દરરોજ માત્ર 2 ચમચી આના સેવનથી હદયરોગ, શરીરની બળતરા અને હરસ-મસા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક
અળસી ને સંસ્કૃત મા અતસિ અને નીલપુષ્પા અને અંગ્રેજી માં કોમોન ફ્લેક્સ સીડ કહે છે. અળસી ના છોડ એ બે થી ત્રણ ફૂટ ઊંચા હોય છે. તેની ડાળખી પાંદડા પાતળા અને લંબગોળ હોય છે, તેના ફૂલ આસમાની રંગના હોય છે. અખરોટ જેવા ફળો આવે છે તેમાં અંદર બીજ હોય છે. તેને અળસી બીજ કહે છે. આ બીજ ચપટાં, લાંબાં અને લીસાં તથા રંગે રાતાં હોય છે. બીજ સ્વાદમાં ચીકણા તેલવાળા જણાય છે.
વસંતઋતુ ગયા પછી તેના છોડ ઉગે છે. અળસીનું તેલ દબાવીને તથા ઉકાળીને બે રીતે કાઢવામાં આવે છે. દવામાં તેના તેલ તથા બીજ વપરાય છે. અળસી ની જાત હોય છે : લાલ અને સફેદ. એનાં તેલની વાસ ઉબકા આવે તેવી હોય છે. અળસીના બીજ સ્નેહલ, બલ્ય, વેદના સ્થાપન તથા મૂત્રલ છે. એનું તેલ વિરેચન અને વ્રણરોપણ છે. શીતળ પણ છે.
દુખાવા અને સોજા ઉતારવામાંઅળસીના બીજ થોડાં મરચાં- મધ સાથે લેવાથી વીર્ય વધારો થાય છે. ઇન્દ્રિયને શક્તિ આપે છે. સાકર સાથે અળસીનું ચૂર્ણ ફાકવાથી ખુજલી મટે છે. અળસીના બીજ ઇસબગુલ સાથે આપવાથી તમામ જાતના સંધિવા માં રાહત જણાય છે. અળસીના દળેલા ભુક્કા ને જરાક પાણીમાં ખીચડી જેવું ગરમ કરી બાફી તેની પોટીસ કપડાંનું બેવડમાં કરી શકવાથી સોજો તથા પીડા મટે છે. કોલેસ્ટેરોલને દૂર કરીને હૃદયરોગ સામે રક્ષણ આપે છે.
કોઈપણ બળતરા મટાડવામાં અને મસા દૂર કરવામાંઘા કે ગુમડા ને પકાવીને ફોડી સાફ કરવા માટે તેની પોટીસ કે લેપ વાપરવાનું આયુર્વેદના ગ્રંથોમાં સૂચવાયું છે. તેનો દૂધમાં, પાણીમાં કે છાસ માં કોઈ પણ રીતે વાટી લેપ કરી શકાય છે. તેનાથી સોજો ઊતરે છે. ફેફસાંના તીક્ષ્ણ વરમમાં, મૂંઝારા ની ગાંઠ ઉપર અને પેટના પડદાના સોજા પર તથા છાતીનો વરમ ઉપર તેમજ જે વખતે જીર્ણ જ્વરની સાથે કોઈ પણ મર્મ સ્થાનની અંદર લોહી ચડી આવે ને પાકતા વાર લાગે તો તેવા સર્વે વ્યાધિઓ ઉપર અળસીની પોટીસ દિવસમાં પાંચ સાત વખત મૂકવાથી આ તમામ દર્દોમાં ફાયદો થાય છે.
અળસીના બીજના પાઉડરમાં અળસીનું તેલ અને મધ મિક્સ કરી, આ મિશ્રણને રોજ મસા પર લગાવવાથી થોડા દિવસમાં મસો ખરી પડશે.સ્ત્રીરોગ માં ઉપયોગીઅળસી ના પાંદડા વાયુ તથા કફ ને ટાળે છે. તેની પિચકારી આપવાથી આંતરડા માં ભરાયેલો મળ દૂર થાય છે. તેની પિચકારી ગર્ભાશયમાં આપવાથી ખરાબી દૂર કરે છે. અળસી બે ભાગ, બાવચી પા ભાગ, વજ પા ભાગ, નાળિયેરનું તેલ 10 ભાગ, ચોખ્ખું પાણી 20 ભાગ લઈ એનું રીતસરનું તેલ બનાવવું.
આ તેલના મગજ અને કાનના દર્દો પર નાક તથા કાનમાં ટીપાં નાખવાથી અથવા ચોપડવાથી તેમજ ઇન્દ્રિયોને દર્દોમાં અને શૂળ દાહ વગેરે વેદનામાં પિચકારી દ્વારા અગર રૂના પોલમાં ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. અળસી 20 ભાગ, કાળા ભાંગરાનાં પાન અઢી ભાગ, બંને સાથે વાટી પાણીની વરાળથી ગરમ કરી તૈયાર કરવુ. આ દવા સ્ત્રીઓને રજ:સ્વલા, પ્રસૂતાને બસ્તી માં શૂળ અથવા દોષથી થયેલી અટકાયત નો ખુલાસો કરવા માટે તથા સોજા અને ગડગૂમડ ઉપર શેક કરવાથી સારો ફાયદો થાય છે.અળસીનાં બીજ 400 દાણા, જેઠીમધ અડધો તોલો, એકાદ ચીર લીંબુની, થોડીક સાકર, તેનો 10 ઔસ પાણીમાં બંધ વાસણમાં ફાંટ બનાવી ચાર કલાક રાખી ગાળીને પીવાથી ખાંસી તથા પ્રમેહ માં સારો ફાયદો તથા પેશાબમાં બળતરા ઓછી થાય છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર