શરદી-તાવ, દમ-અસ્થમા, માથા-દાંત ના દુખાવા માટે હવે ડોક્ટર પાસે જવાની જરૂર નય પડે, માત્ર એકવાર આનું સેવન કરો

ભોંયરીંગણીના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડ માં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. આ છોડ ની દરેક વસ્તુ જેવીકે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ, પાર્શ્વશુળ વગેરે મટાડે છે. આજે અમે તમને જણાવીશું ભોંયરિંગણીથી આપણાં સ્વાસ્થ્યને થતાં લાભો વિશે.ભોંયરીંગણીના ફૂલના રસનો લેપ બનાવીને એને કપાળ પર લગાવી રાખવાથી માથાના દુઃખાવામાં તરત રાહત થાય છે. ઉધરસ મટાડવા માટે ભોંયરીંગણીના ઉકાળામાં લીંડીપીપરનું ચૂર્ણ મેળવીને પીવું જોઈએ. જણાવી દઈએ કે ભોંયરીંગણીથી કફ મટી જાય છે, અને લિંડીપીપરથી નવો કફ ઉત્પન્ન થતો નથી.

જો શરીરમાથી કફ એ દૂર કરવા માટે ફક્ત ભોંયરીંગણીના છોડને સુંકવીને સુંકાઈ ગયા બાદ તમારે તેના કટકાને મગ સાથે મગનો સ્વાદ બગડશે એ નહિ. એમા તમારે આદુ, લસણ એ વગેરે નાખી તેને ખાવાથી આ સમસ્યા દૂર થશે. જે લોકોને કોરી ઉધરસ આવતી હોય તેને ભોઈયરીંગણીનું ચૂર્ણ એ મધમાં નાખીને ખાવાથી તેનાથી ઉધરસ મટે છે.જો ઉધરસ કે પછી લોહી વાળું કફ આવતું હોય તો તેના નિકાલ માટે તમારે આ ઝાડ ના સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી રોજ સવારે પીવા જોઈએ. ભોંયરીંગણી નો પંચાંગ સાથેનો આખો છોડ સૂકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભૂકો બે ગલાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી શરદી, કફ, ખાંસી તેમ જ ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે.

ભોંયરીંગણીના પાન તોડવાથી એમાંથી જે દૂધ જેવો રસ નીકળે છે, એ રસના એક કે બે ટીપાં આંખમાં નાંખવાથી આંખમાંથી ખરાબ પાણી બહાર નીકળી જાય છે, અને આંખોના રોગ દૂર થાય છે. એ સિવાય ભોંયરીંગણીના મૂળને લીંબુના રસમાં ઘૂંટીને આંખોમાં આંજવાથી આંખોમાં થતા જાળા અને ધૂંધળાપણું મટે છે.માથામાં ટાલ પડતી હોય તો ભોંયરીંગણીનો રસ અને મધ સરખા ભાગે મિશ્ર કરી લગાવવાથી સારો ફાયદો થાય છે.દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમિ થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરિયા થયો હોય તો ભોંયરીંગણીના બીનો પ્રયોગ કરવો.ભોંયરીંગણીનો રસ બે ચમચી જેટલો દિવસમાં ત્રણ વખત મધ નાખી પીવાથી તમામ જાતના મૂત્રરોગ મટે છે.

શ્વાસની તકલીફવાળા દરદીને મોટી ભોરીંગણી ઉપર જીરું, આમળકંટીનું ચૂર્ણ સાથે આપવાથી શ્વાસ નિયમસરનો થાય છે. એનાં મૂળ આસોપાલવનાં પાનમાં વાટી તેનો ઉપયોગ વાળા ઉપર કરવાથી તે ફોલ્લા ફૂટી વાળો તાકીદે નીકળે છે. તેનાં બીજની ધુમાડી આપવાથી દાંતના ચસ્કા મોળા પડે છે. ભોંયરીંગણીનો ઉકાળો પીપર સાથે લેવાથી ખાંસીમાં ઘણી રાહત થાય છે.ભોંયરીંગણીનો રસ દહીં સાથે પીવાથી પથરી મટે છે. ભોંયરીંગણીના રસમાં દહીં મેળવી લેપ કરવાથી માથાની ટાલ અને ઉંદરી મટે છે. ભોંયરીંગણીનો રસ મધ સાથે સરખા ભાગે પીવાથી દમ અને કફના રોગો મટે છે. ભોંયરીંગણીના પાનના ઉકાળામાં મગ પકવી રોજ ખાવાથી દમ મટે છે. સર્પગંધા ચૂર્ણ અને ભોંયરીંગણીના કાંટાનું કંટકારી ચૂર્ણ લેવાથી બ્લ્ડપ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *