હંમેશા બેસીને પાણી પીવો… ઉભા રહીને પાણી પીવાથી થાય છે આ શરીરને ગંભીર નુકશાન.. જાણો માહિતી

મિત્રો આજનો આ આર્ટીકલ આપણા માટે ખુબ જ મહત્વનો છે. તેથી દરેક વ્યક્તિએ આ આર્ટીકલ વાંચવો જ જોઈએ. કારણ કે આ વાત ખુબ જ કોમન છે અને તે દરેક વ્યક્તિને લાગુ પડે છે. મિત્રો તે વાત છે ઉભા રહીને પાણી પીવું. આપણે બધા સામાન્ય રીતે ઉભા રહીને પાણી પીએ છીએ. ભાગ્યે જ આપણે બેસીને પાણી પીએ છીએ. પરંતુ જો મિત્રો તમે ઉભા ઉભા પાણી પીઓ છો તો આજે જ છોડો આ આદત કારણ કે ઉભા રહીને પાણી પીવાથી તમારા શરીરને નુંકશાન થાય છે.

માનવ શરીરનો ૭૦% ભાગ પાણીનો બનેલો છે. આજ કારણ છે કે જીવતા રહેવા માટે પાણી ખુબ જ આવશ્યક છે. પાણી પીવાથી શરીરના વિષતત્વો બહાર નીકળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીઝમાંથી બોટલ કાઢી ઉભા ઉભા એક સાથે પાણી પીવો છો તો આજે જ છોડો આ આદત કારણ કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આજે અમે તમને ઉભા રહીને પાણી પીવાથી થતા નુંકશાન વિશે જણાવીશું.

મિત્રો આપણને બધાને પાણીની જરૂરીયાત અને મહત્વ વિશે તો ખ્યાલ જ છે કે ક્યારે પાણી પીવું જોઈએ કેટલી માત્રામાં પાણી પીવું પરંતુ આપણે બધા એક વાતથી અજાણ છીએ કે પાણી ક્યારેય ઉભા રહીને ન પીવું જોઈએ. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઉભા રહીને પાણી પીવાથી થતું નુંકશાન. પરંતુ મિત્રો તમે આ આર્ટીકલ વાંચી લેશો તો તમે લગભગ વાંચ્યા બાદ ઉભા રહીને પાણી નહિ પીવો.

સામાન્ય રીતે બધા લોકો ઉભા રહીને જ પાણી પિતા હોય છે. પરંતુ ઉભા રહીને પાણી પીવાથી આપણા શરીરમાં ઘણા ખરાબ પ્રભાવ પડે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પિતા હોઈએ ત્યારે તરત જ તે આપણા શરીરમાં સીધો પ્રવાહ થાય છે.

તે વધારે માત્રામાં આપણા ઇન્ટેન્સટાઈનમાં જઈને આપણા પેટની દીવાલ ઉપર લાગે છે. તેનાથી પેટની દીવાલ અને તેના આસપાસના અંગો પ્રભાવિત થાય છે. અને જો લાંબા સમય સુધી જો આવું જ ચાલે અને તે પેટની દીવાલ અને તેના આસપાસના ભાગને પ્રભાવિત કરતુ રહે તો તેનાથી તેની આડઅસર આપણી પાચનશક્તિ પર જોવા મળે છે. જ્યારે બેસીને પાણી પીવાથી આપણી માંસપેશીઓની સાથે સાથે નર્વસ સીસ્ટમ પણ આરામથી કામ કરે છે. જેથી નર્વસ ઝડપથી તરલ પદાર્થ પચાવવામાં મદદ કરે છે. પરંતુ જો તમે હર હંમેશ ઉભા રહીને પાણી પિતા હોય તો તમે અપચાનો શિકાર પણ બની શકો છો.

ઉભા રહીને પાણી પીવું તે આપણા શરીરમાં રહેલા અન્ય તરલ પદાર્થોનું સંતુલન બગાડી શકે છે. અને આપણા શરીરમાં રહેલ સાંધામાં રહેલ તરલ પદાર્થની પણ ઉણપ ઉભી કરે છે. તેનાથી સાંધાનો દુઃખાવો તેમજ સંધિવા જેવી સમસ્યા સર્જાય શકે છે. તો મિત્રો તમે સમજી લો કે જો તમે ઉભા રહીને પાણી પીશો તો તમને લાંબા સમય પછી ઘૂંટણ ના દુઃખાવાની સમસ્યા થઇ શકે છે.

ઉભા રહીને પાણી પીવાથી કીડની પર ખરાબ અસર પડે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે તે આપણી કિડનીમાંથી સીધું પસાર થઈને નીકળી જાય છે. જેથી લોહીમાં ગંદકી જમા થઇ શકે છે. જેનાથી કીડની અને હૃદયની બીમારી થવાની સંભાવના ઉભી થઇ શકે છે. કીડની ખરાબ પણ થઇ શકે છે આ ઉપરાંત યુરીન ઇન્ફેકશન પણ થઇ શકે છે.

ઉભા રહીને પાણી પીવું તે આપણને છાતીમાં બળતરા તેમજ પેટમાં અલ્સર થવાની સમસ્યા થઇ શકે છે. તો ક્યારેય પણ ઉભા રહીને પાણી ન પીવું જોઈએ.

હંમેશા બેસીને જ પાણી પીવું જોઈએ. કારણ કે બેસીને પાણી પીવાથી તરસ જલ્દી સીપાય જાય છે જ્યારે ઉભા રહીને પાણી પીવાથી આપણી તરસ જલ્દી છીપાતી નથી.

ઉભા રહીને પાણી પીવાથી સૌથી મોટી સમસ્યા એ છે કે આર્થરાઈટીસ થવું. તમે રોજીંદા જીવનમાં રોજ ઉભા રહીને જ પાણી પીવો છો તો લાંબા સમય પછી આ આદત તમને આર્થરાઈટીસનો શિકાર બનાવી શકે છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે પાણી હંમેશા બેસીને એક એક ઘૂંટ કરીને પીવું જોઈએ. આ રીતે બેસીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર સપ્રમાણ જળવાઈ રહે છે. વધારાનું એસિડનું પ્રમાણ ઓછું થાય છે જ્યારે ઉભા રહીને પાણી પીવાથી એસિડનું સ્તર ઓછું થતું નથી તેથી એસીડીટી અને પેટમાં બળતરાની સમસ્યા સર્જાઈ શકે છે.

તો આ રીતે ઉભા રહીને પાણી પીવું તે ઘણી બધી સમસ્યાને આમંત્રિત કરે છે. જેમાંથી અમૂક સમસ્યા એવી છે જેના લક્ષણો તમને લાંબા સમય બાદ દેખાય છે જેનું કારણ હોય છે ઉભા રહીને પાણી પીવાની આદત. તો આજે જ છોડો આ આદત અને ભલે તમારે ગમે તેટલું મોડું થતું હોય પરંતુ તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં જણાવ્યા મુજબ બેસીને એક એક ઘૂંટડો જ પાણી પીવાનું ચાલુ કરો જેથી તેનો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકો તમે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *