આંખ નીચેના કાળા દાગ ચપટીમાં થઈ જશે દુર, લગાવી દો ઘરમાં જ રહેલી આ વસ્તુઓ… વધી જશે ચહેરાની ચમક અને સુંદરતા…

આંખ નીચેના ડાર્ક સર્કલ થવા પાછળનાં ઘણાં કારણો હોઈ શકે છે. અમે તમારા માટે એવા ઉપાય લઈને આવ્યા છીએ જે આંખ નીચે થતા ડાર્ક સર્કલને દૂર કરશે. જો તમારી આંખ નીચેનો ભાગ કાળો નજર આવે છે તો આ આર્ટીકલ તમને ઉપયોગી થશે. અમે તમારા માટે એવા ઉપાય લઈને આવ્યા છીએ જે આંખો નીચે થતા ડાર્ક સર્કલને દૂર કરી શકે છે, આંખોની નીચે થતા ડાર્ક સર્કલ ન માત્ર મહિલાઓ પરંતુ પુરુષોનામાં પણ ખૂબ જ મોટી સમસ્યા છે તે વધુ સ્ક્રીન દેખાવાને લીધે અને ઓછી ઊંઘ તણાવ અને બીજા ઘણા કારણોના લીધે થઈ શકે છે.

આપણે જોઈએ છીએ કે જ્યારે આંખો નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે ત્યારે આપણે થાકેલા અને ઘરડા દેખાઈએ છીએ પરંતુ તમે પણ ડાર્ક સર્કલથી પરેશાન છો તો દૂધનો ઉપયોગ કરો કારણ કે ડાર્ક સર્કલના ઈલાજ માટે દૂધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે દૂધમાં ત્વચાને લાઈટ કરવાના ગુણ હોય છે.

ડાર્ક સર્કલ થવાના કારણો : આંખો નીચે ડાર્ક સર્કલ હોવાના ઘણા કારણો હોઈ શકે છે તેમાં આનુવંશિકતા, ઉંમરની વૃદ્ધિ, શુષ્ક ત્વચા, વધુ રડવું અથવા કોમ્પ્યુટરની સામે ઘણા સમય સુધી કામ કરવું, માનસિક તથા શારીરિક તણાવ ઊંઘ ઓછી થવી, પૌષ્ટિક ભોજનનો અભાવ આ દરેક વસ્તુ તેમાં સામેલ છે.

આંખ નીચે ઉપસ્થિત ડાર્ક સર્કલ દૂર કરવાના ઉપાય :

1) મધ લીંબુ અને કાચું દૂધ : સૌપ્રથમ એક ટેબલ સ્પૂન કાચું દૂધ લો હવે તેમાં ચોથા ભાગનો લીંબુનો રસ ઉમેરો જ્યારે દૂધ ફાટી જાય ત્યારે તેમાં એક ચમચી મધ ઉમેરો આ મિશ્રણને આંખોની આસપાસ ત્રણથી ચાર મિનિટ સુધી મસાજ કરો હવે દસ મિનિટ સુધી લગાવીને રહેવા દો ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લો આ પ્રક્રિયાને તમે નિયમિત રૂપથી કરી શકો છો.

2) બદામનું તેલ અને દૂધ : બરાબર માત્રામાં ઠંડું દૂધ અને થોડું બદામનું તેલ ઉમેરો અને તે બંનેને એક સાથે મિક્સ કરો તૈયાર થયેલા આ મિશ્રણને બે કોટન બોલમાં ડુબાડો હવે આ કોટન બોલને આંખો ઉપર એ પ્રમાણે રાખો કે ડાર્ક સર્કલ પણ કવર થાય.પંદરથી વીસ મિનિટ માટે તેને લગાવીને રહેવા દો. ત્યારબાદ તાજા પાણીથી ધુઓ. તમે આ ઉપાય દૂધની સાથે દર બીજા દિવસે ફરીથી કરી શકો છો.

3) બટાકાનો રસ અને દૂધ : તમારે સૌ પ્રથમ એક બટાકુ લઈને તેને છીણવું પડશે હવે આ છીણેલા બટાકાનો રસ બહાર કાઢો ત્યારબાદ એક ચમચી બટાકાનો રસ લો અને તેમાં બરાબર માત્રામાં ઠંડું દૂધ ઉમેરો. આ મિશ્રણને કોટન બોલની મદદથી આંખોની નીચે લગાવો, ત્યારબાદ પંદરથી વીસ મિનિટ સુધી ત્વચા ઉપર લગાવેલું રહેવા દો અને પાણીથી ધુઓ. ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ ઉપાયને દૂધ સાથે દરરોજ કરી શકો છો.

4) ઠંડુ દૂધ : સૌપ્રથમ એક બાઉલમાં થોડું ઠંડું દૂધ લો અને તેમાં બે રૂના બોલ પલાળો. આ કોટન બોલને આંખોની ઉપર એ પ્રમાણે રાખો કે ડાર્ક સર્કલ કવર થઇ જાય ત્યારબાદ તેને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તે કોટન બોલને દૂર કરો ત્યારબાદ તાજા પાણીથી આંખો ને ધુવો. તમે દરરોજ દિવસમાં બે થી ત્રણ વખત આ કરી શકો છો. ડાર્ક સર્કલને દૂર કરવા માટે દૂધનો ઉપયોગ કરવાનો આ સૌથી આસાન ઉપાય છે.

5) ગુલાબ જળ અને દૂધ : ઠંડું દૂધ અને ગુલાબજળને બરાબર માત્રામાં મિક્સ કરો હવે આ મિશ્રણમાં બે ત્રણ કોટનના બોલ પલાળો, ત્યારબાદ તેને તમારી આંખોની ઉપર મૂકો તેનાથી ડાર્ક સર્કલને કવર કરો હવે તેને 20 મિનિટ સુધી લગાવીને રહેવા દો. હવે કોટનના બોલ બહાર કાઢીને તાજા પાણીથી આંખોને ધોઈ લો. ડાર્ક સર્કલ દૂર કરવા માટે આ પ્રક્રિયાને દૂધની સાથે તમે અઠવાડિયામાં ત્રણ વખત કરી શકો છો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *