આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એપ્રિલ 2022માં કરશે લગ્ન? જાણો અહીં લગ્નનું સ્થળ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ એપ્રિલ 2022માં લગ્નના બંધનમાં બંધાશે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે. તેમના લગ્નની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને તેમના મનપસંદ સ્થળે લગ્ન કરશે.

રણબીર-આલિયા એપ્રિલમાં લગ્ન કરી શકે છે

અહેવાલો અનુસાર, રણબીર અને આલિયા આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. સાથે જ બંનેના પરિવારમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીર અને આલિયા રાજસ્થાનના રણથંભોરમાં લગ્ન કરી શકે છે કારણ કે તેઓએ તેમની મોટાભાગની રજાઓ અહીં વિતાવી છે અને તે તેમની મનપસંદ જગ્યાઓમાંથી એક છે.

ણબીર અને આલિયા 4 વર્ષથી રિલેશનશિપમાં છે

રણબીર અને આલિયા 4 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે. બંને એકબીજાના પરિવાર સાથે પણ સારી બોન્ડિંગ શેર કરે છે. રણબીરની માતા નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહની આલિયાને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા તેમના સોશિયલ મીડિયા પર તેના વિશે પોસ્ટ કરે છે. રણબીર હંમેશા આલિયાની બહેન શાહીન ભટ્ટ અને માતા સોની રાઝદાન સાથે મસ્તી કરતો જોવા મળે છે.

આલિયા અને રણબીર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન અક્કીનેની અને મૌની રોય પણ છે. આલિયા પાસે એસએસ રાજામૌલીની આરઆરઆર, સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી, કરણ જોહરની તખ્ત અને રોકી અને રાનીની લવ સ્ટોરી પણ છે.

જો રણબીરની વાત કરીએ તો લવ રંજનની આગામી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.