બાળકોને બરાબર બોલતાાં ન આવડતું હોય, મોડુ અને તોતડુ બોલતાાં હોય તો આની ફક્ત એક ચમચી

અક્કલકરો : અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ , ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે . આપણો ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે . તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે . એના છોડને પીળાં – સોનેરી ફુલો આવે છે . તેની ડાંખળી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે . તેનાં ફુલો ઉધરસ ઉપર પાનમાં ખવાય છે . એની આયાત અજીરીયાથી કરવામાં આવે છે . એનાં મુળ બજારમાં મળે છે . તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે . આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે . મુળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે .

એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ , કફ , પક્ષાઘાત , મોઢાનો લકવા , કંપવા અને સોજા મટાડે છે . વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે . એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે . દાંતનાં પેઢાં ફુલી જવાં , જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે . ( ૧ ) એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે . ( ૨ ) બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય , મોટું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે .


( ૩ ) લીવ ઓઈલ સાથે અક્કલકરી વાટી ચોળવાથી મસ્તકના રોગ , સાંધાના રોગ , સ્નાયુના રોગ , મોઢાના અને છાતીના રોગ , પક્ષાઘાત , મોઢાનો લકવા , કુબડાપણું , હાથપગમાં શુન્યકાર , જેવા જુના , હઠીલા રોગો મટે છે . ( ૪ ) અક્કલકરાનું ચુર્ણ સડેલા , પલા , દાંતની ઉપર રાખવાથી દુખાવો મટે છે . ( ૫ ) પા ૧/૪ ) ચમચી જેટલું અક્કલકરાનું ચુર્ણ મધ સાથે ચાટવાથી અથવા ચપટી ચુર્ણ નાકમાં નાખવાથી અપસ્માર ( હીસ્ટીરીયા ) મટે છે . ( ૬ ) અક્કલકરાનું ચૂર્ણ મોટામાં ઘસીને કોગળા કરી નાખવાથી મોઢાની વીરસતા મટી જાય છે .


( ૭ ) અક્કલકરાદી ચુર્ણ બજારમાં મળે છે . તેનાથી મંદાગ્ની , અરુચી , ઉધરસ , સળેખમ , દમ , ઉન્માદ , અપસ્માર વગેરે મટે છે . અખરોટ : અખરોટનો મગજ આકારનો ગર્ભ સ્વાદે મધુર , જરાક ખાટો , સ્નીગ્ધ , શીતળ , ભારે , કફ તથા વીર્યવર્ધક છે . તેનાથી વાયુ અને પીત્તના દોષો શાંત થાય છે . ખાસ કરીને યાદશક્તી વધારવા , મગજની નબળાઈ દુર કરવા , ચહેરાનો લકવો દુર કરવા તથા વાયુના સોજા મટાડવા અખરોટના ગર્ભ તથા અખરોટમાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે . અખરોટ મધુર , સ્નીગ્ધ , શીતળ , ધાતુવર્ધક , ચીકારક , કફ – પીત્તકારક , બળકારક , વજન વધારનાર , મળને બાંધનાર , ક્ષયમાં હીતકર

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *