રેસ્ટોરન્ટ કરતા પણ સારું જમાડે છે અને એ પણ માત્ર 1 રૂપિયામાં દિલ્હીના પરવીન કુમાર ગોયલ.. જાણો તેના આ ઉમદા કાર્ય વિશે
કોરોના વાયરસના કારણે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. કેટલાક લોકો એવા છે જેમની પાસે બે ટાઈમના રોટલા માટે પણ પૈસા બચ્યા નથી. દિલ્હીના પરવીન કુમાર ગોયલ આવા ગરીબ લોકોની મદદ માટે મસીહા બનીને આવ્યા છે. પરવીન કુમાર ગોયલ દરરોજ શ્યામ રસોઈ બનાવે છે જેથી ગરીબ લોકોને ભોજન મળી શકે. જેના દ્વારા ગરીબ લોકોને માત્ર એક રૂપિયામાં ભોજન આપવામાં આવે છે.
પરવીન કુમાર ગોયલ લાંબા સમયથી આ રસોડું ચલાવી રહ્યા છે અને રોજિંદા ઘણા ગરીબોને ભોજન આપી રહ્યા છે. નાંગલોઈની ભુટ્ટો ગલીમાં પરવીન કુમાર ગોયલે શ્યામ રસોઈની સ્થાપના કરી છે. જે સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીં આવતા લોકોને માત્ર 1 રૂપિયામાં ભોજનની પ્લેટ આપવામાં આવે છે.
51 વર્ષીય પરવીન કુમાર ગોયલે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને આ રસોડું શરૂ કર્યું હતું. તેમના કહેવા મુજબ તેઓ 2 મહિનાથી આ રસોડું ચલાવી રહ્યા છે. આ રસોડાની મદદથી ઘણા લોકોને ભોજન મળી રહ્યું છે. પરવીન કુમાર ગોયલ કહે છે કે દરરોજ એક હજારથી વધુ લોકો અહીં ખાવા માટે આવે છે. આ લોકો ગરીબ છે અને આસપાસના વિસ્તારોમાં જ રહે છે.
પરવીન કુમાર ગોયલે કહ્યું કે અમે અહીં 1,000 થી 1,100 લોકોને ભોજન આપીએ છીએ અને ઈન્દ્રલોક, સાંઈ મંદિર જેવા નજીકના વિસ્તારોમાં ત્રણ ઈ-રિક્ષા દ્વારા પાર્સલ પણ પ્રદાન કરીએ છીએ. લગભગ 2,000 દિલ્હીવાસીઓ શ્યામ રસોઈમાં ભોજન કરે છે. પરવીન કુમાર ગોયલે જણાવ્યું કે ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા છે અને ખાદ્યપદાર્થો પણ દાનમાં આપ્યા છે. જેથી તેઓ સરળતાથી આ રસોડું ચલાવી શકે. પરવીન કુમાર ગોયલના કહેવા પ્રમાણે, અમને લોકો પાસેથી દાન મળે છે.
ગઈકાલે એક વૃદ્ધ મહિલા આવી અને અમને રાશન આપીને ગઈ. એ જ રીતે કેટલાક લોકો આપણને ઘઉં આપે છે. આ રીતે અમે છેલ્લા બે મહિનાથી આ રસોડું ચલાવી રહ્યા છીએ. ખાદ્યપદાર્થો ઉપરાંત, લોકો અમને ડિજિટલ રીતે પણ ચૂકવણી કરી રહ્યા છે. અમારી પાસે આ રસોડું વધુ સાત દિવસ ચલાવવાની ક્ષમતા છે. ઉપરાંત, હું દરેકને રાશનમાં મદદ કરવા અને આ સેવા ચાલુ રાખવા વિનંતી કરું છું. જેથી ગરીબોને ભોજન મળી શકે.