છાશમાં નાખી દો આ એક વસ્તુ, જડમૂળથી ખતમ કરી નાખશે જૂનામાં જૂની એસિડિટી…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તો એવું હોય જ છે જેને એસીડીટી ની સમસ્યા રહેતી હોય છે. એ લોકો કઈ પણ તીખું કે તળેલી વસ્તુનું સેવન કરે ત્યારે તેને તરત જ એસીડીટી ની સમસ્યા થાય છે. જેના કારણે તે લોકો ખુબ જ હેરાન થાય છે. આજે અમે તમને છાસનો એક એવો ઉપાય જણાવવાં જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી એસીડીટીની સમસ્યાનો નિકાલ લાવી શકશો અને એ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.ગરમીના દિવસોમાં ખુબ જ પડતા તડકામાં લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. એવામાં જો તમે રોજ દહીને વલોવીને એની છાસ બનાવીને તેનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે અમૃત સમાન હોય છે. અને એની ખાસ વાત તો એ છે કે, જો તમે ખાધા પછી છાસ પીવો છો તો તેનાથી તમને સાંધાના દુ:ખાવામાં પણ રાહત મળશે. જણાવી દઈએ કે, છાસ જે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. છાસ પીવાથી આપણા શરીરને ખુબ જ અસરકારક ફાયદા થાય છે.

આજકાલ દરેક લોકો ના જીવનધોરણ અને ખાવા પીવાની ખોટી ટેવોને કારણે ઘણા લોકોને ખોરાકના પાચનને લગતી તકલીફો રહેતી હોય છે અને તેનાથી બચવા માટે પોતાના ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ બધી સમસ્યામાં છાસ ઘણી ઉપયોગી નીવડે છે. તો આજે અમે તમને છાસના અમુક ઉપાય જણાવશું, જેનાથી એસીડીટી જ નહિ પરતું બીજા ઘણા રોગ દુર થાય છે. જેના વિશે લગભગ ઘણા લોકોને ખ્યાલ નહિ હોય.તમને જણાવી દઈએ કે છાસમાં ખાંડ, કાળા મરી અને સિંધવ મીઠું ભેળવીને દરરોજ પીવાથી એસીડીટી મૂળમાંથી મટી જાય છે.જો તમને ગરમીમાં આંખોમાં બળતરા થતી હોય, તો તમે દહીંની મલાઈને પાંપણ પર લગાવી શકો છો. તેની સાથે જ જો તમે છાસનું દરરોજ સેવન કરો છો તો તમને એમાં રાહત પણ મળે છે.જણાવી દઈએ કે, જે લોકોને ખાવાનું સરખી રીતે ના પચતું હોય, તેમણે દરરોજ છાસમાં વાટેલા જીરાનું ચૂર્ણ, કાળા મરીનું ચૂર્ણ અને સિંધવ મીઠું સમાન માત્રામાં મેળવીને ધીમે-ધીમે પીવું જોઈએ.

છાસમાં બાકીના તત્વોની સાથે-સાથે કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે, જે હાડકાને મજબુત બનાવવાનું કામ કરે છે.છાસ ઠંડક પ્રદાન કરે છે એટલા માટે કબજિયાતમાં છાસનું સેવન કોઈ અમૃતથી ઓછુ નથી હોતું. એટલે કબજિયાત થાય ત્યારે છાસમાં અજમો મેળવીને પીવાથી થોડા જ દિવસોમાં આ સમસ્યાથી રાહત મળે છે. પેટની સફાઈ માટે ગરમીમાં દહીંમાં ફુદીનો મેળવીને લસ્સી બનાવીને પીવું જોઈએ, જેનાથી પેટની બીમારી પણ દુર થઇ જાય છે.છાસમાં વિટામીન સી, એ, ઈ, કે અને બી હોય છે. જે શરીરના પોષણની જરૂરીયાતને પૂરી કરે છે.ગરમીના લીધે કોઈ શારીરિક સમસ્યા હોય, અથવા પછી લૂ લાગી હોય ત્યારે છાસનું સેવન સૌથી સારું રહે છે. તે ઠંડી પ્રકૃતિની હોય છે એટલે તમારી રક્ષા કરે છે.જણાવી દઈએ કે, દરરોજ એક ગ્લાસ છાસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે, અને હાર્ટ એટેક આવવાનો ભય પણ ઓછો થઈ જાય છે.

છાશ બનાવવા માટે સામગ્રી,એક ચમચી ત્રિફલા પાવડર.છાશ.સીંધો મીઠું.ફુદીનાની પેસ્ટ.થોડી ખાંડ.કેવી રીતે છાશ બનાવવી.સૌ પ્રથમ ત્રિફલા પાવડરને એક કપ પાણીમાં પલાળીને લગભગ 1 કલાક પલાળી રાખો. તે પછી આ પાઉડર છાશમાં નાંખો તેમજ તેમાં મીઠું, ખાંડ અને ફુદીનો નાખો અને બરાબર મિક્ષ કરો અને ત્યારબાદ તમે રાત્રે સુતા પહેલા તેનું સેવન કરો.દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. છાંસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારેય થતા નથી.પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.છાશમાં ઘી ન હોવું જોઈએ. જમતી વખતે તાજી છાશ વધુ ગુણકારી હોય છે.

છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.છાશ પીવાની અનેક રોગોનું નાશ થાય છે પરંતુ છાશ ખાટી ન હોવી જોઈએ નહિતર તેની આડઅસર પણ થઈ શકે છે.પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાંસમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે.છાશમાં એવા બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. પરંતુ ક્યારેય બહારની લસ્સીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે જેથી તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો.હાલમાં આપણે ઉદશ્ચિત અને તક્રનો ઉપયોગ છાશ તરીકે કરી રહ્યા છીએ. એની પ્રશંસા કરતાં સંહિતામાં કહ્યું છે કે, તક્રસેવી વ્યથતે કદાચિત-તક્ર નામની છાશનું સદા સેવન કરનાર કદી પીડા ભોગવતો નથી. છાશનાં સેવનથી નાશ પામનાર હરસ જેવા રોગો ફરી ક્યારેય થતાં નથી.

ઘોલ નામની છાશ વાયુ પિત્તને હરે છે.મથિત કફ અને પિત્તને મટાડે છે.આયુર્વેદમાં બતાવેલ સાધારણ ખટાશયુક્ત છાશ (તક્ર) ઝાડો બાંધનાર (ગ્રાહી), તૂરી, સાધારણ ખાટી, મઘુર, દીપક, હળવી, ગરમ, બલ્ય, જાતીય શક્તિ વધારનાર, વાયુનાશક, તાજી હોય તો દાહ નહીં કરનાર, વિપાકે મઘુર અંતમાં પિત્ત કોપાવે, રૂક્ષ હોવાથી કફનો નાશ કરનાર છે.જે છાશમાંથી માખણ કાઢી લીઘું હોય તે. થોડી ભારે અને બલ્ય છે અને કફ કરનાર છે.જેમાંથી માખણ કાઢ્‌યું હોય નહીં તેવી છાશ ઘટ અને ભારે છે. આ છાશ નિત્ય માપસર વાપરવાથી બળ અને પુષ્ટિ આપે છે.પેટનાં વાયુ માટે થોડી ખાટી અને સંધિવવાળી છાશ પીવી, પિત્તમાં ખટમીઠી સાકરવાળી છાશ પીવી.કફ માટે સંધિવ ત્રિકટુ નાંખેલ છાશ પીવી.છાશને ધાણાજીરૂ, હળદરથી વઘારી વાપરવાથી ઉદરવાયુ નાશ કરે છે. રૂચિ ઉત્પન્ન કરનાર પુષ્ટિ કરનાર બલ્ય, મૂત્રાશયમાં વાયુને કારણે થતાં શૂલને મટાડનાર છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *