અનેક રોગો માટે શિયાળામાં અમુલ્ય ઔષધ સુંઠના ફાયદા…

સૂંઠ ના ફાયદા સ્વાદે તીખી પણ સ્વાસ્થ્ય માટે મીઠી એવી સૂંઠ ના અનેકગના ફાયદાઓ છે. આ ફાયદાઓ વિષે ઘણા ખરા લોકો નહિ જાણતા હોય સૂંઠ કફ ને બાળનાર, હૃદય ની કાર્યક્ષમતા વધારનાર, શરીરમાં થતાં વિવિધ દૂ:ખાવાને દૂર કરનાર માનવામાં આવે છે.

તો ચાલો જાણીએ , સૂંઠ નું સેવન કરવાના ફાયદાઓ વિષે. ઠંડીમાં ઘણી ચીજોનો પોતપોતાના ફાયદા સમાયેલા હોય છે જે રીતે ઠંડીમાં આદુ અને આદુની ચા લાભકારી હોય છે એ જ રીતે જો ડ્રાય આદુ જેને આપણે સૌ સૂંઠ કહીએ છીએ જો એનો ઉપયોગ કરવામાં આવે તો આ પણ ઠંડીમાં ફાયદાકારક સાબિત થાય છે. સુંઠના સેવન થી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. ગેસની સમસ્યા હોય તેવા લોકો માટે સૂંઠ રામબાણ સમાન ઈલાજ માનવામાં આવે છે. જો સૂંઠ , હીંગ અને મરી આ ત્રણેય વસ્તુ મિક્સ કરી ઉપયોગમાં લેવામાં આવે તો ગેસની સમસ્યામાં લાભ થાય છે અને ગેસની સમસ્યા દુર થાય છે. સાંધાના દુખાવામાં લાભકારી છે સુંઠ પાવડર. સૂંઠ સાંધાના દુખાવાના દર્દીઓ માટે ખૂબ લાભકારી સાબિત થાય છે.

જો સૂંઠ અને જાયફળને પીસીને તલના તેલમાં મિક્સ કરીને એમાં કપડું પલાળીને સાંધાના દુખાવા પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. વજન ઘટાડવામાં પણ મદદરૂપ નીવડે છે સુંઠ પાવડર: જો રોજ સવારે અડધી ચમચી સૂંઠને ગરમ પાણીની સાથે લેવામાં આવે તો એના પાચનક્રિયા દુરુસ્ત થાય છે. જેનાથી સરળતાથી આપણા શરીરનું વજન ઓછું થવા લાગે છે. દૂધ સાથે પીવાથી નથી આવતી હેડકી, સૂંઠને જો દૂધમાં ઉકાળીને , ઠંડું કરીને પીવામાં આવે તો એનાથી એડકી આવવાનું બંધ થઇ જાય છે. સાથે જ જો પાણીમાં ઉકાળીને ઠંડું કરીને પીવામાં આવે તો પાંસળીઓમાં દુખાવો રહેતો નથી.

પાકેલા આદુને સુકવી લેવાથી સુંઠ બને છે. આદુ અને સુંઠના ગુણ લગભગ સરખા જ છે. એ જમવામાં રુચી ઉપજાવે છે, પાચક, તીખી, સ્નીગ્ધ, ઉષ્ણ અને પચવામાં હલકી છે. પચ્યા પછી મધુર વીપાક બને છે. વળી એ ભુખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે. સુંઠથી પાચનક્રીયા બહુ સારી રીતે થાય છે. પેટમાં વાયુ-ગૅસનો સંચય થતો નથી. બધી જાતની પીડામાં સુંઠ ઉપયોગી છે.

બેથી ત્રણ ચપટી જેટલું સુંઠનું ચુર્ણ બે ચમચી દીવેલમાં મીશ્ર કરી સવાર-સાંજ બે-ત્રણ અઠવાડીયાં લેવામાં આવે તો કફ, વાયુ અને મળબંધ મટે છે, વીર્ય વધે છે, સ્વર સારો થાય છે અને ઉલટી, શ્વાસ, શુળ, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, આફરો અને પેટનો વાયુ મટે છે.

હાડકાના સાંધાઓના જુના સોજામાં સુંઠ અને દીવેલના ઉપયોગથી ફાયદો થાય છે. અડધી ચમચી સુંઠનું ચુર્ણ, નાની સોપારી જેટલો ગોળ અને એક ચમચી ઘી મીશ્ર કરી લાડુડી બનાવી ખુબ ચાવીને સવારે નરણા કોઠે ખાવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ લાગે છે અને કફ છુટો પડે છે.

શરીર એકદમ ટાઢું થઈ જાય, અરુચી, ચુંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો સુંઠ ગોળ સાથે ખાવાથી કે પાણી સાથે ફાકવાથી લાભ થાય છે.
અપચો, ભુખ ન લાગવી-મંદાગ્ની અને ગેસની ફરીયાદમાં રોજ સવારે અડધી ચમચી સુંઠનું ચુર્ણ, એક ચમચી ગોળ અને એક ચમચી ગાયનું ઘી મેળવીને લાડુડી બનાવી લેવાથી થોડા દીવસોમાં આવી તકલીફો મટી જાય છે.

આદુના રસમાં પાણી અને જરુર પુરતી ખડી સાકર નાખી પાક કરવો. તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ નાખીને કાચની બાટલીમાં ભરી રાખવો. આ પાક એક ચમચીની માત્રામાં સવાર-સાંજ મધ સાથે લેવાથી શરદી, સળેખમ, શ્વાસ જેવા કફના રોગો મટે છે.

સુંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઉંઘ નીયમીત થાય છે. શરદી, સળેખમ, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં સુંઠનું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ થાય છે, કાચો રસ એટલે આમનું પાચન થાય છે અને જઠરાગ્નીનું બળ વધે છે.
અડધી ચમચી સુંઠ બે ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી કફના રોગોમાં રાહત થાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *