કરો આ બીજનો ઉપયોગ થોડાક દિવસ માં જ મળશે પરિણામ, ટાલ વાળા માથા માં પણ ઉગી જશે વાળ, આ ઉપરાંત 50 થી વધુ રોગોમાં પણ છે રામબાણ ઈલાજ

અરીઠા એ સૌનું જાણીતું અને ઘરગથ્થુ ઔષધ છે. આ ઔષધ ચોપડવામા અને પીવામાં એમ બન્ને રીતે એનો ઉપયોગ થાય છે. આ વૃક્ષનાં પાંદડાં ઉંબરાનાં પાંદડાં કરતાં મોટાં, છાલ ભૂરા રંગની તથા ફળની લૂમો હોય છે.જુના સમયમાં સ્ત્રીઓ પોતાના વાળની સુરક્ષા માટે ઘણા ઘરગથ્થું ઉપચારના અરીઠાનો ઉપયોગ કરતી હતી. આપણા વાળ આપણી પર્સનાલીટીની શોભા હોય છે. આજના આર્ટીકલમાં અમે એક એવી ઔષધિ જણાવીશું જે આપણા શરીને ખૂબ જ લાભદાયી છે.જ્યારે પણ વાળ ધોવા હોય ત્યારે આગલી રાતે અરીઠાં, આમળાં અને શિકાકાઈ પલાળી રાખવાં. બીજા દિવસે આ મિશ્રણ ઉકાળી લેવું. પછી ઠારીને એનાથી વાળ ધોવાથી વાળ લિસ્સા, સુંવાળા, લાંબા અને કાળા થય જાય છે.

માથામાં ખોડો, જૂ પડી હોય, ગુમડાં હોય તો આરીઠાના ફીણ થી એ બધી ફરિયાદો દૂર થાય છે. અરીઠા, મહેંદી અને આમળાના ચુર્ણને પાણીમાં ભેળવીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણમાં એક લીંબુનો રસ ભેળવી દો, પછી તેને વાળમાં લગાવી દો. બે કલાક પછી વાળ પાણી વડે ધોઈ લો. વાળની તમામ સમસ્યા માટે તે ફાયદાકારક છે.અરીઠાં વિષનાશક છે. અરીઠાંનું પાણી આંખમાં અને નાકમાં નાખવાથી ગમે તેવું ઝેર ઊતરે છે. અફીણ, વછનાગ, સોમલ, મોરથુથુ અને હરતાલ જેવું કોઈ પણ ઝેર પેટમાં ગયું હોય તો અરીઠાનું પાણી કરીને પીવરાવવાથી તરત જ ઊલટી થઈ તે વિષ બહાર નીકળી જાય છે.

કફ જામી ગયા પછી છૂટતો ન હોય તો અરીઠાંની છાલ મોઢામાં રાખીને ચગળવાથી કફ પાતળો પડીને નીકળી જાય છે. અરીઠાંનો મુખ્ય ઉપયોગ તો મુર, ફેફરું, વાયુના હિસાબે માથું ભમવું વગેરેમાં થાય છે. ફીટને કારણે બેભાન બનેલા માણસના નાકમાં ૫૦ ગ્રામ અરીઠાં પાણીમાં મસળી ટીપાં નાખવાથી દર્દી ભાનમાં આવી જાય છે.બહેનો પિરિયડ્સમાં હોય ત્યારે અરીઠાંનો ધુમાડો સ્વસમાં લેવાથી ફાયદો થાય છે એમાં માસિક સાફ આવતો ન હોય તો અરીઠાં જેવું અસરકારક બીજું ઓસડ નથી. દરરોજ રાત્રે અરીઠાનું પાણી આપવાથી માસિક સાફ આવે છે. વરસાદની સીઝનમાં કૉલેરાનો વાયરો અચૂક વાય છે. તેમાં પણ અરીઠાં કામનાં છે. શરીર પર અને પગનાં તળિયે અરીઠાનું ફીણ ચોપડવું અને સાથે એક-એક ચમચી અરીઠાનું પાણી દર અડધો એક કલાકે દર્દીને પિવડાવવું.

કૃમિવાળા નાના બાળકને ૨૫ ગ્રામ અરીઠાંની છાલ અને ગોળી કરીને આપવાથી કૃમિ ઓછી થાય છે. દમ અને શ્વાસ સહિતની ઉધરસમાં અરીઠાનો મગજતરી અને સુંઠ સરખા ભાગે લઈ તેની ચણાજેવડી ગોળી બનાવીને દમવાળા માણસને ચગળવા આપવાથી દમ ઓછો થાય છે.સારાં અરીઠાંની છાલ ખાંડી તેની વાટ બનાવી પ્રસૂતિમાર્ગમાં મૂકવાથી તુરત જ છુટકારો થાય છે. એવી જ રીતે માસિક નિયમિત અને સાફ ન આવતો હોય તો અરીઠા મૂકવાથી માસિક સાફ આવે છે અને પેટમાં દુખવાની ફરિયાદ પણ દૂર થાય છે.

ઘણાં લાંબા વખતથી તાવ આવતો હોય તો તાવની ગરમી મગજમાં ચડી ન જાય એ માટે માથા પર બરફની કોથળી રાખવાથી ફાયદો થાય છે. એના બદલે જો માથા પર અરીઠાંના પાણીનાં પોતાં મૂકવામાં આવે તો એથી તાવ ઊતરવામાં મદદ થાય છે અને બીજું કંઈ નુકસાન પણ થતું નથી.ચામડીના રોગોમાં અરીઠાં ઉત્તમ છે. ત્વચા પર ખંજવાળ, ખસ, કોઢ, બળતરા થતી હોય તો એ જગ્યાએ અરીઠાંનું પાણી ચોપડવું અથવા તો એ પાણીથી સ્નાન કરવું. બળતરા થતી હોય ત્યારે અરીઠાનાં ફીણમાં કપૂર મેળવીને ચોપડવાથી પણ ફાયદો થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *