ઉનાળા મા બીલી નુ શરબત વરદાન છે જાણો કેવી રીતે બનાવવુ

ડાયાબિટીસના દર્દીઓએ બીલીના ફળનું શરબત પીવાથી ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહે છે તેમજ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી ડાયાબિટીસથી બચાવે છે. આમ ડાયાબીટીસના દર્દીઓએ ડાયાબીટીસ કંટ્રોલ કરવા નિયમિત બીલીના ફળનું શરબત પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેમજ હાર્ટ પ્રોબ્લેમ વારા દર્દીઓ માટે પણ બીલીના ફળનું જ્યુસ (શરબત ) ખુબ ફાયદાકારક છે બીલીના ફળનું શરબત કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે. જેથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે અને હાર્ટ એટેકથી બચી શકાય છે.

સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે બીલીના ફળમાં ભરપુર માત્રમાં પ્રોટીન હોય છે , જેનાથી મસલ્સ મજબૂત થાય છે . આથી સાંધાના દર્દમાં આરામ આપે છે. કબજિયાત માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે આમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જેનાથી કબજિયાત દૂર થાય છે અને ડાઈજેશન સારું રહે છે. તેમજ એનિમિયા માટે પણ ગુણકારી છે આમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. જેનાથી તે એનિમિયાનો રોગ દૂર કરવામાં મદદ છે. આમ બીલના ફળનું શરબત સાંધાના દુખાવા દુર કરવા, મસલ્સ મજબુત કરવા, કબજિયાત દુર કરવા, એનીમિયાનો રોગ દુર કરવા માટે બીલીના ફળનું શરબત ખુબ ફાયદાકારક છે.

બીલીના ફળના શરબતમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે તમને અલ્સરથી બચાવે છે તેમજ ડાયરિયા થયા હોય તો પણ બીલીના ફળનું શરબત રાહત અપાવે છે. આમાં રહેલું ટેનિન ડાયરિયાના ઈલાજમાં ઈફેક્ટિવ છે તેમજ બીલીના ફળમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોવાથી . જે ઇન્ફેકશનથી બચાવે છે. આમ બીલીના ફળનું શરબત અલ્સર, ડાયરિયા તેમજ ઇન્ફેકશનથી બચાવે છે

બીલીના ફળના શરબતમાં વિટામિન સી હોય છે . જે લોકોને નબળાઈ રહેતી હોય તેને નિયમિત બીલીના ફળનું શરબત પીવું જોઈએ જે નબળાઈ જેવી બીમારીથી બચાવે છે. મોતિયોથી બચવા માટે આ ફળનું જ્યુસ ખુબ ફાયદાકારક છે આમાં બીટાકેરોટીન હોય છે . જે મોતિયાની સમસ્યાથી બચાવે છે .

બીલીના ફળનું શરબત બનાવવાની રીત: બીલાના ફળનુ શરબત બને છે. તેમજ એ ઘણું ટેસ્ટી પણ હોઈ છે. અને તેનાંથી શરીર માં ખુપ જ ઠંડક મળે છે જરૂરી સામગ્રી: ૧ – બિલા, ૧ – ચમચી સંચળ, ૧ – ચમચી શેકેલા જીરાનો પાવડર, ૧ – લીંબુ, ૨ ગ્લાસ – પાણી, ૧૫ થી ૨૦ – ફુદીનાં ના પાન, ૧૦૦ ગ્રામ – ખળી સાકર નો પાવડર શરબત બનાવવા માટે સૌ પ્રથમ દસ્તા વડે એનું ઉપરનું કઠણ પડ દૂર કરો. દસ્તા વડે એના પર મારવાથી એના બે ટુકડા થશે અને અંદર રહેલો ગર્ભ બહાર નીકળશે. તમારે ચમચીથી એ કઠણ પડ પર રહેલો બધો માવો કાઢી, એને એક તપેલીમાં નાખી એને મસળીને સારી રીતે એકરસ કરી દેવાનો છે. ત્યારબાદ મિક્સર જાર માં લઈ એ માવામાં બે ગ્લાસ જેટલું પાણી નાખો.હવે એમાં સંચળ, મરી પાવડર , જીરું પાવડર , અને ફુદીનાના પાન જરૂર મુજબ ખળી સાકર નાખો. ત્યારબાદ લિંબુનો રસ એમાં ઉમેરો, અને બધું સારી રીતે ચર્ણ કરો. હવે એને ગ્લાસમાં ભરી એમાં બરફના ટુકડા નાખી એને સર્વ કરો. આ શરબત ઘણું જ સ્વાદિષ્ટ લાગશે

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.