સાવધાન,તમે જેના ભજીયા બનાવી ને ખાવ છો તે બેસન ભેળસેળ વાળો તો નથી ને? ભેળસેળ વાળો બેસન લઇ શકે છે તમારો જીવ,આ રીતે કરો તેની ચકાસણી
બેસન એક એવી વસ્તુ છે જે તમને લગભગ દરેક ભારતીય રસોડામાં મળશે. તેમાં પણ ખાસ કરી ને ગુજરાતીઓ ના રસોડા માં સૌથી પ્રિય હોય છે. બેસનથી બનેલી વસ્તુઓ ખાવી ગમે છે. જેમ કે ફાફડા, ભજીયા, ખાંડવી કે મીઠાઈ હોય કે નાસ્તો દરેક ગુજરાતી ને પ્રેમથી ખાય છે. બેસન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે ચણાની દાળ ને પીસીને બનાવવામાં આવે છે. બેસન ખાવાથી ત્યારે જ ફાયદો થાય છે જ્યારે તે અસલી હોય.
આજકાલ બજારમાં નકલી બેસન નું વેચાણ ખુબ જ થાય છે. તે ખુલ્લું હોય કે પેકેટ. બેસનના નામે કંપનીઓ તેમાં ઘણીબધી ભેળસેળ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે બેસન અસલી છે કે નકલી.તો ચાલો આજે અમે જણાવીશું બેસન ને જાણવાની રીત વિશે.ઘણીવાર આપણે જોઈએ કે કોઈક બ્રાંડ ના બેસન નો રંગ ખુબ જ સારો હોય છે. આપણે તેને જોઇને ખુશ થઈને કહીએ છીએ કે આ બેસન તો ખુબ જ સારો છે.પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી.
વાસ્તવમાં તમને જે ચણાનો લોટ વેચવામાં આવે છે તેમાં 25 ટકા ચણાનો લોટ અને 75 ટકા સોજી, વટાણાની દાળ, ચોખાનો પાવડર, મકાઈ અને ખેસરીનો લોટ સામેલ થઈ શકે છે. આ બધી વસ્તુઓ ચણાની દાળ કરતાં સસ્તી છે, જેના કારણે નકલી બેસન વેચનારાઓ તેમાં ભેળસેળ કરે છે. કેટલાક લોકો ઘઉંના લોટમાં ક્રેટ્રિમ રંગ પણ ઉમેરે છે અને બેસન વેચે છે.
નકલી બેસન ખાશો તો શું થશે?ભેળસેળ કે નકલી બેસન ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે. આનાથી સાંધાનો દુખાવો, વિકલાંગતા અને પેટની બિમારીઓ સહિત બીજા ઘણા બધા ગંભીર રોગો થઈ શકે છે. વાસ્તવિક અને બનાવટી બેસનને ઓળખવાની બે રીતો છે. આજે આપણે આ બંને પદ્ધતિઓ વિશે જાણીશું. આ રીત તમે જાણી લેશો પછી ક્યારેય બજારમાંથી તમે નકલી બેસન નહિ લાવો.તો ચાલો તેના વિષે જાણીએ.
પહેલી રીત છે કે હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી વાસ્તવિક અને નકલી બેસનની ઓળખ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો. હવે તેમાં બે ચમચી પાણી ઉમેરો. તેની સ્મુધ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને 5 મિનિટ રાહ જુઓ. અને પછી જો બેસન નો રંગ લાલ થઈ જાય તો બેસન માં ભેળસેળ થઈ ગઈ છે.
હવે આપણે બીજી રીત વિષે જાણીએ.લીંબુ તમને વાસ્તવિક અને બનાવટી બેસન વચ્ચેનો તફાવત બતાવી શકે છે. આ માટે બે ચમચી બેસનમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. હવે તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. તેને થોડા સમય માટે આ રીતે છોડી દો. જો તમારું બેસન લાલ કે ભૂરું થઈ જાય તો સમજો કે તમારા બેસનમાં ભેળસેળ થઈ ગઈ છે. અને આ નકલી બેસન છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર