આજે બનાવો ભરેલા મરચાનું શાક, સ્ટેપ બાય સ્ટેપ સાથેની રેસીપી જોઈને …

અત્યારે માર્કેટમાં મરચાં ખૂબ સરસ મળે છે. એકદમ મોળા જે ના રાયતા મરચાં એટલે શાક બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.  ચાલો આજે ચણાના લોટનો ઉપયોગ કરીને બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ ભરેલા મરચાં. રેસીપી જોઈને બાનવજો નહી તીખું બને પરંતુ  એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું બનશે.

જરૂરી સામગ્રી :

  • 5 થી 6 લીલા મરચાં,
  • 2 ચમચી ચણાનો લોટ,
  • સ્વાદ મુજબ હળદર, મસાલો, નમક, ખાંડ અને લીંબુનો રસ,
  • એક ચમચી તેલ
  • ચપટી હિંગ,
  • અને વઘાર માટે રાઈ

બનાવની રીત :

સૌ પ્રથમ મરચાને ધોઈને લૂછીને સાફ કરવા અને પછી બધા જ મરચા ઊભા ચીરા કરવા અને બી કાઢી નાખવા.હવે એક વાસણમાં ચણાનો લોટ લેવાનો એમાં એક ચમચી તેલ નાખવું ને પછી હળદર, નમક, મરચું, લીંબુનો રસ, ખાંડ નાખી મિક્સ કરવું.પછી બનાવેલો મસાલો હાથની મદદથી મરચામાં ભરો.હવે એ મરચાને એક તપેલીમાં પાણી નાખો ને એની ઉપર કાણાંવાળી ડિશ મૂકી એમાં મરચાં સાચવીને મૂકો ને પછી તેના ઉપર એક બીજી ડિશ ઢાકો.એકદમ ધીમા ગેસે 7 મિનિટ સુધી મરચાને બફાવા દો ને ગેસ બંધ કરો.પછી નાની કઢાઈને ગેસ પર મૂકો ને એમાં તેલ અને રાઈ ને હિંગ નાખી બાફેલા મરચાં નાખો ને હલાવો.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.