સ્વાસ્થ્ય માટે કાળા ચોખા છે ખૂબ જ ઉપયોગી, જાણો તેના અસરકારક ફાયદા…

આપણે નિયમિત રીતે ભોજનમાં ચોખાનો ઉપયોગ રોજબરોજ કરીએ છીએ. જે આપણા શરીરમાં કોઈને કોઈ ફાયદો કરતા હશે, પરંતુ અમે આ લેખમાં આવા એક કાળા કલરના બ્લેક ચોખા એટલે કે કાળા રાઈસ વિશે જણાવી રહ્યા છીએ. આ ચોખા શરીરમાં કરે છે ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદો. આ ચોખાના સેવનથી શરીરમાં રહેલા ભયંકર રોગ અને કાયમી રોગો પણ છુમંતર થઈ જાય છે.

ઘણા લોકો ચોખાને લીધે વજન વધવાની સમસ્યાથી ડરતા હોય છે, જયારે ઘણા લોકોને સુગર વધવાનો પણ ચોખાના સેવનથી રહે છે, પરંતુ આ ચંદોલીના આ બ્લેક ચોખા સંપૂર્ણ શુગર ફ્રી છે. જેના લીધે આ ચોખાના સેવનથી આરોગ્ય પણ બગડતું નથી. આ ચોખા આપણા ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં જ 14 જિલ્લામાં થાય છે. આ ચોખાની સૌપ્રથમ ખેતી ચીનમાં થઈ હતી અને આ પછી ભારતના આસામ અને મણીપુર શરુ થઈ હતી.

કાળા ચોખામાં વિટામીન બી, વિટામીન ઈ સિવાય કેલ્શીયામ્મ મેગ્નેશિયમ, આયર્ન તથા જીંક વગેરે તત્વ હોય છે. જે માનવ શરીરમાં જઈને એન્ટીઓક્સીડેંટ કરવાનું કાર્ય કરે છે, જેના લીધે લીધે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ ચોખાનો અનેક રીતે અને સામાન્ય ચોખાની માફક ખીર, ખીચડી, ભાત વગેરે બનાવીને ઉપયોગ કરી શકાય છે. જયારે સલાડ બનાવીને પણ આ કાળા ચોખાનો ઉપયોગ કરી શકાય છે. આ સલાડ બનાવવા માટે કાળા લાવવા.

કાળા ચોખાનું ભાત બનાવવાની રીત: સૌ પ્રથમ તળી શકાય તેવા કોઈ વાસણમાં પાણી ગરમ કરો. પછી તેમાં કાળા ચોખા, આદુના નાના ટુકડા નાખીને સારી રીતે ઉકાળી લો. જ્યાં સુધી ઉકાળો કે બધા જ આ કાળા ચોખા પાકી બફાઈ જાય.

એક વાર બફાઈ ગયા પછી થોડીવાર સુધી તી ઠંડા પડવા માટે છોડી દો. એક કપમાં લીંબુ, આદુ અને સિરકાને સારી રીતે ભેળવી દો. આ બધાંનું મિશ્રણ કરવામાં મિક્સરનો ઉપયોગ કરો. આ પછી એક કટોરીમાં ચોખા, કેરી, તુલસી અને લાલ મરચાને એક સાથે રાખો. અ પછી સિરકા વાળા મિશ્રણને ચોખાની ઉપર નાખો. આ રીતે ખાવા માટે બ્લેક ચોખા તૈયાર થઈ ગયા જેનું તમે સેવન કરી શકો છો.

આ બ્લેક રાઈસ હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, અર્થરાઈટીસ એલેરજીની સાથે કેન્સર જેવા રોગોમાં લડવામાં મદદરૂપ થાય છે. આ બ્લેક ચોખામાં ઝીંક અને આયર્નનું પ્રમાણ વધુ હોય છે, જે માનવ શરીર માટે ખુબ જ જરૂરી છે. ન્યુટ્રીશન વોલ્યુમથી આ ચોખા ભરપૂર છે. આ ચોખામાં એન્ટી ઓક્સીડેન્ટ, પ્રોટીન, જીન્સ, ફાઈબર અને આયર્ન મોટા પ્રમાણમાં હોય છે. આ ચોખા ડાયાબીટીસ જેવી બીમારીઓમાં ખુબ જ ઉપયોગી છે. આ ચોખા ઔષધીય ગુણ ધરાવતા હોવાથી તેનો કલર કાળો હોય છે.

આ કાળા ચોખામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મનુષ્યના શરીર માટે ખુબ જ જરૂરી છે. તે શરીરને ફ્રી રેડીકલથી બચાવીને ઘણી બધી બીમારીઓના જોખમને ઘટાડે છે. આપણા શરીરમાં આ ફ્રી રેડીકલના કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે, જેમાં ગઠીયા વાની સમસ્યા, હ્રદય રોગ, અલ્ઝાઈમર રોગ વગેરે સમસ્યાઓ સામેલ છે. એવામાં આ ચોખાનું સેવન કરવાથી એન્ટીઓક્સીડેંટ મળે છે, જે ઉપરોક્ત રોગોને ઠીક કરે છે અને સાથે યાદશક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ ઉપયોગી થાય છે.

કાળા ચોખા કેન્સર જેવી ઘાતક બીમારીઓમાં પણ ઉપયોગી છે, આ ચોખા ઘણી હદ સુધી આ કેન્સરની બીમારીમાં ફાયદો કરી શકે છે. આ કાળા ચોખામાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ફ્રી રેડિકલના પ્રભાવને ઓછો કરવામાં અને શરીરને ઓક્સીડેટીવ ક્ષતિથી બચાવ કરીને કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદગાર થાય છે. આ ચોખામાં એન્ટી કેન્સર ગુણ પણ પણ હોય છે. જેના કારણે જે કેન્સરના ખતરાને ઓછો કરી શકાય છે.

કાળા ચોખા એન્ટી ઇન્ફલેમેટરી ગુણ ધરાવે છે, જેના લીધે જે સોજાની સમસ્યાને મટાડી શકાય છે. કાળા ચોખાની છાલમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. આ માટે નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં સોજાને મટાડવામાં ઉપયોગી થાય છે.

કાળા ચોખામાં વજનને ઘટાડવાના ગુણ હોય છે. કાળા ચોખા શરીરમાં અનેક રીતે ફાયદો કરી શકે છે. કાળા ચોખા શરીરમાં મેટાબોલિઝમને સુધારે છે. જેના લીધે ચરબીના થર રહેલા હોય છે તે થર પોષકતત્વોમાં ફેરવાય જાય છે અને શરીરમાં લાભ કરે છે.

કાળા ચોખાનું સેવન હ્રદયને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. તે ધમનીઓમાં પ્લાંક જામવાને રોકી શકે છે. પ્લાંક એક પ્રકારનો ચીકણો પદાર્થ હોય છે. આ પદાર્થ હ્રદય ધમનીઓમાં જામી જવાથી હ્રદય રોગ, હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ થઇ શકે છે. એવામાં કાળા ચોખાના સેવનથી આ પ્લાંકને જામતો રોકી શકાય છે અને સારા કોલેસ્ટ્રોલનુ સ્તર પણ વધી શકે છે અને હ્રદય રોગના જોખમને ઓછુ કરી શકાય છે.

લીવરમાં ડીટોક્સિફાઈ કરવામાં પણ આ કાળા રંગના ચોખા ઉપયોગી છે. આ ચોખા શરીરમાં રહેલી તમામ અશુદ્ધિઓને દૂર કરે છે. શરીરમાં અસંખ્ય અશુદ્ધીઓ હોય છે, જે આ ચોખાના સેવનથી દૂર થાય છે. કાળા ચોખામાં રહેલા ગુણ લીવરની સફાઈ કરે છે અને લીવરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે, જે લીવરને સ્વસ્થ બનાવે છે.

મગજના સ્વાસ્થ્યમાં પણ આ બ્લેક રાઈસ ઉપયોગી થઈ શકે છે. કાળા ચોખામાં એંથોસાયનિન નામનું એક એન્ટીઓકસીડેંટ પ્રભાવ ધરાવતું ફ્લેવેનોઈડ હોય છે. જે મગજના રોગોમાં ખુબ ઉપયોગી છે. જે મગજના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. જે તણાવ અને અલ્ઝાઈમર ના રોગના જોખમને પણ ઘટાડી શકે છે.

ડાયાબીટીસ માટે તો આ ચોખા રામબાણ ઈલાજ છે. આ ચોખામાં એન્થો સાયનીન નામનું તત્વ લોહીમાં ગ્લુકોઝને ઓછું કરી શકે છે. એન્થોસાયનીન, ઈન્સુલીનની કાર્ય ક્ષમતા વધારે છે. આ ચોખાના સેવનથી શરીરમાં ઈન્સુલીન બને છે, જે સુગરનું પાચન અટકાવીને લોહીમાં વધારે પ્રમાણમાં ભળી જતા ગ્લુકોઝને અટકાવે છે. જેના લીધે ડાયાબીટીસમાંથી રછુટકારો આપવાનું કાર્ય આ કાળા ચોખા કરે છે.

કાળા ચોખામાં ફાઈબર નામનું પોષક તવ આવેલુ હોય છે જેના લીધે તે પાચન તંત્રને સુધારે છે. જે ખોરાકના કણોનું સારી રીતે પાચન કરી શકે છે. ફાઈબરને લીધે તે શરીરના પાચનને સુધારવામાં ઉપયોગી થાય છે. ખોરાક પચી જાય છે. માટે જો પાચન ક્રિયા બગડી હોય તો આ કાળા ચોખાનું સેવન કરી લેવું.

બ્લડપ્રેસરની સમસ્યાને ઠીક કરવા માટે કાળા ચોખા ખુબ ઉપયોગી છે. કાળા ચોખામાં આવેલા ડાયેટરી ફાઈબર હાઈબ્લડ પ્રેશરના જોખમને ઓછુ કરે છે. આ રીતે જો વધારે બ્લડપ્રેસર રહેતું હોય, તો નિયમિત રીતે કાળા ચોખાનું સેવન કરવું.

અસ્થમા જેવી શ્વાસની બીમારીના ઇલાજમાં પણ આ કાળા ચોખાને લઈ શકાય છે. સોજાને કારણે થતી ઘણી બધી બીમારીઓમાં કાળા ચોખામાં રહેલા ઈન્ફેલમેટરી ગુણ અસ્થમાની બીમારીના જોખમને ઓછુ કરવામાં સહાયક થાય છે. કાળા ચોખામાં ફ્લેવોનોઇડ આવેલા હોય છે, જે અસ્થમા માટે પ્રભાવકરી માનવામાં આવે છે.

આંખમાં ઘણા લોકોને તકલીફ થતી હોય છે. આ ચોખાના સેવનથી આંખોમાં પડતી તીવ્ર રોશનીને કારણે રેટીનાના ક્ષતિને રોકવામાં મદદ કરી શકે છે. ઘણા લોકોને આંખમાં વારંવાર તકલીફ રહે છે. જયારે કાળા ચોખામાં વધારાના હાનીકારક તત્વોની રોશનીને રોકવાના ગુણ હોય છે. જેના લીધે તે શરીરમાં અનેક ફાયદાઓ કરે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *