શું તમને વિટામિન B12 ની ઊણપ છે? તો અપનાવો આ ઘરેલું ઉપચાર…

વિટામિન બી12 શરીર માટે ખૂબ મહત્વનું છે, કારણ કે તે શરીરમાં ડીએનએ (DNA) અને લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે મદદ કરે છે. વિટામીન બી12 વિના લાલ રક્ત કણો બનાવવા ખુબ જ મુશ્કેલ હોય છે જો આ ન થવાથી શરીરમાં મેગાલોબ્લાસ્ટીક એનીમિયાનીસમસ્યા ઉત્પન્ન થાય છે. આટલું જ નહીં, શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર બરાબર રાખવામાં, શરીરને ઉર્જા આપવા તેમજ ત્વચા, વાળ અને નખ માટે વિટામિન બી12 ખુબ જ જરૂરી છે.

વિટામિન બી12, આવશ્યક વિટામિન હોવા છતાં, શરીર જાતે બનાવી શકતું નથી. તેને મેળવવા માટે આપણે આહાર પર નિર્ભર રહેવું પડે છે. જો તેની માત્રા ખૂબ ઓછી હોય તો ગંભીર લક્ષણો સામે આવવા લાગે છે. વિટામિન બી12 ની ઉણપની સ્થિતિમાં શરીર સામાન્ય કદ કરતા મોટી લાલ રક્ત કોશિકાઓ બનાવે છે, જે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી.

વિટામીન B-12ની ઉણપમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય છે. આ માટેના ઈલાજ માટે 100 ગ્રામ શુદ્ધ અને દેશી ગોળ લેવો.

આ પછી 20 ગ્રામ ધાણા લેવા. આ ધાણાને બરાબર સુકાવી લેવા. ત્યારબાદ તેને ખાંડીને કે દળીને પાવડર કરી લેવો. આ પાવડર બની જાય ત્યારે તેને છાલણી વડે છાળી લેવો અને તેમાં 2 ચમચી ગાયનું શુદ્ધ ઘી ઉમેરવું. આ મિશ્રણને એક વાસણમાં લઈને ગરમ કરી બરાબર મિક્સ કરી લેવું. આ પછી તેને ઠંડુ પાડવા દેવું ત્યારબાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓને ભેજ વિહીન એક કાચના વાસણમાં ભરી લેવી.

જયારે પણ વિટામિન બી12 ની ઉણપ જણાય ત્યારે આ ગોળીને ભૂખ્યા પેટ સવાર સાંજ સેવન કરવું. આ ગોળી સુચાઈ ગયાબાદ તરત જ જમી લેવું, જયારે સાંજે જમ્યા પહેલા આ ગોળી લેવી અને ગોળી સુચાઈ ગયા બાદ તરત જ જમી લેવું. આ ગોળીને ધીમે ધીમે મોઢામાં નાખી સગળવી, આમ કરવાથી મોઢામાં લાળ બનવાનું શરુ થશે અને આ લાળ સાથે ગોળી ભળ્યા બાદ ગળામ ઉતારી જવાથી આપણું શરીર કુદરતી રીતે વિટામિન બી12 બનાવશે. તેના લીધે વિટામિન બી12ની ઉણપ દુર થશે અને રોગપ્રતિકાર ક્ષમતામાં પણ ઘણો સુધારો થશે. આયુર્વેદિક રીતે વિટામીન B12ની ઉણપમાંથી છુટકારો મેળવવા માટે આ એક ઉત્તમ ઉપાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *