ધર્મની સાથે નિરોગી જીવન જીવવા માટે પણ ઉપવાસ કરવા ફાયદાકારક સાબિત થાય છે.ઉપવાસ થી રોગ દૂર થાય છે 

હિન્દુ ધર્મમાં લગભગ રોજ લોકો કઈક ને કઈક ઉપવાસ કરતા હશે. આપણા ધર્મ માં ઘણા બધા તહેવાર આવતા હોય છે એટલે દરેક લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ વધારે પ્રમાણમાં ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ સાથે સાથે ભગવાન ની ઉપાસના પણ કરતા હોય છે.બધા જ ધર્મના અનુયાયીઓ ઉપવાસને ખુબ વધારે મહત્વ આપે છે.

આ ઉપરાંત ઉપવાસ કરવાથી શરીરમાં વિલ પાવર વધે છે. એટલે જ લોકો અગિયારસ અને બીજા એવા ઘણા બધા દિવસો ઉપવાસ કરતા હોય છે. ઈસ્લામ ધર્મમાં રમઝાન દરમિયાન અને હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ કરતા હોય છે. એવું કહેવાય છે કે ઉપવાસ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થઇ જાય છે. એટલે જ લોકો વધારે ઉપવાસ કરતા હોય છે. દરેક ધર્મમાં ઉપવાસનું ખુબ જ મહત્વ રહેલું હોય છે.

ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ એટલે કે પરમાત્માની નજીક નિવાસ કરવા માટે ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસ કરવાના લીધે શરીરમાં પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. તો ચાલો આજે આપણે ઉપવાસ દરમિયાન થતા શરીરને ફાયદા વિશે જાણીએ.અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ઉપવાસ કરવાથી હૃદયને લગતી બીમારીમાં કાયમ માટે રાહત મળે છે.

આ ઉપરાંત ઉપવાસ કરવાથી બ્લડ-પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. અને હૃદયને લગતી દરેક બિમારીઓ દૂર રહે છે.જે લોકોને પેટને લગતી સમસ્યા છે. જેમ કે, ગેસ, મરડો, ઉલટી, કબજીયાત, ઝાડા, પેશાબમાં બળતરા, એસિડિટી, ઉબકા જેવી બીમારીઓ થતી હોય તે લોકોએ અઠવાડિયામાં એક વખત જરૂર ઉપવાસ કરવો જોઈએ. અને ઉપવાસ દરમ્યાન તળેલી વસ્તુ ઓછી ખાવી જોઈએ.

ઉપવાસ કરવાથી શરીરના હોર્મોન્સમાં ફેરફાર થાય છે. અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. કારણ કે, એક દિવસ માટે શરીરને પાચનને અને સ્નાયુઓને આરામ મળે છે. અને પ્રકૃતિ વળી જાય છે. આજના સમયમાં દરેક લોકોને વજન ઘટાડવો હોય છે મોટાપાને કારણે ઘણી બધી બીમારીઓ થાય છે. એટલે ઉપવાસ કરતા મેટાબોલિઝમ સુધારો થાય છે અને શરીરમાં રહેલી વધારાની ચરબી પણ દૂર થાય છે.

ઉપવાસ કરવાથી શરીરના હોર્મોન્સમાં પણ ફેરફાર થાય છે. અને રોજબરોજ જે આપણે ભરપેટ ખાઈએ છીએ તે શરીરમાં ઘણી બધી જગ્યા પર નુકસાન કરતા હોય છે. જેના કારણે ડાયાબિટીસ અને બ્લડ શુગર જેવી બીમારી રહે છે. માટે એક દિવસ ઉપવાસ કરવાથી શરીરની લંબાઈ અને પહોળાઈ વધારવા માટે હોર્મોન્સમાં ફેરફાર થાય છે. આ ઉપરાંત શરીરમાં ઝેરી તત્વો રહેલા હોય છે. તે ઉપવાસ કરવાથી શરીરમાં રહેલો બધો કચરો નીકળી જાય છે. અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *