હથેળી અને પગના તળિયામાં દાહ-બળતરાથી છૂટકારો મેળવવા ઉત્તમ ઔષધ

આજનુ ઔષધ -મેંદી આપણા બાગ – બગીચા અને વાડમાં સરળતાથી ઊગતી મેંદીએ આયુર્વેદનું અનુપમ ઔષધ છે . તમે એક ગુજરાતી ગીત પંક્તિ સાંભળી જ હશે , “ મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે . આ પંક્તિમાંની મેંદીની જ આ વાત છે . સંસ્કૃતમાં તેને મદયંતિકા ‘ કહે છે .

આ નામ એના ફૂલોની મદમસ્ત – પ્રમત્ત સુગંધને કારણે જ પડ્યું હશે . મેંદીથી હાથ , પગ , વાળ વગેરે રંગવામાં આવે છે . આ ઉપરથી તેનું એક બીજું સંસ્કૃત નામ “ રાગાંગી ‘ પણ છે . જેમને હથેળી અને પગના તળિયામાં ખૂબ જ દાહ – બળતરાની ફરિયાદ રહેતી હોય તેમણે મેંદીના પાનને ખૂબ બારીક લસોટી રોજ થોડા દિવસ લેપ કરવો . ખાવામાં ગરમ ચીજો અને ગરમ મસાલા બંધ કરવા .

આયુર્વેદના પ્રાચીન ગ્રંથ “ નિઘંટુ રત્નાકર’ના કર્તાએ મેંદીને દાહનાશક અર્થાત્ બળતરા મટાડનાર કહી છે . આ ઉપરાંત તેને કફનાશક તથા ચામડીના રોગોનો નાશ કરનાર પણ કહી છે .

“ અષ્ટાંગ હૃદય’ના કર્તા મહર્ષિ વાલ્મટ્ટે મેંદીનો ઉલ્લેખ રક્તપિત્તના ઉપચાર માટે કર્યો છે . આ ઉપરથી જાણી શકાય કે મેંદીનો મુખ્ય અને ધ્યાનપાત્ર ગુણ એની શીતળતા છે . એ દાહશામક છે . પિત્તના જે ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણો છે તેને મેંદીની શીતળતા શાંત કરે છે .

મેંદી કફનાશક અને પિત્તનાશક છે . આ બંને દોષોથી રક્ત અને ચામડી દૂષિત થયા હોય ત્યારે મેંદીનો ઉપયોગ કરવાથી લાભદાયક બને છે .તેના પાંદડા શીતળ છે આથી હ્રદય અને મગજને બળ અને શાંતિ આપે છે

મેંદી મેંદીને ફારસીમાં હીના કહે છે . હીનાનું અત્તર એટલે મેંદીનાં કુલનું અત્તર . હથેળી અને પગના તળીયામાં દાહ થતો હોય તો મેંદીના પાનને બારીક વાટી લેપ કરવાથી અને ખાવામાં ગરમ ચીજો અને ગરમ મસાલા બંધ કરવાથી મટે છે .

મેંદી દાહનાશક ઉપરાંત કફનાશક તથા ચામડીના રોગોનો નાશ કરનાર છે . પીત્તના ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણોને મેંદીની શીતળતા શાંત કરે છે . તેથી એ કફનાશક અને પીત્તનાશક છે . આ બંને દોષોથી રક્ત અને ચામડી દુષીત થાય છે . મેંદીનાં પાન શીતળ અને કુષ્ઠનાશક છે . એનાં ફુલ ઈદયને અને મગજને બળ આપે છે .

સાંધાનો સોજો અને દુખાવો મેંદીનાં પાન વાટી લેપ કરવાથી મટી જાય છે . મેંદી સૌદર્યવર્ધક દ્રવ્ય ઉપરાંત ખુબ જ ઉત્તમ ઔષધ પણ છે . તે ઠંડી , વાયુ તથા કફનાશક , બળતરાને મટાડનાર , ઉલટી કરાવનાર તથા ગરમીનાશક છે .

તેના બીજ કબજીયાત કરનાર , સજા , તાવ અને ગાંડપણ નાશક છે . મેંદીનાં પાન તજાગરમી ( શરીરની આંતરીક ગરમી ) નું ઔષધ છે . તજા ગરમીને લીધે જેમને હાથ પગના તળીયે દાહ – બળતરા થતી હોય તેમણે મેંદીનાં પાન વાટી તેમાં લીંબુનો રસ મેળવી જાડો લેપ કરવો . એનાથી હાથ – પગના ચીરા અને દાહ બળતરામાં રાહત થાય છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *