ક્યારે પણ આ ભુલ ના કરો ! એન્ટી બાયોટીક દવા નાના બાળકો ને આપતા પહેલા…

D0CTOR ‘ S ADVICE ડૉ , ઉન્મેષ ઉપાધ્યાય પીડિયાટ્રિશિયન અમદાવાદ એન્ટિબાયોટિક ડોક્ટરની સલાહ વગર ન આપવી કેટલાય રોગમાં એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે છે . જોકે , એન્ટિબાયોટિક દવાઓને લઈને બાળકોનાં માતા પિતાના મનમાં ઘણા પ્રશ્નો થતા હોય છે .

આવા જ કેટલાક સામાન્ય પ્રશ્નો અને તેના જવાબો વિશે જાણીએ .સવાલ : દરેક બાળકને તાવ આવે એટલે પહેલા દિવસથી એન્ટિબાયોટિક્સ દવા આપવી જરૂરી છે ?જવાબ : ના , જો બાળકનો તાવ બેક્ટરિયાના ચેપને લીધે લાગતો હોય . જેમ કે , કાકડામાં ચેપ , ઝાડામાં લોહી , કાનમાં પરુ , તો જ એન્ટિબાયોટિક્સ આપવી જરૂરી છે . સ

વાલ : શું એન્ટિબાયોટિક્સ ડૉક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને બાળકને આપી શકાય ?જવાબ : ના , ડૉક્ટરની સલાહ અને રોગના નિદાન ર્યા વગર એન્ટિબાયોટિક્સ દવા બાળકને આપવી નહીં . આવું કરવાથી તેની અસરકારક્તા ઓછી થતી જાય છે .સવાલ : કયા રોગમાં એન્ટિબાયોટિક્સની જરૂર નથી હોતી ? જJાબ : વાઇરસનો તાવ , શરદી , વાઇરસના ઝાડા , ગળાનાં દુખાવામાં એન્ટિબાયોટિક્સની જરૂર હોતી નથી . આ રોગમાં સમય જતાં તેની જાતે રિક્વરી આવે છે .

સવાલ : શું બાળક બીમારીમાંથી સારું થાય તરત જ એન્ટિબાયોટિક્સ બંધ કરી શકાય ? જવાબ : ના , બાળકને બીમારીમાંથી રિકવરી આવ્યા પછી પણ ડૉક્ટરની સલાહ મુજબ દવાનો કોર્સ પૂરો કરવો જરૂરી છે . એન્ટિબાયોટિક્સ દવાઓ બાળકને ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય ડોઝમાં આપવી જરૂરી છે .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *