળવણી કરવામાં આવે છે. જો તમે રાત્રે સુતા પહેલા એક ચમચી દિવેલ પીશો તો તેનાથી મળ આવવામાં સરળતા રહે છે. સરદર્દ અને શરદી માટે દિવેલ ઉપયોગમા લેવામા આવે છે.

પગની એડીની ત્વચા ફાટે ત્યારે દિવેલ લાભ કરે છે. દિવેલ લગાડયા પૂર્વે પહેલા ગરમ પાણીથી ધોવા અથવા તો પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ડુબાડી રાખવા, ત્યાર બાદ દિવેલ લગાડવાથી ફાયદો થાય છે. દિવેલ પાયોરિયાને દૂર કરે છે. દિવેલમાં થોડું કપૂર ભેળવી નિયમિત સવાર-સાંજ પેઢા પર ઘસવાથી પાયોરિયામાં લાભ થાય છે. આંખમાં માટી, કચરો, ધુમાડાથી તકલીફ થાય તે સમયે દિવેલનું એક ટીપું આંખમાં નાખવાથી રાહત થાય છે.

શરીર પર દિવેલની માલિશથી ત્વચાની રૂક્ષતા, ઉઝરડા, ત્વચામાં ચીરા પડવા વગેરે જેવી સમસ્યાઓ મટાડી શકાય છે. સ્તનપાન કરાવતી માતાઓના સ્તન પર ચીરા પડી ગયા હોય, સોજો કે દુઃખાવો થતો હોય તે દિવેલ લગાવી રાહત મેળવી શકે છે. સાંધામાં સોજો આવી જાય તો એરંડાના પાન પર થોડું દિવેલ લગાડી ગરમ કરી સોજા પર લગાડી શકાય. ઉપરાંત સોજાના સ્થાન પર કપડું બાંધી દેવું. નિયમિત આ પ્રયોગ કરવાથી દુખાવા તથા સોજામાંથી રાહત મળશે.

કબજિયાત દૂર કરવામાં દિવેલ રામબાણ ઇલાજ છે. રાત્રે સુતી વખતે બે ચમચી દિવેલ પીવાથી મળ સાફ આવે છે. મરડાની સમસ્યા માટે તો દિવેલ એ અમૃત સમાન છે. જો તમને કોઈ કારણોસર પગમા ચીરા પડ્યા હોય તો તે ભાગમા દિવેલથી માલિશ કરવાથી ઘણી રાહત મળે છે. ચુસ્ત કપડા, ગરમી, પરસેવાને પરિણામે ચામડીમા ફુગનુ સંક્રમણ, લાલાશ અને ખંજવાળ જેવી ત્વચા સાથે સંકળાયેલ સમસ્યામા દિવેલ અસરકારક સાબિત થશે. માથાના વાળ માટે દિવેલ અસરકારક સાબિત થાય છે.

માર લાગવાને કારણે ઘામાંથી રક્ત વહેતું હોય તો દિવેલ લગાડી પાટો બાંધવાથી લાભ થાય છે.દિવેલનો ઉપયોગ જુલાબની સમસ્યા માટે શ્રેષ્ઠ સાબિત થશે. તે આંતરડાને એકદમ સ્વસ્થ અને મુલાયમ બનાવી દેશે. પ્રસુતિ સમયે દિવેલ પાવાથી મળના વેગ સાથે ગર્ભાશય પણ વેગીલુ બની પ્રસવ જલદી થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.