કોબીજમાં હોય છે આ જંતુ… આવી રીતે પહોંચી જાય છે આપણા મગજમાં. જરૂર જાણો અને શેર કરો.

મિત્રો આપણે ત્યાં લીલા શાકભાજીને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી જણાવવામાં આવ્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા શાકભાજી વિશે જણાવશું, જેમાં રહેલા જંતુ આપણા મગજ સુધી પહોંચી જાય છે. પરંતુ તેના વિશે લગભગ આજ સુધી તમને જાણવા નહિ મળ્યું હોય. તો આજે અમે આ લેખમાં તે શાકભાજી વિશે જણાવશું અને કેવી રીતે તેના જંતુ આપણા દિમાગ સુધી પહોંચે છે તેના વિશે પણ જણાવશું. તો ચાલો જાણીએ તે શાકભાજી વિશે વિસ્તારથી આ લેખમાં.

કોબીજ એક પોષ્ટિક ગુણોથી ભરપુર લીલા પાંદવાળી શાકભાજી છે. જેને લોકો ખુબ જ ચાવથી ખાતા હોય છે. તેમજ બીજા શાકભાજી સાથે તેને મિક્સ કરીને ખાવામાં આવે તો તે ખુબ જ સ્વાદિષ્ટ બની જાય છે. આજકાલ ઘણા બધા ફાસ્ટફૂડમાં તેનો ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઘણા બધા સલાડમાં પણ કોબીજનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો તો તેને કાચી જ ખાવાનું પસંદ કરતા હોય છે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે માટીમાં વિભિન્ન પ્રકારના જીવજંતુઓ હોય છે. જેને પરજીવી કહેવામાં આવે છે. જેમાં એસ્કેરીસ, હુકવાર્મ, ટેપવાર્મ, રાઉન્ડવાર્મ વગેરે અતિ સુક્ષ્મ જીવના ઈંડા માટીમાં હોય છે. જે ફસલમાં અથવા તો કોઈ પાકમાં આવી જાય છે.

પરંતુ મિત્રો કોબીજમાં મુખ્યરૂપે ટેપવાર્મ નામના જંતુના ઈંડા હોય છે. જેમાં કોબીજનો કાચો ઉપયોગ કરવાથી અથવા તો બરાબર પકાવવામાં ન આવે, તો એ જંતુ આપણા પેટ સુધી પહોંચી જાય છે. જે આપણને બીમારી પણ આપી શકે છે.

તે જંતુ આપણા પેટમાં હાઈડ્રોક્લોરીક અલ્મના સંપર્કમાં આવવાથી પેટનું બહારનું કઠોર આવરણ ઓગળી જાય છે. ત્યાર બાદ પાચક રસોથી અપ્રભાવિત આ ઈંડા આપણા આંતરડામાં પહોંચી જાય છે અને આંતરડાના મ્યુકોસા સાથે ચોંટીને નાના નાના વાર્મના રૂપમાં મોટા થવા લાગે છે. તે વાર્મ આપણા ભોજનમાંથી પોષણ મેળવે છે. જેના કારણે આપણા દ્વારા કરવામાં આવેલ ભોજનનો પાચક રસ તે જંતુઓ ગ્રહણ કરી જાય છે. જે આપણને બિલકુલ પોષણ નથી મળવા દેતું.

અમુક નાના જંતુ આંતરડામાં મ્યુકોસાને છેદીને મુખ્ય લોહીની નસમાં પણ પહોંચી જાય છે. જ્યાં તે લોહી સાથે બ્લડ બ્રેઈન બેરીયરને તોડીને મગજ સુધી પહોંચી જાય છે.

તો જ્યારે આ જંતુ મગજ સુધી પહોંચી જાય એ ખુબ જ ચિંતાનો વિષય છે. કેમ કે તે જંતુ તંત્રિકા જન્ય રોગોનું કારણ બને છે. જે મગજમાં સોજો, માથાનો દુઃખાવો, લકવા, મેનિન્જાઇટ્સસબ-ડ્યુરલ ઇન્ફેકશન વગેરે સમસ્યાઓ કરાવી શકે છે. આ જંતુ જો વધારે ફેલાય ગયા હોય તો માણસના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

તો મિત્રો આં હતી કોબીજમાં રહેલ જંતુ વિશેની માહિતી. પરંતુ હવે મિત્રો અમે તમને જણાવશું તેનાથી કેવી રીતે બચવું જોઈએ અને તેના શું શું ઉપાય છે.સૌથી પહેલા તો કોબીજને ખુબ જ સાવચેતી પૂર્વક સાફ પાણીથી ધોઈને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ શાકભાજી હોય તેને સંપૂર્ણ રીતે પકાવો, ભોજન થઇ ગયા બાદ હાથને અવશ્ય ધોઈ નાખવા જોઈએ, માટીમાં ખુલા પગે ન રખડવું જોઈએ, 6 મહીને ડિવાર્મની દવા અવશ્ય લેવી જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *