અવનવી ચટપટી વાનગી બનાવવાની રેસીપી

સુરતી ખમણ રીત : ચણાની દાળને સાતેક કલાક પલાળી રાખો.પછી બધું પાણી કાઢી બે વખત ધુઓ એટલે વાસ ના મારે . હવે એ દાળને મિક્સીમાં પીસી નાંખો . હવે એને ઢાંકીને આથો આવવા માટે રાખો . એમાં પાંચ મેથીના દાણા નાંખો . દસ કલાક પછી આથો આવી જાય એટલે એમાં મીઠું , આદુ , મરચા અને એક ટીપૂન તેલ નાંખો . બરાબર હલાવી એક થાળીમાં ખીરું નાંખી ઢોકળીયામાં બાફ્ટા મુકો . બરાબર બફાઈ જાય એટલે ડીવાર ઠંડું થાવા દો . તેનાં ટુકડા કરી લો . હવે એક વઘારીયામાં થોડું તેલ લો . તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાંખો , રાઈ તતડી જાય એટલે એમાં હિંગ , લીમડાના પાન અને તલ નાંખી એ વઘાર ખમણ ઢોકળા પર રેડો . ઉપરથી કોથમીર અને કોપરાનું છીણ નાખી સજાવો . ગ્રીન ચટણી સાથે ખમણની મઝા માણો . ખમણની ઉપર બારીક સમારેલા કાંદા અને સેવ ભભરાવો.

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી : ખમણની સામગ્રી ૫૦૦ ગ્રામ ચણાદાળ નારિયેળનું ખમણ , આદું – મરચા , શ્રી ગીતા સીંગ તેલ – હિંગ – રાઈ , કોથમીર , મીઠું ખારો ખમણની રીત રાત્રે ચણાની દાળને પલાળી , સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો . બાદ તેમાં વાટેલ આદું – મરચાં , મીઠું નાખી આથો લાવો થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી , વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો તેલ ગરમ કરી રાઈ – હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો . તૈયાર થયે સમારેલ કોથમીર – મરચા અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.

ખમણ ઢોકળા બનાવવા માટે ચટણી બનાવવાની રેસીપી ચટણીની સામગ્રી ૨૦૦ ગ્રામ ખમણનો ભૂકો, શ્રી ગીતા સીંગ તેલ, ૧૦૦ ગ્રામ અડદ – દાળ, ખાંડ રાઈ, કોથમીર,લીમડો , કોપરું અને દહીં તૈયાર કરો ચટણીની રીત: સૌ પ્રથમ અડદની દાળને તેલમાં શેકીને વાટો, કોપરું અને કોથમીર ઝીણાં વાટી, તેમાં મીઠું નાખી ખમણનો ભૂકો ભેળવો, પછી આદું, મરચાં, મીઠું બધું વાટીને તેમાં નાખો, તેમાં રાઈ, મીઠા – લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં ભેળવો. આ રીતે તૈયાર થયેલી ચટણીનો ખમણ સાથે ઉપયોગ કરો.

બ્રેડ ઉત્તપમ બનાવવાની રેસીપી સામગ્રી : બ્રેડની ચાર સ્લાઇસ , ૧/૨ કપ સોજી, બે ચમચી મેંદો, ૧ ૨ કપ દહીં , એક ટામેટાં સમારેલું ), એક શિમલા મરચા સમારેલાં ), બે ડુંગળી સમારેલી ), ૧૨ કોથમીર , એક મોટી ચમચી આદુ છીણેલું ), બે લીલા મરચાં , સ્વાદ માટે મીઠું, તેલની જરૂરિયાત મુજબ, પાણીની જરૂરિયાત મુજબ રીત : સૌ પ્રથમ, બ્રેડની કિનારી કાપી અને તેને અલગ કરી લો, હવે સોજી, મેંદા પાણી અને દહીં સાથે બ્રેડનો સફેદ ભાગ મિક્સ કરી વાટી લો અને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો, પેસ્ટમાં ટામેટાં, શિમલા મરચાં, ડુંગળી, આદુ, લીલા મરચાં અને મીઠું ઉમેરો. મધ્યમ તાપ પર એક તવી મૂકી તેના પર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો, તેલ ગરમ થઈ જાય પછી, તેમાં ઉત્તપમની પેસ્ટ નાખો, એક બાજુ શેકાઈ જાય તો પલટીને બીજી સાઈડથી પણ સોનેરી થયા સુધી શેકો, તૈયાર છે બ્રેડ ઉત્તપમ, ચટણી, સાંભાર અથવા ટામેટાના સોસ સાથે સર્વ કરો.

સુરતી લોચો બનાવવાની રીત સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો . હવે તેમાં એક ચમચી ચણાનો લોટ , મીઠું નાખી વાટો . તેમાં થોડોક સોડા બાય કાબી અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો . હવે આ ખીરાને ગોટા / ભજીયાના લોટ જેવું ઢીલું કરો . તેમાં લીલું મરચું અને હળદર નાખો . હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી , કૂકરની ડિશ પર તેલ ચોપડો તથા તેલ ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાંખી દો . હવે દસેક મિનિટ સુધી મિશ્રણ ગરમ થવા દો .

પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડિશમાં લઈ લો . આ થયો લોચો તૈયાર . હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી બટર રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો . હવે એક વાડકીમાં લાલ મરચું , સંચળ , જીરું , મરી , મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો . એક ખમણના ટુકડાનો ભૂકો , લીલું મરચું , પાલક , કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો . તેને લોચા સાથે પીરસો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *