કુવારપાઢુ એક બે નહી અઠળક રોગો મા ફાયદાકારક છે પરંતુ ઉપયોગ કરવાની સાચી રીત જાણો

કુંવારપાઠાનું ઔષધીય મૂલ્ય ખુબજ વધારે છે. કુવારપાઠું વનસ્પતિ ૬૦થી પણ વધારે જાતનાં માનવરોગોના ઇલાજમાં ધાર્યા પરિણામ આપે છે. કુવારપાઠું વનસ્પતિ કેન્સર, ડાયાબિટિસ, એઇડ્સ, ઓઇન્ડીશ, ડાયજેશન, બ્લડ પ્યુરીફિકેશન અને લીવરસ્કીન માટે ફાયદાકારક ગણાય છે. એટલે જ આજે સમગ્ર વિશ્વની માનવજાતિએ આવશ્યક અને જરૂરી ઔષધિ તરીકે માન્ય રાખ્યું છે.કુંવારપાઠાની વધતી જતી માંગ સાથે તેના ઉત્પાદનનું પણ પૂરેપુરું મૂલ્ય મળી રહેતું હોવાથી તેની ખેતી થવા લાગી છે.અને તે સહેલાઈથી થઇ સકે છે. કુંવારપાઠાની ખેતી ખર્ચ કરતાં આમદાની વધુ આપતી હોવાથી ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે આવી ઔષધીય ખેતી તરફ નજર દોડાવે તે સામન્ય છે.કુંવારપાઠાની કેટલીક જાણીતી પ્રજાતિઓ વ્યાવસાયિક અને વ્યાપારિક રીતે બન્ને નું ખૂબ જ મહત્વ છે. જે પૈકી શિન એલીવેરાટોર્ન એક્સમીલ પ્રજાતિ મુખ્યત્વે ઔષધિ ઉત્પાદનમાં જ વપરાય છે. આ પ્રજાતિ માટે આપણા દેશનું વાતાવરણ સૌથી વધુ અનુકુળ છે. તેના પાંદડાંમાં એન્થ્રાકવીનોન ગ્લાયકોસાઇડનું પ્રમાણ ૩૫ ટકા જેટલું હોય છે. આવી જ બીજી પ્રજાતિ છે એલોહેરોકસ. જે કેપએલોનાના નામથી પણ જાણીતી છે. જેમાં એલોઇનનું પ્રમાણ ૯ થી ૧૨ ટકા જેટલું હોય છે. જ્યારે એલોકુટીકોના પ્રજાતિમાં એલોઇનનું પ્રમાણ ૧૦ થી ૧૫ ટકા હોય છે. સોકોટીન કે જિન્જીવર એલોના નામે ઓળખાતી એલોવીરથી પ્રજાતિના પાંદડામાં એલોઇનનું પ્રમાણ ૨૫ થી ૩૦ ટકા જેટલું હોય છે.

કુંવારપાઠાનું મૂલ્યવર્ધન-ઉપયોગ ન્હાવાના સાબુ તરીકે : કુંવારપાઠામાંથી બનેલા સાબુના ઉપયોગથી શરીર પરની ધૂળ-રજકણો અને બેકટોરિયાનો નાશ થાય છે.ત્વચાના છિદ્રો ખોલી દે છે અને વૃદ્ધાવસ્થાની કરચલીઓ દૂર કરે છે. સુગંધીદાર હોવાથી શરીરને પ્રફુલ્લિત રાખે છે.ખીલ પણ દુર થાઈ છે. ચહેરા માટે ખુબજ ફાયદાકારક છે.ફેરનેશ ક્રીમ તરીકે : કુંવારપાઠું ચામડીના રોગો માટે ખૂબ ઉપયોગી છે. તેની ફેરનેશ ક્રીમ ચામડીને સુંદર અને સૂર્યના તાપથી રક્ષણ આપે છે. ઠંડક આપે છે. ફેરનેશ ક્રીમ સામન્ય સ્કીન માટે પણ ખુબજ સારો ઔષધી છે. તેમજ ખીલ, ખાડા, કાળા ડાઘ, એલર્જી, ઇન્ફેકશન, ખંજવાળ વગેરે દૂર કરે છે.દંતમંજન તરીકે : દંતમંજનમાં કુંવારપાઠું, અમૃતા ના મિશ્રણથી પાવડર બનાવવામાં આવે છે. જે દાંતમાં થતી દુર્ગંધ, પાયોરિયા, દાંતનો દુ:ખાવો, સડો, દાંતનું હલવું આ બધા રોગોમાં સારી અસર કરે છે. મોઢાને ફ્રેશ અને સુગંધિત રાખે છે. દંતમંજન તરીકે ખુબજ ઉપયોગી સાબિત થાઈ છે.હર્બલ સુપર જેલ તરીકે : કુંવારપાઠાથી તૈયાર કરાયેલી જેલ સુંદરતા, એન્ટીસેપ્ટીક, એન્ટી ઇન્ફેકશન, એન્ટીબર્ન અને પેઇનકીલરમાં શ્રેષ્ઠ ઔષધિ છે. આ જેલ દાઝેલા ઘા, ચીરા, પગના વાઢિયા તેમજ શરીરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો, પીઠ-કમરદર્દ વગેરેમાં ખૂબ અસરકારક કામ કરે છે. આ જેલ લગાવવાથી મચ્છર કરડતા નથી. હર્બલ સુપર જેલ તરીકે ઉપયોગ માં તો એલોવેરા ખુબજ ઉપયોગ થાઈ છે.હર્બલ સુપર હેર જેલ તરીકે : આ જેલ કુંવારપાઠું, જેસ્મીન અર્ક અને આલ્મેડનું મિશ્રણ છે. કુંવારપાઠું વાળમાં ઠંડક આપે છે, ખરતા અટકાવે છે, સોરાયસીસ જેવા માથાના ભયંકર રોગને મટાડે છે. જેસ્મીન વાળનો જથ્થો વધારે છે. આલ્મેડ વાળને રેશમી અને સુંદર બનાવે છે. કુંવારપાઠાના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો કુંવારપાઠાના છોડમાં ૯૫ ટકા જેટલું પાણી, ૫ ટકા ઘન પદાર્થો કે જેમાં ૭૦થી વધુ સક્રિય રસાયણો હોય છે. આ છોડ ઔષધીય, આરોગ્ય, સૌદર્ય પ્રસાધનો તેમજ દવાના ઉપયોગ માટે જાણીતો છે. આ છોડને ‘એલોલેટેક્સ’ અને ‘એલો જેલ’ એમ બે ભાગમાં વહેંચી શકાય છે. એલો લેટેક્સ : એલો લેટેક્સમાં રહેલા એન્થ્રાકવીનોના રેચકનું કાર્ય કરે છે.

સાથે તે અલ્પમાત્રામાં સૂક્ષ્મ જંતુનાશક તરીકે અને દર્દપ્રતિરોધકનાં ગુણધર્મો પણ ધરાવે છે.કુંવારપાઠાનું મૂલ્યવર્ધન-ઉપયોગ હર્બલ હેર ક્લિનર તરીકે : આ હેર ક્લિનર ખરતા વાળ અટકાવે છે, ખોડો દૂર કરે છે, વાળને ચમકદાર અને સુંદર, ભરાવદાર બનાવે છે. ખરતા અટકાવે છે.હર્બલ સ્કબ ક્રીમ તરીકે : સ્કબ ક્રીમમાં કુંવારપાઠું અને એપ્રિકોટસ છે. જે ચહેરાના ડાઘ દૂર કરે છે, ખીલના ડાઘ મટાડે છે. ત્વચાને પોષકતત્વો પૂરાં પાડતી હોવાથી ચહેરો ખીલી ઉઠે છે.હર્બલ હેલ્થડ્રિંકસ તરીકે : કુંવારપાઠાનો હર્બલ જયૂસ પીવાથી લીવર ખૂબ સારી રીતે કામ કરે છે, જેથી તેને લગતા તમામ રોગ દૂર થાય છે. જયૂસ પીવાથી સ્ત્રીઓમાં માસિકની તકલીફ, પેઢુ વધવું, શરીરમાં ચરબીનું પ્રમાણ અટકાવે છે. ચામડીના રોગ, ખંજવાળ પણ મટાડે છે.કુંવારપાઠું યકૃત-Liver, પ્લીહા-Spleenને ઉતેજિત કરીને તેના કાર્ય શૈથિલ્યને દૂર કરી સક્ષમ બનાવે છે. જેનાથી ભૂખ સારી લાગે છે. પાચનનું કાર્ય બરાબર થાય છે. મોટા આંતરડા અને ગુદનાલિકાની કાર્યક્ષમતા વધારી મળનું નિર્હરણ કરીને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે.માસિકની સમસ્યા માસિક ઓછું આવવું, સ્પોટિંગ, બ્લિડિંગ, દુ:ખાવા સાથે માસિક આવવું, નિયત સમય કરતાં મોડું માસિક આવવું વગેરે સમસ્યાઓમાં કુંવારપાઠાથી બનતી ઔષધિ ખૂબ સારું કામ આપે છે.કુંવારપાઠાના જ્યૂસનું નિયમિત રીતે દિવસમાં ત્રણ વાર સાત દિવસ સુધી સેવન કરવાથી માત્ર બે અઠવાડિયાંમાં આંતરડાંનો ભયંકર સોજો દૂર થાય છે. જે રોગીઓને ડાયરિયા, ગેસ, આફરો વગેરે તકલીફો રહેતી હોય એમને પણ કુવારપાઠાના પ્રયોગથી ખૂબ લાભ થાય છે. પેટ, ગેસ, અલ્સર, એસિડિટી વગેરે તકલીફોમાં એનો રસ રામબાણ જેવો લાભદાયી છે.કુંવારપાઠામાંથી કઢાયેલા સત્વને એળિયાના નામથી ઓળખવામાં આવે છે. ગુણમાં ઉષ્ણ અને તીક્ષ્ણ હોવાથી એળિયો ગર્ભાશયમાં લોહીનું સંવહન વધારી દે છે અને ગર્ભાશયની પેશીઓને ઉત્તેજિત કરીને એના સંકોચ-વિકાસની ક્રિયા વધારે છે. જેનાથી રોકાયેલું માસિક આવવા માંડે છે.જ્યારે કોઈ ઇજા થઈ હોય અને તે પાકવા લાગે ત્યારે તેમાં સાલમોનેલા બેકટેરિયા થવા લાગે છે. આવામાં એન્ટિબાયોટિક એલોવેરાનો ઉપયોગ ઘણો ફાયદાકારક રહે છે. બેકટેરિયાનાશક એલોવેરાને ઘા પર લગાવી શકાય છે.તેના નિયમિત ઉપયોગથી મેટાબોલિક એક્ટિવિટીને શક્તિ મળે છે અને તેમાં રહેલા વિટામિન C ઘણી બધી બીમારીઓથી રક્ષણ આપે છે. બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને હૃદય સંબંધી સમસ્યા પણ થતી નથી.એલોવેરા જ્યુસનું નિયમિત સેવન ચરબીને શરીરમાં જમા થવા નથી દેતું.તે સરીર ધટાડવા માં ખુબજ ફાયદાકારક છે.એલોવેરા જેલમાં દર્દ નિવારણ ગુણ હોય છે. તેનાથી ઘૂંટણ પર માલીશ કરવાથી આરામ મળે છે અને સોજો પણ ઊતરી જાય છે.તેના દ્વારા ઉપયોગ સરળતા થઇ છે.એલોવેરાનું નિયમિત સેવન બોડીમાં ઇન્સ્યુલીનની માત્રા વધવા દેતું નથી. તેનાથી કિડની અને લિવરને કોઈ નુકસાન થતું નથી.

લિવરનું ઇન્ફેકશન દૂર થાય છે. યુરિન પ્રોબ્લેમ, કિડની સ્ટોન અને કમળામાં એલોવેરા જૂસ લાભકારી બની રહે છે.એલોવેરાનાં ગરનું શાક બનાવી ખાવાથી પેટના અલ્સર માટે ઉપયોગી છે. ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ ટાળવો જોઈએ.એલોવેરા જેલને વાળમાં લગાવવાથી તે ખરતાં અટકે છે. ખોડો અને સફેદ વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ લાંબા તથા ચમકદાર બને છે.ત્વચા માટે પણ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે તે ચહેરાની ચમક વધારે છે તેમજ તે એક સારું એન્ટિએજીંગનું પણ કામ કરે છે.સાંધાના દુઃખાવામાં એલોવેરા જ્યુસનું સેવન સવાર-સાંજ કરવાથી અને દુખતા સાંધા પર લગાવવાથી વિશેષ ફાયદો થાય છે.પાણી પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ધૂમ્રપાન, લીલી શાકભાજીમાં દવાઓ અને કેમિકલના ઉપયોગ વગેરેથી આપણા શરીરમાં વિવિધ પ્રકારનાં ખતરનાક તત્વો એકત્રિત થઈ જાય છે. આ ઝેરી તત્વોને શરીરની બહાર કાઢી નાખે છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.