અનિલ અંબાણી ના દીકરા એ ગુપચુપ રીતે સગાઈ કરી લીધી ?? જુઓ તસવીરો કોણ છે તેની જીવન સાથી અને કોણ કોણ હાજર રહ્યુ….
અંબાણી પરિવાર ના ગમે તે કાર્યક્રમ નું નામ પડતા લોકો વિચારમાં પડી જાય છે, કે તે કાર્યક્રમ કેવો અદભુત અને ગ્રાન્ડ હશે, અને તેનું સેલિબ્રેશન પણ કેટલું મોટા પાયે કરવામાં આવ્યું હશે, આપણે સોશ્યલ મીડિયા પર ઘણી વાર અંબાણી પરિવાર ના ગ્રાન્ડ ફંકશન જોયા હશે, અને જોયું હશે તેમાં કેવું જબરદસ્ત આયોજન કરવામાં આવે છે, અને કેટલી મોટી મોટી દિગ્ગજ વ્યક્તિઓ તેમાં સામેલ થાય છે.
પરંતુ હમણાં મળતી માહિતી અનુસાર અનીલ અને ટીના અંબાણી નો મોટો દીકરો અનમોલે કૃષા શાહ સાથે કરી સગાઇ અને આ સગાઇ ખુબજ ટુકમાં અને સાદાઈ થી કરવામાં આવેલી હતી, તેની ફોટો સોશ્યલ મીડિયા માં પણ શેર કરવામાં આવી હતી.
વાત કરીએ તો બીઝનેસમેન અનીલ અંબાણી તથા ટીના મુનીમ ના મોટા દીકરા જય અનમોલ અંબાણી એ ૧૨ ડિસેમ્બર ના રોજ પોતાના જન્મદિવસ નિમિતે પોતાની પ્રેમિકા કૃષા શાહ સાથે સાદગીથી અને સામાન્ય પાને સગાઇ કરી હતી, સગાઇ માં ફક્ત તેમના પરિવારો ના સભ્યો જ હાજર રહ્યા હતા.
અને આ સગાઇ સેરેમની ની ફોટો કરીનાના ફઇનો દીકરો અરમાન જૈન એ અનમોલ ના જન્મદિવસ નિમિતે વિશ કરવા તેણે સગાઇ નો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં જોવા મળે છે આ કપલ પોતાની રીંગ ફ્લોન્ટ કરે છે, તેવો પોઝ આપેલો છે. અને અરમાન એ આ પોસ્ટ માં લખ્યું હતું, અનમોલ અને કૃષા ને શુભેચ્છા તમને બંને ને ખુબજ પ્રેમ.
મળતી માહિતી અનુસાર આ સગાઇ સાદાઈ થી કરવાનું કારણ એ હતું કે, ઉલેખ્ખનીય છે કે મુંબઈમાં કોરોનાના કેસ વધતા ૧૪૪ ની કલમ લાગુ કરવામાં આવી છે, જેના કારણે વધુ માણસો ને ભેગા કરવા પર મનાઈ છે, તેથી આ સગાઇ અંગે અનીલ અંબાણી એ કોઇપણ પ્રકારની જાહેરાત કરી ન હતી, તેથી આ સગાઈમાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ થયા હતા.
ટીના અને અનીલ અંબાણી ની વાત કરીએ તો વર્ષ-૧૯૯૧ માં તેમણે લગ્ન કર્યા હતા, અને તેમને બે દીકરા છે, જય અનમોલ અને જય અંશુલ અનમોલ નો ૧૨ ડીસેમ્બર ના રોજ ૩૦ મો જન્મદિવસ હતો, તેથી ટીના એ દીકરા માટે એક પ્રેમાળ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અને તેના હવે પછીના જીવનની અને જન્મદિવસ ની ખુબ શુભેચ્છા પાઠવી હતી.