ડાયાબિટીસ માટે છે આ રામબાણ ઈલાજ રૂપ ધાન્ય, ડાયાબિટીસ આવી જાશે કંટ્રોલમાં, જાણો એક ક્લિકમાં માહિતી…

અહી તમને કોદરી ના ફાયદા, કોદરી બનાવવાની રીત, કોદરી ની ખીચડી, કોદરી ના ફાયદા અને કોદરી અનાજ વિષે સમજાવામાં આવ્યું છે. કોદરી ડાયાબિટીસ માટે ખુબ જ ઉપયોગી છે. કોદરી એક ભારતનું પ્રાચીન અનાજ છે જેને ઋષિ અનાજ માનવામાં આવે છે. તેના દાણામાં 8.૩ ટકા પ્રોટીન, 1.4 ટકા ચરબી અને 65.9 ટકા કાર્બોહાઈડ્રેટ મળી આવે છે, આ કોદરીને ડાયાબીટીસનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ સાથે તે કીડની અને મૂત્રાશયના માટે લાભકારી છે, તે રાસાયણિક ઉર્વરક અને કીટનાશકના પ્રભાવોથી મુક્ત છે, કોદરી હાઈબ્લડપ્રેસરના રોગીઓ માટે પણ રામબાણ ઈલાજ છે. તેમાં ચોખા કરતા પણ કેલ્શિયમ 12 ગણા વધારે હોય છે. શરીરમાં આયર્નની ઉણપને તે પૂરું કરે છે. તેના ઉપયોગથી તે ઘણા પૌષ્ટિક તત્વોની પૂર્તિ કરે છે.

કોદરીનો છોડ ધાન્ય પાક જેવો હોય છે. આ ધાન્ય પાકને પાણીની ખુબ જ ઓછી જરૂર પડે છે. આ છોડ ખુબજ ઉપયોગી ઔષધી છે. અ અનાજ લાંબા સમય સુધી રાખવાથી તેમાં જીવાત પડતી નથી કે તે ખરાબ પણ થતી નથી. આ અનાજનો છોડ 60 થી 90 સેમી ઉંચો, સીધો તેમજ ધાન્ય પાક જેવો હોય છે. તેના બીજ ચમકતા, ઘેર બદામી રંગના, નાના, સફેદ ગોળ સરસવના સમાન હોય છે. તેનો રંગ શ્યામ રંગ હોય છે. આ છોડનું વનસ્પતિક નામ Paspalum Scrobiculatum છે.

કોદરી એક પ્રકારનું મોટું અનાજ છે જે જવ જેવું હોય છે. સફેદ અને પીળા રંગના આ અનાજનો સ્વાદ દાળિયા કે કાંજી જેવો હોય છે. તેના કણ ઘઉંથી મોટા પરંતુ થોડા દાળિયા જેવા હોય છે. કોદરી ખુબ જ પૌષ્ટિક છે અને ભારતમાં નિર્બળ અને શ્રમિક જાતિઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે ચ્જ્જે. પરંતુ જેમ જેમ તેની પૌષ્ટિકતાની જાણકારી વધવા લાગી છે તેમ તેમ તે દેશભરમાં દુકાનો પર મળવા લાગ્યું છે અને અને લોકો તેનો આહારમાં મુખ્ય ભાગ બનાવવા લાગ્યા છે.

ડાયાબીટીસ: ડાયાબીટીસના ઈલાજ તરીકે એક કડાઈમાં 1 લીટર દુધને ઉકળવા માટે ચુલા પર રાખી દો. આ પછી કપ કોદરીને સારી રીતે ધોઈને પાણીમાં પલાળીને 15 મિનીટ માટે અલગ રાખી દો. દૂધ જ્યારે ઉકળી જાય ત્યારે તેમાં કોદરી નાખીને ધીમી આંચ પર પકાવી લો. જ્યારે કોદરી પૂરી રીતે પાકી જાય ત્યારે તેમાં નારિયેળનું ચૂર્ણ ૩ ચમચી અને 10 થી 12 કાજુ વાટેલા તેમજ 10 થી 12 કિશમિસ દ્રાક્ષ ને ચીરોંજી 25 ગ્રામ ભેળવી દો. આ પછી પાકી ખીરમાં એક થી 2 કપ ખાંડ નાખીને સરખી રીતે ભેળવો. આ પછી એક કડાઈમાં ઘી 1 ચમચી ગરમ કરીને તેમાં સાબુત મેવો હળવો શેકી લો. આ પછી એક કટોરીમાં ખીર કાઢીને સેવન કરવાથી ડાયાબીટીસમાં ખુબ જ ફાયદો રહે છે.

શરીરમાં ઉર્જા આપે: ટાઈફોડ, કમળો કે સામાન્ય તાવ માટે કોદરી બેસ્ટ ગણવામાં આવે છે. પચવામાં ભારે નથી હોવાથી તે શરીરને બળ આપે છે. માટે તેની ખીચડી બનાવીને બીમાર દર્દીને આપવામાં આવે છે, તે જલ્દી પચી જાય છે એટલે શરીરમાં તાકાત આપે છે અને લાંબા સમય સુધી પેય ભરાયેલું લાગે છે.

લોહીને સાફ કરે: કોદરી તમારા શરીરમાં લોહીને પ્યુરીફાઇ કરે છે જો લોહીમાં કોઇપણ પ્રકારની ગંદકી હોય ત્યારે કોદરીના સેવન દ્વારા તમે તમારા લોહીને સાફ કરી કરી શકો છો. અને લોહી સાફ થવાથી ચામડી સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જે લોકો એનીમિયાથી પરેશાન છે જેના શરીરમાં લોહીની ઉણપ હોય છે તેના માટે આ કોદરી રામબાણ ઔષધી છે.

અનિંદ્રા: આજના સમયમાં ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા હોય છે. તમે કે તમારા પરિવારમાંથી કોઈ અનિંદ્રાની સમસ્યા એટલે કે ઊંઘ બરાબર ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારા માટે કોદરી ખુબ જ ઉપયોગી થાય છે. આ ઔષધિનું સેવન કરવાથી ઊંઘ બરાબર આવે છે.

બાળકો માટે: કોદરીમાં પોષણની માત્રા ખુબ જ વધારે હોય છે, તેને તમે 9 મહિનાના બાળકને પણ આપી શકો છો. અને તેમાં ખુબ જ વધારે માત્રામાં મિનરલ્સ પણ હોય છે જે પાચન શક્તિ વધારે છે.અને તમે તેને પકાવીને ઉકાળો બનાવીને તેનો ઉકાળો બનાવી લો અને તેનો બાળકના ભોજનમાં સમાવેશ કરો.

વજન ઘટાડવા: કોદરીમાં ખુબ જ વધારે માત્રામાં હાઈ એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે શરીરમાં સુગરની માત્રા ધીરે ધીરે છોડે છે તેનાથી તમને ભૂખ ખુબ જ ઓછી લાગે છે. તમે કોદરી સાથે ચોખા ખાઈ લો તો તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે અને વજન ઘટાડવામાં ફાયદો થશે.

હરસ મસા: હરસમસા ખુબ જ દર્દ આપનારો રોગ છે અને યોગ્ય સમયમાં તેનો ઈલાજ ન કરવામાં આવે તો ઓપરેશન કરવાની પણ જરૂર પડે છે. પરંતું જો કોદરીનું ભાત બનાવીને તેને કોઈ પ્રકારના જ્યુસમાં ભેળવીને હરસમસાના રોગીઓને દરરોજ ખવરાવવામાં આવે તો તેને તેની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

લકવો: કોદરીને વાટીને રોટલી જેવો આહાર બનાવી લેવો. તેને મીઠા વગર ઓછા તેલમાં પકાવી લેવા. તેને પાંદડા વાળી શાકભાજીઓ સાથે સેવન કરવું જોઈએ. તેનાથી લકવામાં લાભ મળે છે. આ ઈલાજ કરવાથી લકવાથી ક્ષતિગ્રસ્ત થયેલા અંગો સક્રિય થાય છે.

કોદરીનું પંચાંગ એટલે કે તેના ફળ, ફૂલ, મૂળ, છાલ, પાંદડા બાળીને તેની રાખ બનાવી લો. તેમાં પાણી ભેળવીને માથા પર લેપ કરવાથી ખોડો મટે છે. ગોઈટર રોગમાં ગળામાં ગાંઠ થાય છે ત્યારે કોદરીની રાખને ગોમૂત્રમાં વાટીને કપડાથી ગાળી લો. તેને કોદરીના ભાત સાથે ખાવાથી ગોઈટર મટે છે.

ખાંસીના ઈલાજમાં કોદરીના બીજને બાળીને રાખ બનાવી લેવી અને તેની 1 થી 2 ગ્રામની માત્રાની રાખમાં મધ ભેળવીને સેવન કરવાથી શ્વાસના રોગ ઠીક થાય છે તેમજ ખાંસીમાં લાભ મળે છે. કોદરીના ભાત બનાવીને દહી સાથે ખાવાથી પેટના દર્દ ઠીક થાય છે. કોદરીની ખીર બનાવીને ખવરાવવાથી પેટના દર્દમાં લાભ થાય છે.

કોદરીનું ભોજનના રૂપમાં સેવન કરવાથી તેના ધાનથી આહાર બનાવીને દહી સાથે સેવન કરવાથી સાઈનસમાં તરત લાભ મળે છે. ફોડલા કે ગુમડા જેવા ચાંદાની સમસ્યામાં કોદરીને વાટીને તેને પટ્ટીની જેમ બાંધવાથી તે કાચા ચાંદા પાકીને ફૂટી જાય છે. ચણાનો લોટ અને હળદર સાથે કોદરીના ચૂર્ણને ભેળવીને લગાવવાથી ચામડીની સુંદરતા વધે છે.

કોદરીમાં ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી હોય છે અને એટલા માટે સંપૂર્ણ આહાર બને છે. કોદરીના લોટની મોટી રોટલી બનાવીને તેની એક બાજુ હળદર લગાવીને હળવી ગરમ કરીને બાંધવાથી સોજો ઠીક થાય છે.

આમ, કોદરી એક ખુબ જ ઉપયોગી ઔષધ છે. તે આજે તેના ઈલાજ અને ઔષધીય ગુણોના પરિણામે આજના સમયમાં પ્રખ્યાત થઇ રહ્યું છે. જેના પરિણામે અમે પણ તમારા માટે આ માહિતી અહિયાં રજૂ કરી છે જેથી તમે ખોરાકમાં તેનો સમાવેશ કરીને રોગોને ઠીક કરી શકો અને તેમજ રોગોથી બચી શકો અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *