અદભૂત ! એક શિક્ષકે બે હાથથી એવા બે ચિત્ર બનાવ્યા કે જોઈને લોકોના તો હોશ ઉડી ગયા….જુવો વીડિયો

નાનપણથી જ આપણે આપણા તમામ કામ બે હાથ વડે કરતા હોઈએ છીએ એમાં પણ વધારે ઉપયોગમાં જમણા હાથને લેતા હોઈએ છીએ. કહેવાય છે કે આપણી તમામ તાકાત જમણા હાથ માં રહેલી હોય છે.અને તે જમણો હાથ મજબૂત ગણાય છે આથી આપણે કોઈપણ બળનું કે વજનનું કામ.કરવાનું હોય તો જમણા હાથ નોનુપ્યોગ કરતા હોઈએ છીએ પરંતુ ઘણા લોકો એવા પણ જોવા મળે છે જે ડાબા હાથનો પણ ઉપયોગ કરતા હોય છે.ઘણા લોકો એવા હોય છે જેઓને જમણા હાથ કરતા ડાબા હાથ માં વધારે તાકાત હોય છે.દુનિયામાં થોડા લોકોરવા પણ હોય છે જે બંને હાથથી સારું એવું બેલેન્સ રાખીને કામ કરી શકતાં હોય છે.

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો જોઈ આપને આશ્ચર્ય માં મુકાઇ જતા હોઈએ છીએ.હાલમાં સોશિયલ મીડિયામાં એક શિક્ષક નો વીડિયો મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે જેમાં શિક્ષક બંને હાથનો ઉપયોગ કરી ને બોર્ડ પર બે ચિત્રો એક જ સમયે બનાવી રહ્યા છે.અને પોતાની આ અદભૂત કળા લોકોને બતાવી રહ્યા છે.આ વિડીયોની શરૂઆત એક ક્લાસ થી થાય છે.જ્યાં એક વ્યક્તિ બ્લેકબોર્ડ ની સામે ખુરશી પર બેઠેલા જોવા મળે છે.જે વ્યક્તિ કેમેરા તરફ જોઈ રહ્યા છે.આ વ્યક્તિ તેના બંને હાથને બ્લેકબોર્ડ પર રાખે છે અને બ્લેકબોર્ડ પર બે સ્કેચ બનાવી દે છે.આ વ્યક્તિ એક હાથે એક સ્કેચ અને બીજા હાથથી બીજું સકેચ બનાવી રહ્યું છે.

આમ તે બંન્ને હાથની મદદથી થોડી જ વારમાં બ્લેકબોર્ડ પર બે સ્કેચ બનાવી દે છે.જ્યારે આ આખી તસવીરો બની જાય છે ત્યારે સમજમાં આવી જાય છે કે આ સ્કેચ શિવાજી અને મહારાણા પ્રતાપ નો છે.આ વીડિયો ૪૬ સેકન્ડનો છે.જેને અત્યાર સુધીમાં ૯ લાખ લોકો જોઈ ચૂક્યા છે અને ૨ લાખથી વધુ પ્રતીકિયા પણ આવી છે.લોકોએ આ આર્ટિસ્ટ ની કલાના વખાણ કર્યા છે.તો ઘણા લોકો નું કહેવું છે કે તેમની સામે અરીસો રાખવામાં આવ્યો હતો તેઓ આ કરી શક્યા. એક ફેસબુક યુઝર્સ લખ્યું કે આ અદ્ભુત કલાને નમન. ત્યાં જ બીજા યુઝર્સ લખ્યું કે એક મહાન કલા.તમને અને તમારી કલાને સલામ. ત્રીજા યુઝર્સ લખ્યું છે કે અદભૂત, અવિશ્વસનીય અને માત્ર કલ્પનાની સાથે હાથની આંગળીઓ થી કરેલો અદ્ભુત નજારો છે.ભલે લોકોએ દાવો કર્યો છે કે આ વ્યક્તિ અરીસામાં જોઈ રહ્યો હતો પરંતુ તેઓએ પણ તેમની આ કળાની પ્રશંસા કરી છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *