બાળક ને આંચકી આવતા અટકાવવા માટે શુ કરવુ અને આંચકી આવે તો શુ કરવુ ? જાણો અહી

શરીરના બધાં અવયવોની સરખામણીએ મગજ સૌથી વધુ નાજુક અને સંવેદનશીલ અવયવ માનવામાં આવે છે. તેથી તે શરીરમાં ઊભા થતાં વિપરીત પરિબળોથી ત્વરિત પ્રભાવિત થાય છે. આપનું શરીર જે કાર્ય કરે છે તેમાં મગજ ખુબ મહત્વનો ભાગ ભજવે છે શરીરમાં ઉદભવતા જૈવરાસાયણિક પરિવર્તનો તે લાંબો સમય સહન કરી શક્યું નથી. આવા સંજોગોમાં મગજ તેની આંતરિક વ્યથાને લવારી, આંચકી કે બેભાન અવસ્થા દ્વારા વ્યક્ત કરે છે. ખાસ કરીને નાના બાળકનું અપરિપક્વ મગજ તાવનો પ્રતિભાવ આંચકી દ્વારા આપે છે ત્યારે તેની સંવેદનશીલતાનો સાચો ખ્યાલ આવે છે. દરેક બાળકને તાવ સાથે આંચકી આવતી હોતી નથી. આથી ખાસ કરીને જયારે બાળકને ખુબ તાવ આવે ત્યારે તેને કોઇપણ સંજોગોમાં તાવ ઉતારવાની કોશિશ કરો તાવ ઉતારવા માટે મીઠા વાર પાણીના પોતા શ્રેષ્ઠ ઉપાય છે દર એકસોમાંથી માત્ર પાંચ બાળકોનાં મગજ આવા સંવેદનશીલ હોય છે. જેના લીધે બાળકોને આંચકી આવે છે છ માસથી પાંચ વર્ષ વચ્ચેની ઉંમરનાં બાળકોને તાવ સાથે આંચકી આવવાની શક્યતા વિશેષ રહે છે. આવી તાસીરવાળાં બાળકોમાં તાવ સાથે આવતી આંચકી : પડતા ઉપર પાટું બાળકોમાંથી ૨૦ % બાળકોને ભવિષ્યમાં વાઈનું દર્દ ઊભું થવાની શક્યતા રહે છે. એવું કેટલાંક અભ્યાસોનું તારણ છે બાળકની ઉંમર છ વર્ષની થતાં તેનું મગજ તાવ સહન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે એટલે ત્યારબાદ તાવમાં આંચકી આવતી નથી. તાવ આવે તો આંચકી આવતી અટકાવવા શું કરવું ? તાવ સાથે આંચકી આવવાની તાસીરવાળા બાળકનાં કુટુંબીઓએ ઘરમાં પેરાસિટામોલ નામની દવા હાથવગી રાખવી જોઈએ. બાળકને કોઈપણ કારણથી તાવ આવે ત્યારે પેરાસિટામોલનો એક ડોઝ પિવડાવવો અને પોતાં મૂક્યાં શરૂ કરવાં.

પેરાસિટામોલનો ઉપયોગ અને પોતાં મૂક્યાં વિશે :. આવા ત્વરિત ઈલાજોથી તાવને આગળ વધતો રોકી શકાય છે . થોડા સમય પૂરતો ઉતારી પણ શકાય છે . અહીં એ યાદ અપાવવું જરૂરી બને છે કે , પેરાસિટામોલનો એક ડોઝ આપ્યા બાદ , સમય વેડફ્યા વગર આવતી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પેરાસિટામોલની અસરને કારણે તાવ ઊતરી જાય છે. બાળક સ્વસ્થ બને છે. પરંતુ દવાની અસર પૂરી થતાં તાવ ફરી આવે છે અને તાવ આવતાં ફરી આંચકી આવવાની શક્યતા પણ ઊભી થાય છે. આંચકી ચાલુ હોય ત્યારે શું કરવું ? આંચકી શરૂ થઈ ચૂકી હોય તો આખા શરીરે , ખાસ કરીને માથા ઉપર પાણીનાં પોતાં મૂકવાનું શરૂ કરવું મોઢામાંથી ફીણ આવતાં હોય તો સાફ કરતાં રહેવું. બાળકને પડખાભેર સુવડાવવું. આંચકી ચાલુ હોય ત્યારે બાળકને બળજબરીથી ગોળી તાવની પિવડાવવાની કોશિશ કરવી નહીં. બાળકના શરીરને દબાવી આંચકી અટકાવવાના વ્યર્થ પ્રયત્નો કરવા નહીં. એટલું ખાસ યાદ રાખવું તાવ તાવ સાથે આવતી આંચકી : પડતા ઉપર પાટું ! કે આંચકીનું ઉદ્ભવસ્થાન મગજ હોય છે એટલે મગજને જ્યાં સુધી ઈલાજ દ્વારા શાંત કરવામાં ન આવે ત્યાં સુધી આંચકીને બંધ કરી શકાતી નથી . ઘરમાં ફીટ કરેલા વીજળીના વાયરમાં થતી શોર્ટસર્કિટને કારણે ઉત્પન્ન થતાં સ્પાર્ક ( ઝબકારા ) ને હાથ કે કોઈપણ સાધન વડે દબાવી શકાતા નથી પરંતુ મેઇન સ્વિચ બંધ કરવાથી જે તે બંધ થાય છે. તે રીતે આંચકીને કારણે સતત ધૂણતા હાથપગ ઉપર દબાણ લાદવાથી આંચકી બંધ કરી શકાતી નથી, પરંતુ હાડકાંનું ફ્રેકચર થાય છે , અથવા તો સ્નાયુઓ ઈજા થાય છે સામાન્ય સંજોગોમાં આંચકી ૧૦ ૧૫ મિનિટમાં બંધ થઈ જતી હોય છે. તો પણ બાળકને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ આમ બાળકને તાવ આવે ત્યારે જ તાત્કાલિક ડોકટરનો સમ્પર્ક કરવો અથવા તાવ ઉતાવવા માટેની કોશિશ કરવીજેથી બાળકોને આંચકી આવતી અટકાવી શકાય

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.