ગલગોટાના વાસી ફૂલથી જ ચમકાવો તમારો ચહેરો. ઘરે જ કરો આ સરળ ઉપાય.
મિત્રો તમે ફૂલો વિશે તો ઘણું જાણતા હશો જ. અને ફૂલને જોઈને દરેક મન લલચાય છે. ગુલાબ, કરેણ, જાસુદ, કમળ, લીલી, ચંપો, પારીજાત, કોયલ ફૂલ, મોગરો, ગલગોટો, સુરજમુખી, વગેરે. આ ફૂલોને જોઈને તેને સ્પર્શ કરવાનું મન થાય છે. અને મહિલાઓને તેના માથામાં નાખવાનું મન થાય છે. તેમજ તેનો હાર બનાવીને ભગવાનને ચડાવવાનું મન થાય છે. પણ જો તમે શિયાળામાં તમારી સુકી ત્વચાથી પરેશાન છો તો તેના માટે તમે ગલગોટાના ફૂલનું ફેસ પેક બનાવી યુઝ કરી શકો છો.
ગલગોટાના ફૂલનો વધુ ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. ગલગોટાના ફૂલને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આથી જ તેનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. જો કે આર્યુવેદમાં ગલગોટાના ફૂલનો ઉપયોગ ઘણી ઔષધીયો બનાવવા માટે થાય છે. તે જોવામાં તો સુંદર દેખાય છે સાથે જ તે ત્વચા માટે પણ ખુબ લાભદાયી છે. ગલગોટાના ફૂલથી બનાવેલ ફેસ માસ્ક ગ્લોઇન્ગ ત્વચા મેળવી શકાય છે. સ્કીનના ઘણા પ્રકારના વિકારોને પણ દુર કરી શકાય છે.
સ્કીનનો નિખાર વધારવા માટેની આવશ્યક સામગ્રી : બદામનું તેલ – 80 મિલી, ગલગોટાનું ફૂલ – 1, કાંચનું જાર – 1.
બનાવવા માટેની રીત : એક વાસણમાં બદામનું તેલ નાખો અને પછી તેમાં ગલગોટાના ફૂલની પાંખડીઓને ડુબાડી દો. લગભગ 15 દિવસ સુધી તેને આમ જ રહેવા દો. હવે 15 દિવસ પછી એક કપડા વડે આ મિશ્રણને ગાળી નાખો. આ તૈયાર તેલનો ઉપયોગ દરરોજ રાત્રે સુતા પહેલા કરવો અને સવારે થોડા નવશેકા પાણી વડે ચહેરો ધોઈ નાખવો. આ પેકનો ઉપયોગ શિયાળામાં સુકી ત્વચા માટે ખુબ ફાયદાકારક છે. આમ દરરોજ તેના નિયમિત ઉપયોગથી તમારી ત્વચામાં ગ્લોઇન્ગ જોવા મળશે.
ઈન્સ્ટન્ટ ગ્લો માટેની સામગ્રી : ગલગોટાના ફૂલની પાંખડીઓ – 1 થી 2 કપ, ગુલાબ જળ – 5 મોટા ચમચા સફરજન – ¼ કપ.
બનાવવા માટેની રીત : સૌ પ્રથમ બધી જ સામગ્રીને મિક્સરમાં પીસી નાખો. તૈયાર પેસ્ટને પોતાના ચહેરા પર લગાવો અને 15 મિનીટ રહેવા દો. ફેસ પેક સુકાય ગયા પછી પાણીથી ચહેરો ધોઈ નાખો. આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરી શકો છો. તેનાથી ચહેરો ગ્લોઇન્ગ જોવા મળશે.
ઓઈલી ત્વચા માટે ફેસ પેક બનાવવા માટેની સામગ્રી : ગલગોટાના ફૂલની પેસ્ટ – 1 મોટો ચમચો, દહીં – એક મોટો ચમચો, લીંબુનો રસ – ½ ચમચી, ગુલાબ જળ – એક મોટો ચમચો.
બનાવવા માટેની રીત : બધી જ સામગ્રીને એક સાથે મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લો. તૈયાર ફેસ પેકને સમાન રૂપે ચહેરા પર અને ગરદન પર લગાવો. પેકને સારી રીતે સુકાવા દો. પેક સુકાય ગયા પછી તેને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ નાખો. આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવાથી ઓઈલી સ્કીનમા નિખાર આવી જશે.
સામાન્ય ત્વચા માટે પેક બનાવવા માટેની સામગ્રી : ગલગોટાના ફૂલની પેસ્ટ – 1 મોટો ચમચો, બેસન – 1 મોટો ચમચો, કાચું દૂધ – 1 મોટો ચમચો.
બનાવવ માટેની રીત : બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરીને તેનું પેક તૈયાર કરી લો. આ પેકને ચહેરા પર અને ગરદન પર લગાવો. તેને બરાબર સુકાવા દો. પેકના સુકાય ગયા પછી તેને નવશેકા પાણીથી ધોઈ નાખો. આ ફેસ પેકને અઠવાડિયામાં ત્રણ વખત લગાવવું. તેનાથી ત્વચામાં નિખાર જોવા મળશે. આમ આ દરેક પેક તમારી ત્વચાને ચમકદાર બનાવી દેશે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.