નાભિમાં આ 7 પ્રકારના તેલ લગાવવાથી થાય છે 70 અદભુત ફાયદા, જાણો વધુ માહિતી…

જ્યારે બાળક માતાના શરીરમાં હોય ત્યારે આ બાળકને બધું જ પોષણ અને શ્વાસ નાભિ દ્વારા જ મળે છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે નાભિ દ્વારા જ માતાના ગર્ભથી અલગ પડે છે. કહેવાય છે કે 72000 નાડીઓ નાભિ સાથે જોડાયેલી છે. જેનાથી નાભિ પર તેલ લગાવવાથી જેની સીધી અસર આપણા શરીરમાં થાય છે. બધી જ નાડીઓનું કેન્દ્ર નાભિ છે.

સરસવનું તેલ નાભિ પર લગાવવાથી ફાયદો થાય છે. સરસવનું તેલ લગાવવા માટે પહેલા રૂ લેવું. અને તેનાથી નાભિની સફાઈ કરવી. ઘણી વખત નાભિની બરાબર સફાઈ નહિ થવાથી તેની અંદર માટી જામી જાય છે. એટલા માટે તેને સાફ કરવી જરૂરી છે.

આ પછી સરસવના તેલને થોડું ગરમ કરી લેવું. તેલને માત્ર હળવું જ ગરમ કરવું. તેલમાં આંગળી નાખવાથી આંગળીમાં કોઈ અસર ન થાય એટલું જ ગરમ કરવું. આ પછી આ તેલમાં રૂનું ટુકડો પલાળીને નાભિ પર લગાવવો. જેને નાભિ પર અંદરની બાજુ ઘડિયાળની દિશામાં ઘુમાવીને હળવે હળવે નાભિની ફરતે માલીશ કરવી.

આ પ્રયોગથી ફાટેલી એડીઓ ઠીક થાય છે. એડી ફાટી ગઈ હોય, એડીઓમાંથી ખોળ ઉતરી જતી હોય તેમાં આ ઈલાજ ખુબ જ કામ કરે છે. જે લોકોના નખ કપાય જાય છે, પીળા પડી જાય છે, નખમાં ચીરા પડવા લાગે છે જેમાં ફાયદો થાય છે. જે લોકોના હોઠ ફાટી જતા હોય, હોઠોમાં ખુશ્કી આવી જાય તેમાં પણ સરસવનું તેલ ખુબ જ ફાયદો કરે છે. આમ, સરસવનું તેલ નાભિ પર લગાવવાથી તેની સીધી અસર નાભિ પર થાય છે.

નારીયેળનું તેલ પણ નાભિમાં લગાવવાથી શરીરમાં ફાયદો કરે છે. આ માટે પણ નાભિની સફાઈ કરવી અને તેલને ગરમ કરવું અને તેને નાભિ પર લગાવવું. નારીયેળ તેલ નાભિ પર લગાવવાથી આંખોમાં ખુશ્કી, આંખોની રોશની તેજ થાય છે, વાળની ખુશ્કી દૂર થાય, વાળનું સુકાપણું, વાળની ઓછી લંબાઈ, વાળ સફેદ થઈ જવા આ બધી જ સમસ્યામાં નાભિ પર નારિયેળનું તેલ લગાવવાથી લાભ મળે છે. શરીરમાં કોઈ અંગમાં કમજોરી હોય, જેમકે આંખોમાં કમજોરી હોય, મગજમાં કમજોરી હોય જેમાં નાભિમાં તેલ લગાવવાથી લાભ મળી શકશે.

એરંડીયાનું તેલ પણ નાભિ પર લગાવી શકાય છે. આ તેલ નાભિ સાફ કરીને સહેજ ગરમ કરીને લગાવવાથી સાંધાનો દુખાવો ઠીક થાય છે. ઘૂંટણનો દુખાવો, એડીનો દુખાવો, કલાઈનો દુખાવો, કોણીનો દુખાવો, ખંભાનો દુખાવો વગેરેમાં એરંડીનું તેલ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. આ તેલથી જેટલા પણ સાંધામાં દર્દ હોય, પગમાં દર્દ હોય, કમરમાં દર્દ હોય, સાયટીકા હોય, સ્લીપ ડિસ્ક હોય આ બધામાં એરંડાનું તેલ ફાયદાકારક હોવું જોઈએ.

બદામ તેલ લઈને તેને હળવું સહેજ ગરમ કરી લેવું અને નાભિની રૂના ટુકડા વડે સફાઈ કરી લેવી અને આ સફાઈ કર્યા વાળ બદામના લગાવી શકાય તેવા ગરમ તેલમાં આ રૂનો ટુકડો ભીંજવીને લગાવવો. જેનાથી ધીરે ધીરે નાભિની અંદર ગોળ ગોળ રીતે આ ટુકડાને ઘડિયાળની દિશામાં ફેરવવો અને આવી રીતે માલીશ થાય છે. બદામનું તેલ નાભિમાં લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. જે ચહેરાનો નીખાર લાવે છે. ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે. ખીલ, ડાઘ વગેરેમાં બદામનું તેલ ખુબ જ ફાયદો કરે છે. બદામમાં વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. જેના લીધે આ તેલ નાભી પર લગાવવામાં આવે તો જે લોકોના વાળ ખરે છે. સફેદ થવા લાગ્યા હોય. એ લોકો માટે નાભિ પર બદામનું તેલ ખુબ જ ફાયદો કરે છે.

લીમડાનું તેલ ખુબ જ ઉપયોગી છે અને આ તેલ પણ નાભિમાં લગાવીને લાભ મેળવી શકાય છે. આ માટે પણ નાભિને રૂની મદદથી સફાઈ કરવી અને હળવું ગરમ લગાવી શકાય તેવું કરીને નાભિ પર રૂની મદદ વડે ઘડિયાળ ફરે તેવી રીતે નાભિની અંદર માલીશ કરતા કરતા લગાવવું. આ લીમડાનું તેલ ચહેરા પર ફોડલા, ફોડલીઓ, ગુમડા, અળાઈ, ચામડી પરની એલેર્જી જેવા લોહીના ખરાબાથી જે રોગ થાય છે તેમાં આ લીમડાનું તેલ ઉત્તમ છે. એલેર્જીના કારણે ચહેરા પર જખ્મ હોય, ચહેરા પર ફૂન્સીઓ નીકળી હોય, દાણા નીકળ્યા હોય આ બધામાં લીમડાના તેલથી એલેર્જી નાબુદ થાય છે. આ સાથે દાદ, ખાજ, ખુજલી, ખસ, ખરજવું, ધાધર, ખંજવાળ બધામાં આરામ મળે છે.

લીંબુનું તેલ પણ ઉપયોગી છે. લીંબુ શરીરમાં ખુબ જ ફાયદો કરે છે જેનાથી પણ લીંબુનું તેલ ઉપયોગી છે. આ ઈલાજ માટે લીંબુના તેલને હળવું ગરમ કરી લેવું અને નાભિની સફાઈ કરી લેવી અને બાદમાં નાભિ પર રૂની મદદથી ઘડિયાળની દિશામાં લગાવી દેવું. લીંબુનું તેલ ચહેરા પરના ડાઘ, ધબ્બા, કરચલીઓ વગેરેમાં ફાયદો કરે છે. શરીરના લોહીની સફાઈ કરે છે. લીંબુના તેલમાં વિટામીન સી હોય છે. માટે આ તેલ નાભિ પર લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે.

જૈતુનનું તેલ શરીર માટે ફાયદાકારક છે. જે લોકોનું શરીર મોટું થઈ જાય છે. શરીરમાં ફેટ વધી જાય છે. જે લોકોનું શરીર ભારે થઈ ગયું હોય આ સમસ્યામાં નાભિ પર જૈતુનનું તેલ લગાવી શકાય છે. આ માટે પણ નાભિને રૂથી સાફ કરવી અને તેના પર હળવું લગાવી શકાય તેવું જૈતુનનું તેલ ગરમ કરીને લગાવવું. આ તેલ નાભિ પર લગાવવાથી સાંધાનો દુખાવો પણ ઠીક કરે છે. ઘૂંટણમાં કડકડ અવાજ આવતી હોય, ચાલવામાં પરેશાની હોય, એડીમાં યુરિક એસીડ વધી ગયું હોય તો એડીમાં દર્દ થાય છે. આ સિવાય કોણીમાં દર્દ, કલાઈમાં દર્દ, ખંભામાં દર્દ હોય, સાયટીકા દર્દ, સ્લીપ ડિસ્ક દર્દ વગેરે જેટલી પણ સાંધાથી સંબંધિત બીમારીઓ હોય તે બધી જૈતુનના તેલથી ઠીક થઇ જાય છે.

આ રીત નાભિમાં તેલની માલીશ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આ તેલ નાભિમાં રહેલા છિદ્રોમાંથી સીધું જ નાડીમાં જાય છે. જ્યારે નાભી પર તેલ રગડવાવામાં આવે છે ત્યારે તે તેલ શરીરમાં શરીરમાં ગુણકારી જે અંગમાં જરુરી હોય ત્યાં પહોંચે છે અને તેની અસર થાય છે. આ રીતે આ તેલ ખુબ જ ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે નાભિ પર આ સાત પ્રકારના તેલના નાભિ પર લગાવવાથી થતા ફાયદાઓ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *